લખાણ પર જાઓ

તાલિબાન

વિકિપીડિયામાંથી

તાલિબાન (طالبان), જેમને કોઈવાર તાલેબન પણ કહેવાય છે. અફઘાન ઇસ્લામિક અમીરાત તરીકે પોતાનો ઉલ્લેખ કરતા તેઓ એક અફઘાનિસ્તાની સુન્ની ઇસ્લામિક કટ્ટરપંથી લોકો છે જે હાલમાં સરકાર સામે જેહાદી યુદ્ધ ચલાવી રહ્યા છે. ૨૦૧૬થી તાલિબાનનો નેતા માલાવાવી હિબતુઉલ્લાહ અકુન્ન્ઝડા છે. એક સમયે અફઘાનિસ્તાનમાં એક ખૂબ રૂઢિચુસ્ત અને કેટલેક અંશે ક્રૂર અને આપખુદ તાલિબાન સરકારની સ્થાપના થઈ હતી. પરંતુ, ૧૧ સપ્ટેમ્બરના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના આંતકવાદી હુમલાના પરિણામે સંયુક્ત રાજ્ય એ અફઘાનિસ્તાન પર હુમલો કરી તાલિબાન સરકાર હટાવી નવા લોકશાહી રાજ્યતંત્રની સ્થાપના કરી. આ તાલિબાનને પાડોશી દેશો પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાનના આંતકવાદી સંગઠનોનો સહયોગ છે. તાલિબાનનું મુખ્યમથક અફઘાનિસ્તાનનું કંદહાર છે. હાલમાં એટલે કે ઑગસ્ટ ૨૦૨૧ મા ફરી સત્તા મા આવી રહી છે.

તાલિબાની ધ્વજ

ક્ષેત્ર

[ફેરફાર કરો]

     અફઘાનિસ્તાન સરકાર ના નિયંત્રણ નીચેનો પ્રદેશ      તાલિબાન અને અલ-કાઈ્દા ના નિયંત્રણ નીચેનો પ્રદેશ      ઇસ્લામિક સ્ટેટ(આઈસિલ) ના નિયંત્રણ નીચેનો પ્રદેશ

ઇતિહાસ

[ફેરફાર કરો]

તાલિબાન પૂર્વી અને દક્ષિણ અફઘાનિસ્તાનના પશ્તુન વિસ્તારોમાંથી ધાર્મિક વિદ્યાર્થીઓ(તાલિબ) ની ચળવળ હતી જેઓ પાકિસ્તાનની પરંપરાગત ઇસ્લામિક શાળાઓમાંથી શિક્ષિત થયા હતા.

સપ્ટેમ્બર ૧૯૯૪ માં કંદહારના પોતાના વતનમાં મુલ્લાહ મોહમ્મદ ઓમરે ૫૦ વિદ્યાર્થીઓ સાથે તાલિબાનની સ્થાપના કરી હતી.