લખાણ પર જાઓ

કઠોળ

વિકિપીડિયામાંથી
ભાત ભાત ના કઠોળો

કઠોળ વિવિધ પ્રકારની વનસ્પતિનાં બીજ છે જે વાર્ષિક ઉપજ છે અને વિવિધ પ્રકારના અલગ દેખાવ અને કદ વાળા હોય છે. કઠોળ મનુષ્ય અને પશુઓના ખોરાક માટે વપરાય છે. કઠોળ ખોરાકમાં જરૂરી છે કારણ કે તેમાં પ્રોટીન અને એમીનો એસીડની માત્રા વધારે હોય છે. પાક ફેરબદલી તરીકે કઠોળને ખેતીની બે મોસમ વચ્ચે વાવવામાં આવે છે જેથી તેનાં મૂળમાં રહેલા (રાઈઝોબીયમ નામના) જીવાણું હવામાંના નાઇટ્રોજનનું પ્રોટીનમાં રૂપાંતર કરીને જમીન ફળદ્રુપ કરે છે.

ભારત વિશ્વમાં કઠોળનો સૌથી મોટો ઉત્પાદક અને સૌથી મોટો ગ્રાહક પણ છે. કઠોળમાં તેના વજનના ૨૦થી ૨૫% પ્રોટીન હોય છે, જે ઘઉં કરતા લગભગ બમણું અને ચોખા કરતા ત્રણ ગણું છે. કઠોળમાં રહેલા પ્રોટીનનું પાચકત્વ પણ ખુબ ઊંચું હોય છે.

મગ, વાલ, અડદ, સોયાબીન વગેરે કઠોળના ઉદાહરણ છે.