લખાણ પર જાઓ

કાચબો

વિકિપીડિયામાંથી
એક સામાયિકમાં કાચબાના ચિત્રો, ૧૯૦૪

કાચબો એક ઉભયજીવી (પાણી તેમ જ જમીન બંનેમાં રહેતું) પ્રાણી છે. કાચબો ચાલી પણ શકે છે તેમ જ પાણીમાં તરી પણ શકે છે. કાચબો ખારા અને મીઠા પાણી એમ બંને જગ્યાએ જોવા મળે છે. સામાન્ય રીતે કાચબાનું આયુષ્ય લાંબુ (આશરે ૨૦૦ વર્ષ જેટલું) હોય છે. કાચબાની ઘણી પ્રજાતિઓ જગતમાં જોવા મળે છે. કાચબાની પીઠ અત્યંત મજબૂત હોય છે, જેનો ઉપયોગ તલવાર વડે લડતી વખતે બચાવ માટે વપરાતી ઢાલ બનાવવા માટે થતો હતો.

કેટલાક કાચબાઓ તેમનુ જીવન દરીયામાંજ વીતાવે છે ફક્ત તેઓ ઇંડા મુકવા માટેજ જમીન પર આવે છે.

પ્રાણીશાસ્ત્રીઓ જમીન પર વસનારા કાચબાને ટોટર્સ (tortoise) કહે છે, જ્યારે સમુદ્રના, નદીના, કુવાના તથા સરોવરના કાચબાને ટર્ટલ (turtle) કહે છે. બન્ને જાતો એકબીજા કરતા જુદી છે. પાણીનો (ટર્ટલ) કાચબો સહેજ ચપટા પગ ધરાવે છે, જેથી તેને હલેસાંનું કામ આપે છે. નદી ના તેમજ સરોવરના ટર્ટલ બહુ મોટા નથી હોતા, લંબાઇ ૧ થી ૨ ફીટ જેટલી અને વજન અંદાજે ૬૩ કિલોગ્રામ જેટલુ હોય છે.

કાચબાની જાતો

[ફેરફાર કરો]

ગુજરાતીમા ઢાલવાળા સરિસૃપ પ્રકારના પોતાનુ શરીર સંકોરી શકતા બધા પ્રણીઓને કાચબો કહે છે. પરંતુ જીવવિજ્ઞાનીકો કાચબાને ત્રણ પેટા પ્રકારમાં વહેચે છે. અંગ્રેજીભાષામાં એ ત્રણેય પ્રકારોના અલગ અલગ નામ આપેલા છે. તે પ્રકારો નીચે મુજબ છે:

  1. Tortoise એટલે કે ટોર્ટોઈઝ - ભુમિવાસી કાચબા
  2. Terrapin એટલે કે ટેરાપીન - મીઠા પાણીના કાચબા
  3. Turtle એટલે કે ટર્ટલ - દરીયાઈ અથવા સમુદ્રીક કાચબા

ટોર્ટોઈઝ - ભુમિવાસી કાચબા

[ફેરફાર કરો]

ટેરાપીન - મીઠાપાણીના કાચબા

[ફેરફાર કરો]

ટર્ટલ - દરીયાઈ અથવા સમુદ્રીક કાચબા

[ફેરફાર કરો]

વિશ્વ કાચબા દિવસ

[ફેરફાર કરો]

મે ૨૩, ૨૦૦૦માં 'અમેરિકન કાચબા બચાવ સંસ્થા' દ્વારા મનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું, જેનો હેતુ દરીયાઇ અને જમીની કાચબાઓ તરફ લોકોનું ધ્યાન દોરવાનો અને લોકોમાં તેના રક્ષણ અને વિકાસમાં મદદરૂપ થવાની ભાવના ઉત્પન કરવાનો છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]