લખાણ પર જાઓ

જંગલી બિલાડી

વિકિપીડિયામાંથી
જંગલી બિલાડી
જંગલી બિલાડી
સ્થાનિક નામવાઘ બિલાડી,વાઘર બિલ્લો
અંગ્રેજી નામJUNGLE CAT
વૈજ્ઞાનિક નામFelis chaus
આયુષ્ય૧૦ થી ૧૫ વર્ષ
લંબાઇ૯૦ સેમી.(૨૦ સેમી.પુંછડી સહીત)
વજન૬ કિલો
સંવનનકાળવર્ષના કોઇપણ સમયે
ગર્ભકાળ૬૩ દિવસ,૩ થી ૫ બચ્ચાં
દેખાવદેશી બિલાડી કરતાં મોટા કદની,પીળું ભુખરૂં શરીર,લાંબા પગ અને ટુંકી પુંછડી.
ખોરાકફળ, ઉંદર, છછુંદર, નાના પક્ષીઓ
વ્યાપસમગ્ર ગુજરાતમાં[]
રહેણાંકસુકા ઝાડી વાળા વિસ્તારોમાં
ઉપસ્થિતિ ના ચિન્હોપગનાં નિશાન,અવાજ


જંગલી બિલાડી અથવા રાની બિલાડી તરીકે ઓળખાતા આ ચોપગા, સસ્તન પ્રાણીનો વ્યાપ ગુજરાત રાજ્યના લગભગ બધા જ વિસ્તારોમાં જોવા મળે છે. આ બિલાડી દેશી બિલાડી કરતાં મોટા કદની, પીળું ભુખરા રંગનું શરીર, લાંબા પગ અને ટુંકી પુંછડી ધરાવે છે.

વર્તણૂક

[ફેરફાર કરો]

આ બિલાડી મોટે ભાગે ખિસકોલી, દેડકાં, ઉંદર, નાના પક્ષીઓનો શિકાર કરી પોતાનું પેટ ભરે છે. આ બિલાડીની આંખો માંજરી અને મોટી હોય છે અને તે રાત્રે ચમકે છે. તેનો અવાજ ઘોઘરો હોય છે. તે મોટેભાગે રાત્રે છાનાપગલે જ શિકાર કરવા નીકળે છે.

જંગલી બિલાડી
જંગલી બિલાડીનો વિસ્તાર


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૧૧ ના આધારે.