લખાણ પર જાઓ

બુકર ટી.વોશિંગ્ટન

વિકિપીડિયામાંથી
બુકર ટી.વોશિંગ્ટન

બુકર ટી વોશિંગ્ટન (અંગ્રેજી : Booker T. Washington) અમેરીકન કેળવણીકાર, લેખક, વક્તા, અમેરિકન-આફ્રિકન સમુદાય (હબસી) ના પ્રભાવશાળી નેતા તેમજ સલાહકાર હતા. એમનો જન્મ વર્જિનિયામાં ઈ. સ. ૧૮૫૬ વર્ષનાએપ્રિલ મહિનાની પાંચમી તારીખે થયો હતો.

એમની માતાએ એમને શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી. જાતમહેનત કરી નાણાંની વ્યવસ્થા કરી એમણે અભ્યાસ કર્યો હતો. ઈ. સ. ૧૮૮૧ના વર્ષમાં અલાબામા રાજ્યમાં આવેલા ટસ્કીગી (Tuskegee) ખાતે એક હબસી તાલીમશાળા ખોલવાનું મંજુર થતાં તેના સંચાલન માટે બુકર ટી. વોશિંગ્ટનની પસંદગી કરવામાં આવી હતી. એમણે ૪૦ વિદ્યાર્થીઓથી (જેમાં ઘણાખરા મુક્ત ગુલામો હતા) શરૂઆત કરી, ઈ. સ. ૧૯૧૫ સુધીમાં અમેરિકાના અગ્રગણ્ય વિદ્યાલયોમાં ગણના પામેલ ટસ્કીગી સંસ્થાનું સંચાલન કર્યું. એમણે અમેરિકન-આફ્રિકન સમુદાય વિશે સમજદારી વધારતાં વીસેક પુસ્તકો પણ લખ્યાં છે. એમનું અવસાન ટસ્કીગી ખાતે ઈ. સ. ૧૯૧૫ના વર્ષમાં નવેમ્બર મહિનાની ચૌદમી તારીખે ૫૯ વર્ષની વયે થયું હતું.