દીપ
પ્રાચિન ઇતિહાસ
[ફેરફાર કરો]દીપ અથવા દીવો માનવ સંસ્કૃતિ સાથે હજારો વર્ષોથી વણાયેલ છે.દીવો પ્રગટાવવા માટે માટીનાં કોડીયા વપરાતા, પુરાતત્વશાસ્ત્રીઓને ભારતવર્ષના સૌથી પ્રાચિન દીવા નાં કોડીયા મોહેંજો ડેરોના,ઇ.સ.પૂર્વે ૨૭૫૦ ના સમયના મળી આવેલ છે.આ સમયમાં દીવાઓનો ઉપયોગ મોટેભાગેતો ધાર્મિક હેતુમાટે નહીં પરંતુ ઉજાસ માટે થતો હતો.સહેજ મોટા કદના દીવા છત પર લટકાવવામાં આવતા હતાં જેથી ચોમેર અજવાળુ ફેલાય.ક્યાંક ક્યાંક ઘરોમાં ગોખલાની વ્યવશ્થા પણ રાખવામાં આવતી,જેમાં દીવા મુકવામાં આવતા.આ સમયમાં જોકે મોહેંજો ડેરોના સામાન્ય રહેવાસીઓ માટે તો દીવો પણ એક દુર્લભ વસ્તુ ગણાતી,કેમકે કોડીયામાં બળતણ તરીકે વપરાતા તૈલી પદાર્થો ત્યારે દુર્લભ હતા.આથી મોટાભાગના લોકોનો દિવસતો સાંજ પડતાંજ પૂરો થઇ જતો.
તાત્વિક મહત્વ
[ફેરફાર કરો]દીવાનો સંબંધ સીધોજ અગ્નિ સાથે છે. ભારતમાં પ્રાચીનકાળથી (સનાતન ધર્મ) સભ્યતાના ઉદય સાથે અગ્નિને પવિત્ર અને દૈવીભાવથી પૂજ્ય માનવામાં આવે છે. દીવાનો મૂળ તાત્પર્ય અંધકારનો નાશ કરી પ્રકાશના પ્રસારણનો છે. દીવાનો પ્રકાશ જ્ઞાન, સુખ, સમૃદ્ધિ, ઉર્જા, અર્ઘ્ય, હકારાત્મકતાનું પણ પ્રતિક છે.
પૌરાણીક કથા
[ફેરફાર કરો]દીવો એદિવાળીના પર્વ સાથે જોડાયેલ છે,પરંતુ એક ઓછી જાણીતી પૂરાણકથા પ્રમાણે દીવાની હારમાળા (દીપાવલી) સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધન તેરસ છે.સામાન્ય રીતે આપણે દીપ નો સંબંધ લક્ષ્મીજી સાથે ગણીયે છીએ,પરંતુ પૌરાણીક કથા પ્રમાણે યમરાજાએ વરદાન આપેલ છે કે ધનતેરસને દીવસે જે મનુષ્ય દીપદાન કરશે (દીવડાઓ પ્રગટાવશે) તેનો જીવનદીપ એ દીવસે બુઝાશે નહીં.આમ આ દીવસે દીપમાલા પ્રગટાવનાર શ્રધ્ધાળુઓ માટે યમરાજાએ એક દીવસનું અમરત્વ પ્રદાન કરેલ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |