મહુડો
મહુડો | |
---|---|
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
Division: | સપુષ્પ વનસ્પતિ |
Class: | મેગ્નોલિઓપ્સિડા |
Order: | એરિકેલ્સ |
Family: | સપોટેસી |
Genus: | મધુકા (Madhuca) |
Species: | લોંજીફોલિઆ (M. longifolia) |
દ્વિનામી નામ | |
મધુકા લોંજીફોલિઆ (Madhuca longifolia) (J.Konig) (J.F.Macbr.)
|
મહુડો એ એક ભારતીય ઉષ્ણકટિબંધીય વૃક્ષ છે, જે ઉત્તર ભારતનાં મેદાની પ્રદેશ અને જંગલોમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. મહુડાનું વૈજ્ઞાનિક નામ મધુકા લોંજીફોલિઆ છે. મહુડો ઝડપથી વૃદ્ધિ પામતું વૃક્ષ છે, જે લગભગ ૨૦ મીટર જેટલી ઊઁચાઈ સુધી વધી શકે છે. એના પાંદડાંઓ સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન લીલાંછમ રહેતાં હોય છે, અને આ વૃક્ષ વૈજ્ઞાનિક વર્ગીકરણ પ્રમાણે સપોટેસી કુળમાં આવે છે. આ ઝાડ શુષ્ક પર્યાવરણને અનુકૂળ ઢળી ગયું છે. મધ્ય ભારતના ઉષ્ણકટિબંધીય પાનખરના વનોમાં જોવા મળતાં વૃક્ષોમાંનું એક મુખ્ય ઝાડ છે.
ઉષ્ણકટિબંધિય ક્ષેત્રોમાં મહુડાના ઝાડનો ઉછેર એનાં તૈલી બીજ, ફૂલો અને લાકડાં મેળવવા માટે કરવામાં આવે છે. કાચાં ફળોમાંથી શાક પણ બનાવવામાં આવે છે. પાકી ગયેલાં ફળોનો ગર ખાવામાં મીઠો લાગતો હોય છે. પ્રતિ વૃક્ષ એના આયુષ્ય અનુસાર વાર્ષિક ૨૦થી ૨૦૦ કિલો વચ્ચે બીજનું ઉત્પાદન કરી શકતું હોય છે. મહુડાની ડોળી (બીજ)ના તેલનો ઉપયોગ (જે સામાન્ય તાપમાન પર જામી જાય છે) ત્વચાની દેખભાળ, સાબુ અથવા ડિટર્જન્ટ બનાવવા માટે, અને વાનસ્પતિક માખણના રૂપમાં કરવામાં આવે છે. ઈંધણ તેલના રૂપમાં પણ તેનો ઉપયોગ થાયય છે. તેલ કાઢ્યા બાદ વધેલા ખોળનો ઉપયોગ જાનવરોના ખાવા માટે અને ખાતર તરીકે કરવામાં આવે છે. ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં તેના ફૂલોમાંથી દેશી દારૂ, કે જેને મહુડો તરીકે ઓળખવામાં આવે છે તે બનાવવામાં આવે છે. તેની છાલ અને અન્ય અંગો ઔષધિય ગુણ ધરાવે છે. કેટલાય આદિવાસી સમુદાયોના લોકોમાં આ વૃક્ષની ઉપયોગિતાના કારણે એને પવિત્ર માનવામાં આવે છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- શરાબ નહીં, ડીઝલ- પેટ્રોલ બનશે મહુડામાંથી (બીબીસી હિન્દી)
- 'महुआ'નો મતલબ
- મહુડાનાં ફળમાંથી બનશે સ્વાસ્થ્યવર્ધક જામ[હંમેશ માટે મૃત કડી]
- Alternative edible oil from mahua seeds સંગ્રહિત ૨૦૦૭-૧૦-૦૧ ના રોજ વેબેક મશિન, ધ હિન્દુ (The Hindu)
- મહુડામાંથી માખણ (Mowrah Butter), OilsByNature.com
- Famine Foods - [૧] સંગ્રહિત ૨૦૦૭-૧૧-૦૯ ના રોજ વેબેક મશિન
- Use of Mahua Oil (Madhuca indica) as a Diesel Fuel Extender: [૨]
- WWF India Mahua