ગુંટર ગ્રાસ

વિકિપીડિયામાંથી
ગુંટર ગ્રાસ
ગુંટર ગ્રાસ, ૨૦૦૬માં
ગુંટર ગ્રાસ, ૨૦૦૬માં
જન્મ૧૬ ઓક્ટોબર, ૧૯૨૭
ડેન્ઝિંગ
મૃત્યુએપ્રિલ ૧૩, ૨૦૧૫
લ્યુબેક, જર્મની
વ્યવસાયનવલકથાકાર, કવિ, નાટ્યલેખક, શિલ્પી, ચિત્ર કલાકાર
રાષ્ટ્રીયતાજર્મન
સમયગાળો૧૯૫૬-૨૦૧૫
નોંધપાત્ર સર્જનોધ ટીન ડ્રમ
નોંધપાત્ર પુરસ્કારોજ્યોર્જ બુચર પુરસ્કાર
૧૯૬૫
રોયલ સોસાયટી ઓફ લિટરેચરના માનદ સભ્ય
૧૯૯૩
નોબૅલ પારિતોષિક
૧૯૯૯
પ્રિન્સ ઓફ ઓસ્ટુરિઆસ પુરસ્કાર
૧૯૯૯
સહી

ગુંટર વિલ્હેમ ગ્રાસ (૧૬ ઓક્ટોબર ૧૯૨૭ ડેન્ઝિંગ (હવે ગ્ડાન્સ્ક, પોલેંડ) – ૧૩ એપ્રિલ ૨૦૧૫ લ્યુબેક[૧]) એ જર્મન લેખક અને સાહિત્યમાં નોબૅલ પારિતોષિક વિજેતા હતા. તે તેમની વિવાદાસ્પદ અને જાણીતી નવલકથા ધ ડિન ડ્રમ માટે જાણીતા હતા.

જીવન[ફેરફાર કરો]

ગ્રાસનો જન્મ ડેન્ઝિંગમાં ૧૯૨૭માં થયો હતો અને શાળાનું શિક્ષણ ત્યાં જ થયું. બીજા વિશ્વયુદ્ધમાં તેમણે જર્મની તરફથી સૈન્ય લડવું પડ્યું અને ત્યારબાદ અમરેકિન સૈન્યના બંદી બન્યા. ૧૯૪૫ અને ૧૯૪૬માં તેઓએ કડિયાકામ કર્યું. ૧૯૪૬માં તેઓએ પશ્ચિમ જર્મનીમાં કલાનો અભ્યાસ કર્યો. તેઓ ગ્રુપ ૪૭ તરીકે જાણીતાં જર્મન લેખકોના સમુદાયના સભ્ય હતા.

તેઓ ઉત્તરી રહાઇન-વેસ્ટફાલિયા, બર્લિન અને સ્કહેસ્વિગ-હોલસ્ટેઇન ખાતે રહ્યા હતા. ત્યારબાદ તેઓ લ્યુબેક રહ્યા. ૧૯૫૯માં તેઓ ધ ટીન ડ્રમ પ્રકાશિત કરી, જે તેમનું સૌથી લોકપ્રિય પુસ્તક હતું. તેઓ હંમેશા રાજકારણમાં રસ ધરાવતા હતા. ૧૯૯૯માં તેમને નોબૅલ પારિતોષિક એનાયત થયું.

તેમનું મૃત્યુ ૮૭ વર્ષની ઉંમરે ફેફસાંના ચેપને કારણે લ્યુબેક ખાતે તેમનાં ઘરમાં થયું.[૨]

કૃતિઓ[ફેરફાર કરો]

અંગ્રેજી ભાષાંતરિત[ફેરફાર કરો]

  • ધ ડેન્ઝિંગ ટ્રાયોલોજી
    • ધ ટીન ડ્રમ (૧૯૫૯)
    • કેટ એન્ડ માઉસ (૧૯૬૩)
    • ડોગ યર્સ (૧૯૬૫)
  • ફોર પ્લેસ (૧૯૬૭)
  • સ્પિક આઉટ! સ્પિચિસ, ઓપન લેટર્સ, કોમેન્ટ્રીસ (૧૯૬૯)
  • લોકલ એનેસ્થેટિક (૧૯૭૦)
  • ફ્રોમ ધ ડાયરી ઓફ ધ સ્નેલ (૧૯૭૩)
  • ઇન ધ એગ એન્ડ અધર પોયમ્સ (૧૯૭૭)
  • ધ મિટિંગ એટ ટેલગ્ટે (૧૯૮૧)
  • ધ ફાઉન્ડર (૧૯૭૮)
  • હેડબર્થ્સ, ઓર, ધ જર્મન્સ આર ડાઇંગ આઉટ (૧૯૮૨)
  • ધ રેટ (૧૯૮૭)
  • શો યોર ટંગ (૧૯૮૭)
  • ટુ સ્ટેટ્સ વન નેશન? (૧૯૯૦)
  • ધ કોલ ઓફ ધ ટોડ (૧૯૯૨)
  • ધ પ્લેબિસિયન્સ રિહર્સ ધ અપરાઇઝિંગ (૧૯૯૬)
  • માય સેન્ટ્ચ્યુરી (૧૯૯૯)
  • ટુ ફાર અફિલ્ડ (૨૦૦૦)
  • ક્રેબવોક (૨૦૦૨)

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Günter Grass im Alter von 87 Jahren gestorben" (જર્મનમાં). ૨૦૧૫-૦૪-૧૩. મેળવેલ ૧૩ એપ્રિલ ૨૦૧૫.
  2. "જાણીતા જર્મન લેખર ગુંટર ગ્રાસનું ૮૭ વર્ષની વયે મૃત્યુ". DW.de. મેળવેલ એપ્રિલ ૧૪, ૨૦૧૫.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]