કલિંગનું યુદ્ધ
કલિંગનુ યુદ્ધ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||
યોદ્ધા | |||||||||
મૌર્ય સામ્રાજ્ય | કલિંગ | ||||||||
સેનાનાયક | |||||||||
અશોક | મહા પદ્મનાભ | ||||||||
શક્તિ/ક્ષમતા | |||||||||
કુલ ૨,૦૦,૦૦૦ | ૧,૫૦,૦૦૦ પાયદળ,[૨] ૧૦,૦૦૦ ઘોડસવારો[૩] ૭૦૦ યુદ્ધ હાથીદળ[૨] | ||||||||
મૃત્યુ અને હાની | |||||||||
૫૦,૦૦૦+ | ૧,૦૦,૦૦ (અશોક અનુસાર)[૪][૫] |
કલિંગનુ યુદ્ધ (Sanskrit: कलिन्ग युध्धम्) મૌર્ય વંશના સમ્રાટ અશોક અને કલિંગ ગણરાજ્ય (હાલના ઓરિસ્સાની દરિયાઇ સીમા પર વસતુ ગણરાજ્ય) વચ્ચે ઇ.સ. પૂર્વે ૨૬૧ માં થયુ હતુ. આ ભારતીય ઉપખંડના ભીષણ યુદ્ધમાંનું એક ગણવામાં આવે છે. આ યુદ્ધમાં કલિંગ ગણરાજ્યના ૧,૦૦,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. અશોકના પોતાના ૧૦,૦૦૦થી વધારે સૈનિકો માર્યા ગયા હતા. યુદ્ધના અંતે અશોકની જીત થઈ હતી.
સ્થળ
[ફેરફાર કરો]કલિંગનુ યુદ્ધ દયા નદીના કિનારે, ધવલી (ધૌલી) પર્વત પાસે થયું હોવાનુ માનવામાં આવે છે. યુદ્ધ સમયે કલિંગ ગણરાજ્યનો નાયક અનંત પદ્મનાભન હતો.
યુદ્ધની અસરો
[ફેરફાર કરો]કલિંગનુ યુદ્ધ અશોકના જીવન પરિવર્તન માટે નિર્ણાયક સાબિત થયું. આ યુદ્ધમાં થયેલા માનવસંહારે તેનું મન ગ્લાનિ અને વેદનાથી ભરાઇ ગયુ. પછીથી બૌદ્ધ ધર્મથી પ્રભાવિત થઇ તેને બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો અને અહિંસા અને ધમ્મ-વિજયમાં (ધર્મ દ્વારા વિજય) પ્રવૃત થઈ ગયો. ત્યારબાદ તેના પ્રજાવત્સલ કાર્યોને કારણે તે પ્રિયદર્શી તરીકે ઓળખાય છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Le Huu Phuoc (2009). Buddhist Architecture. Grafikol. પૃષ્ઠ 30.
- ↑ ૨.૦ ૨.૧ Pliny the Elder (77 CE), Natural History VI, 22.1, quoting Megasthenes (3rd century BCE), Indika, Fragm. LVI.
- ↑ Roy, Kaushik. Military Manpower, Armies and Warfare in South Asia. Google Books. Routledge, 2015. મેળવેલ 17 August 2015.
- ↑ અશોક (r. 268–231 ઇ.સ. પૂર્વે), અશોકનો શિલાલેખ ૧૩.
- ↑ Radhakumud Mookerji (1988). Chandragupta Maurya and His Times. Motilal Banarsidass Publ. ISBN 81-208-0405-8.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |