રિચા ચઢ્ઢા
રિચા ચઢ્ઢા | |
---|---|
જન્મ | ૧૮ ડિસેમ્બર ૧૯૮૬ અમૃતસર |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | અભિનેતા, દિગ્દર્શક |
કાર્યો | Cabaret |
વેબસાઇટ | http://www.richachadda.com |
રિચા ચઢ્ઢા (જન્મ: ૧૮ ડિસેમ્બર ૧૯૮૬) એ ભારતીય અભિનેત્રી છે. તેણીએ ઓયે લક્કી! ઓયે લક્કી! (૨૦૦૮) ફિલ્મથી બોલીવુડ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ૨૦૧૦માં ગેંગ્સ ઓફ વાસેપુર ભાગ ૧ અને ભાગ ૨ માં તેણીનો અભિનય વખણાયો હતો અને તે માટે તેણીને શ્રેષ્ઠ અભિનેત્રી માટે ફિલ્મફેર વિવેચક પુરસ્કાર એનાયત થયો હતો.[૧]
પ્રારંભિક જીવન
[ફેરફાર કરો]રિચાનો જન્મ ૧૯૮૭માં થયો હતો અને ઉછેર દિલ્હી, ભારતમાં થયો. રિચાના પિતા પંજાબી હિંદુ અને માતા બિહારી છે.[૨][૩] તેના પિતા વ્યવસ્થાપન પેઢી ધરાવે છે જ્યારે માતા દિલ્હી યુનિવર્સિટીની PGDAV કોલેજમાં પ્રાધ્યાપક છે અને તેમણે બે પુસ્તકો લખવાની સાથે ગાંધી સ્મૃતિ સાથે કાર્ય કર્યું છે.[૪][૫] ૨૦૦૨માં સરદાર પટેલ વિદ્યાલયમાંથી શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેણીએ સેંટ સ્ટિફન કોલેજમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ તેણીએ મુંબઈની સોફિયા કોલેજમાંથી સોશિયલ કોમ્યુનિકેશન મિડિઆમાં અનુસ્નાતક ડિપ્લોમાનો અભ્યાસ કર્યો.
કારકિર્દી
[ફેરફાર કરો]રિચાએ પોતાની કારકિર્દીનો પ્રારંભ મોડેલ તરીકે કર્યો અને પછીથી તે નાટ્યમંચ તરફ વળી. તેણીએ ભારત અને પાકિસ્તાનમાં પ્રવાસો કરીને નાટકોમાં ભાગ ભજવ્યો. પછીથી, તેણીએ બેરી જ્હોન હેઠળ તાલીમ મેળવી.[૬][૭]
બોલીવુડ કારકિર્દી
[ફેરફાર કરો]રિચાએ સહાયક અભિનેત્રી તરીકે દિબાકર બેનર્જીની ૨૦૦૮ની ફિલ્મ ઓયે લક્કી! લક્કી ઓયે! માં અભિનય કર્યો.[૮] ૨૦૧૦માં તેણી રમુજી ફિલ્મ બેન્ની એન્ડ બલ્લૂ માં ફેડોરા પાત્રમાં અભિનેત્રી તરીકે આવી.[૯][૧૦]
૨૦૧૨માં, અનુરાગ કશ્યપની ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુર - ભાગ ૧ માં તેણીએ મુખ્ય અભિનય ભજવ્યો. આ ફિલ્મે તેણીને નવી ૧૧ ફિલ્મોનો પ્રસ્તાવ મળવામાં મદદ કરી.[૧૧] રિચાએ આ ફિલ્મમાં નગમા ખાતૂનની ભૂમિકા ભજવી. આ ફિલ્મને ૬૫માં કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવી હતી અને વિવેચકો દ્વારા ખૂબ જ વખણાયી હતી.[૧૨][૧૩] ગેંગ્સ ઓફ વાસેપુર - ભાગ ૨ માં પણ તેણીએ નગમાનું પાત્ર ભજવ્યું. આ ફિલ્મના અભિનયને પણ વિવેચકોએ વખાણ્યો.[૧૪][૧૫] રિચાને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે ફિલ્મફેર પુરસ્કારનું નામાંકન મળ્યું[૧૬] અને શ્રેષ્ઠ અભિનેત્રી માટે ફિલ્મફેર વિવેચક પુરસ્કાર મળ્યો.[૧૭]
૨૦૧૨માં મૃગદીપ સિંહ લાંબા દ્વારા દિગ્દર્ષિત ફિલ્મ ફુર્કી માં રિચાએ અભિનય કર્યો જેમાં તેણે સ્ત્રી ડોન ભોલી પંજાબણનું પાત્ર ભજવ્યું. ત્યારબાદ તેણીએ અનુરાગ કશ્યપની ફિલ્મ શોર્ટનાં એક ભાગમાં ભૂમિકા ભજવી.[૧૮] અહીં તેણીની ભૂમિકાને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો.[૧૯] ત્યારબાદ રિચાએ સંજય લીલા ભણશાળીની ફિલ્મ ગોલીયોં કી રાસલીલા રામ-લીલામાં રસિલાની ભૂમિકા ભજવી જે રોમિયો અને જૂલિએટ પર આધારિત હતી.[૨૦][૨૧] આ પાત્ર માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે તેણીએ આઇફા પુરસ્કારમાં નામાંકન મળ્યું.
૨૦૧૪માં રિચાએ નવનીત બહેલ દ્વારા દિગ્દર્શિત તમંચે ફિલ્મમાં બાબુ નામનું અપરાધી પાત્ર ભજવ્યું. આ પાત્ર માટે રિચાની અગાઉ ફિલ્મો કરતાં મિશ્ર પ્રતિભાવો સાંપડ્યા.[૨૨] જોકે અમુક પ્રતિભાવોમાં અભિનયને વખાણવામાં આવ્યો.[૨૩] મીરા નાયરની મેક્સિકન-અમેરિકન ફિલ્મ વર્ડ્સ વિથ ગોડ્સમાં રિચાએ અભિનય આપ્યો. આ ફિલ્મ ૯ અલગ-અલગ દિગ્દર્શકો દ્વારા બનાવવામાં આવી હતી.[૨૪][૨૫] રિચાએ ગોડ રૂમ નામનાં ભાગમાં આ ફિલ્મમાં અભિનય આપ્યો. ૭૧માં વેનિસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની સ્પર્ધામાં આ ફિલ્મ બનાવવામાં આવી હતી.[૨૬]
સૈબલ ચેટર્જીની મસાણ (૨૦૧૫)માં રિચાએ દેવી પાઠકનું પાત્ર ભજવ્યું છે. જે માટે તેની ઘણી પ્રશંસા કરાઇ છે.[૨૭][૨૮][૨૯] રિચા મેં ઔર ચાર્લ્સ, જે ચાર્લ્સ શોભરાજ પર આધારિત છે, ફિલ્મમાં અભિનય કરી રહી છે.[૩૦] રિચા હાલમાં ઔર દેવદાસ નામની ફિલ્મમાં અભિનય કરી રહી છે જ્યાં તે પારોનું પાત્ર ભજવે છે[૩૧] અને પૂજા ભટ્ટની કેબ્રેમાં મુખ્ય અભિનય કરી રહી છે.[૩૨]
અન્ય
[ફેરફાર કરો]૨૦૧૪માં રિચાએ પિટા સંસ્થા માટે જાહેરાતમાં કામ કર્યું હતું અને લોકોને માંસાહારથી દૂર રહેવાની અને શાકાહાર તરફ વળવાના અભિયાનમાં ફાળો આપ્યો હતો.[૩૩] તે જ વર્ષમાં તેણીએ લેકમે ફેશન વીકમાં ભાગ લીધો હતો[૩૪] અને ટ્રાયવલ ડિઝાસ્ટર નામના નાટકમાં અભિનય આપ્યો.[૩૫] પીટાના અભિયાનમાં ભાગ લઇને શાકાહારી બનવાના અભિયાનમાં જોડાવા છતાં તેણીએ મહારાષ્ટ્ર સરકારના ગૌમાંસ પરના પ્રતિબંધને વખોડી કાઢ્યો હતો.[૩૬]
તેણીએ મિનિટ મેઇડ, ટાટા સ્કાય, આર્ચીસ ગેલેરી અને કેડબરી ડેરી ચોકલેટ વગેરે જાહેરાતોમાં કાર્ય કર્યું છે.[૩૭]
ફિલ્મોની યાદી
[ફેરફાર કરો]* | જાહેર ન થયેલ ફિલ્મો દર્શાવે છે |
વર્ષ | ફિલ્મ | પાત્ર | નોંધ |
---|---|---|---|
૨૦૦૮ | ઓયે લક્કી! લક્કી ઓયે! | ડોલી | |
૨૦૧૦ | બેન્ની એન્ડ બલ્લૂ | ફેડોરા | |
૨૦૧૨ | ગેંગ્સ ઓફ વાસેપુર - ભાગ ૧ | નગ્મા ખાતૂન | |
૨૦૧૨ | ગેંગ્સ ઓફ વાસેપુર - ભાગ ૨ | નગ્મા ખાતૂન | |
૨૦૧૩ | ફુર્કે | ભોલી પંજાબણ | |
૨૦૧૩ | શોર્ટ્સ | ગર્લફ્રેન્ડ | |
૨૦૧૩ | ગોલિયોં કી રાસલીલા રામ-લીલા | રસિલા | |
૨૦૧૪ | તમંચે | બાબુ | |
૨૦૧૪ | ૨૪: ઇન્ડિયા (ટેલિવિઝન ધારાવાહિક) | સપના | |
૨૦૧૪ | વર્ડ્સ વિથ ગોડ | મેઘના | મીરા નાયરની ઇન્ડો-મેક્સિકન-અમેરિકન ફિલ્મ |
૨૦૧૫ | મસાણ | દેવી | ઇન્ડો-ફ્રેંચ પ્રસ્તુતિ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૫માં રજૂઆત FIPRESCI પુરસ્કાર વિજેતા[૩૮] |
૨૦૧૫ | મેં ઓર ચાર્લ્સ | મીરા શર્મા | |
૨૦૧૬ | ચોક એન ડસ્ટર | રીપોર્ટર | |
૨૦૧૬ | સબરજીત | સુખપ્રિત | નામાંકન - ફિલ્મફેર પુરસ્કાર, શ્રેષ્ઠ સહ અભિનેત્રી |
૨૦૧૭ | ઓર દેવદાસ | પારો | નિર્માણ પૂર્ણ[૩૯] |
૨૦૧૭ | કેબ્રે | નિર્માણ પૂર્ણ[૪૦] | |
૨૦૧૭ | લવ સોનિયા | માધુરી | નિર્માણ હેઠળ[૪૧] |
૨૦૧૭ | ફુર્કે ૨ | ભોલી પંજાબણ | નિર્માણ હેઠળ[૪૨] |
પુરસ્કાર અને સન્માન
[ફેરફાર કરો]વર્ષ | ફિલ્મ | પુરસ્કાર | વર્ગ | પરિણામ | સંદર્ભ |
---|---|---|---|---|---|
૨૦૧૩ | ગેંગ્સ ઓફ વાસેપુર | ફિલ્મફેર પુરસ્કાર | શ્રેષ્ઠ અભિનેત્રી ફિલ્મફેર વિવેચન | Won | [૧૭] |
ફિલ્મ ફેર શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી | નામાંકન | [૧૬] | |||
સ્ક્રિન પુરસ્કારો | શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી | [૪૩] | |||
સ્ટારડસ્ટ પુરસ્કાર | શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી | [૪૪] | |||
ઝી સિને પુરસ્કાર | શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી | [૪૫] | |||
૨૦૧૪ | ફુર્કે | સ્ક્રિન પુરસ્કાર | રમુજી પાત્રમાં શ્રેષ્ઠ અભિનય | Won | [૪૬] |
સ્ટાર ગિલ્ડ પુરસ્કકાર | નકારાત્મક પાત્રમાં શ્રેષ્ઠ અભિનય | નામાંકન | [૪૭] | ||
ગોલિંયો કી રાસલીલા રામ-લીલા | સ્ટાર ગિલ્ડ પુરસ્કાર | સહાયક પાત્રમાં શ્રેષ્ઠ અભિનય | [૪૭] | ||
ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેદમી પુરસ્કાર | IIFA શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી | [૪૮] | |||
સ્ક્રિન પુરસ્કાર | શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી | [૪૯] | |||
૨૦૧૫ | મસાણ | સ્ટારડસ્ટ પુરસ્કાર | Won | [૫૦] | |
૨૦૧૭ | સબરજીત | સ્ટારડસ્ટ પુરસ્કાર | શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી | નામાંકન | [૫૧] |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "'Barfi!' Sweeps India's Filmfare Awards - The Hollywood Reporter". Rewired.hollywoodreporter.com. ૨૧ જાન્યુઆરી ૨૦૧૩. મૂળ માંથી 2013-02-16 પર સંગ્રહિત. મેળવેલ ૬ માર્ચ ૨૦૧૩.
- ↑ "Dating an actor is even worse, says Richa Chadda". મૂળ માંથી 2013-12-02 પર સંગ્રહિત. મેળવેલ ૧૭ ડિસેમ્બર ૨૦૧૩.
- ↑ "Interview with Richa Chadda". Times of India. મૂળ માંથી 2013-12-02 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ જૂન ૨૦૧૩.
- ↑ '+relativeTime_tweet(this.created_at)+' (૩૦ નવેમ્બર ૨૦૧૨). "Richa Chadda At Her Candid Best!". Magnamags.com. મૂળ માંથી 2012-09-09 પર સંગ્રહિત. મેળવેલ ૬ જૂન ૨૦૧૩.
- ↑ "Richa Chadda enjoying newfound fame". Zeenews.india.com. મૂળ માંથી 2013-05-26 પર સંગ્રહિત. મેળવેલ ૬ જૂન ૨૦૧૩.
- ↑ "An Interview With Oye Lucky Lucky Oye's Dolly - Richa Chadda". મૂળ માંથી 2010-01-14 પર સંગ્રહિત. મેળવેલ 2015-08-04.
- ↑ "Times of India article on Richa Chadda". મૂળ માંથી 2012-11-03 પર સંગ્રહિત. મેળવેલ 2015-08-04.
- ↑ Masand, Rajeev. "Masand's Verdict: Oye Lucky... is engaging". CNN-IBN. મૂળ માંથી 2013-07-10 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ ઓક્ટોબર ૨૦૧૪.
- ↑ Adarsh, Taran (૧ ઓક્ટોબર ૨૦૧૦). "Benny and Babloo". Bollywood Hungama. મેળવેલ ૧૩ ઓક્ટોબર ૨૦૧૪.
- ↑ Nahta, Komal (૧ ઓક્ટોબર ૨૦૧૦). "'Benny And Babloo' Review". Koimoi. મેળવેલ ૧૨ ઓક્ટોબર ૨૦૧૪.
- ↑ "I am looking for a boyfriend, says Gangs of Wasseypur actress Richa Chadha". NDTV. મૂળ માંથી 2012-07-15 પર સંગ્રહિત. મેળવેલ 2015-08-04.
- ↑ Adarsh, Taran (૨૨ જૂન ૨૦૧૨). "Gangs of Wasseypur – Review". Bollywood Hungama. મેળવેલ ૨૫ માર્ચ ૨૦૧૩.
- ↑ Rastogi, Mansha (૨૨ જૂન ૨૦૧૨). "Gangs of Wasseypur Review". Now Running. મૂળ માંથી 2016-01-16 પર સંગ્રહિત. મેળવેલ 2015-08-04.
- ↑ Mukherjee, Madhureeta (૭ ઓગસ્ટ ૨૦૧૨). "Gangs of Wasseypur 2 – Review". The Times of India. મેળવેલ ૨૭ માર્ચ ૨૦૧૩.
- ↑ Adarsh, Taran (૭ ઓગસ્ટ ૨૦૧૨). "Gangs of Wasseypur 2 – Review". Bollywood Hungama. મેળવેલ ૨૭ માર્ચ ૨૦૧૩.
- ↑ ૧૬.૦ ૧૬.૧ "58th Idea Filmfare Awards nominations are here!". Filmfare. ૧૩ જાન્યુઆરી ૨૦૧૩. મેળવેલ ૧૩ જાન્યુઆરી ૨૦૧૩.
- ↑ ૧૭.૦ ૧૭.૧ "Winners of 58th Idea Filmfare Awards 2012". Bollywood Hungama. ૨૦ જાન્યુઆરી ૨૦૧૩. મેળવેલ ૧૩ જાન્યુઆરી ૨૦૧૩.
- ↑ Sen, Rajyasree (૧૫ જુલાઇ ૨૦૧૩). "Movie review: Nawazuddin Siddiqui, Huma Qureishi steal the show in 'Shorts'". મેળવેલ ૧૨ ઓક્ટોબર ૨૦૧૪.
- ↑ "Critics' review: Shorts is breathtaking to borderline bizarre". Hindustan Times. ૧૫ જુલાઇ ૨૦૧૩. મૂળ માંથી 2014-03-13 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ ઓક્ટોબર ૨૦૧૪.
- ↑ Iyer, Meena. "Ram-Leela: movie review". The Times of India. મેળવેલ ૧૧ ડિસેમ્બર ૨૦૧૩.
- ↑ Verma, Sukanya. "Goliyon Ki Rasleela Ram-Leela review: Deepika-Ranveer's romance shines but doesn't soar!". Rediff.com. મેળવેલ ૧૧ ડિસેમ્બર ૨૦૧૩.
- ↑ Chatterjee, Saibal. "Tamanchey Movie Review". Rediff.com. મૂળ માંથી 2015-05-05 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ ડિસેેમ્બર ૨૦૧૩. Check date values in:
|access-date=
(મદદ) - ↑ Basu, Mohar (૧૦ ઓક્ટોબર ૨૦૧૪). "Tamanchey Review". Koimoi. મેળવેલ ૧૨ ઓક્ટોબર ૨૦૧૪.
- ↑ Tushar Joshi, TNN Jul 1, 2012, 12.00AM IST (૧ જુલાઇ ૨૦૧૨). "Richa Chadda goes international". The Times of India. મૂળ માંથી 2013-04-11 પર સંગ્રહિત. મેળવેલ ૬ માર્ચ ૨૦૧૩.CS1 maint: multiple names: authors list (link)
- ↑ "Mira Nair is the best I've worked with, says Richa Chadda". The Times of India. ૪ ઓક્ટોબર ૨૦૧૪. મેળવેલ ૧૫ ઓક્ટોબર ૨૦૧૪.
- ↑ "International competition of feature films". Venice. મૂળ માંથી 2014-07-28 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ ઓગસ્ટ ૨૦૧૪.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-08-01 પર સંગ્રહિત. મેળવેલ 2015-08-04.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-07-28 પર સંગ્રહિત. મેળવેલ 2015-08-04.
- ↑ http://www.hollywoodreporter.com/review/masaan-cannes-review-797795
- ↑ "Richa Chadda: I like doing interesting characters". Indianexpress. મેળવેલ ૧૫ ઓક્ટોબર ૨૦૧૪.
- ↑ "Sudhir Mishra starts shooting Aur Devdas and not Pyaas". Bollywood Hungama. ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૪. મેળવેલ ૧૩ ઓક્ટોબર ૨૦૧૪.
- ↑ "Richa Chadha starts shooting for Pooja Bhatt's 'Cabaret'". The Indian Express. Indian Express Limited. Indo-Asian News Service. ૯ જૂન ૨૦૧૫. મેળવેલ ૨૩ જૂન ૨૦૧૫.
- ↑ "Richa Chadda Turns Mermaid for PETA India," Times of India, 20 February 2014.
- ↑ "Richa Chadda to walk for Sounia Gohil at LFW". Times Of India. મેળવેલ ૧૧ ઓક્ટોબર ૨૦૧૪.
- ↑ "Going cuckoo on stage!". Times Of India. મેળવેલ ૧૧ ઓક્ટોબર ૨૦૧૪.
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-07-20 પર સંગ્રહિત. મેળવેલ 2015-08-04.
- ↑ "Richa Chadda Overview in Koimoi". Koimoi. મેળવેલ ૧૫ ઓક્ટોબર ૨૦૧૪.
- ↑ "Richa Chadda's Masaan won two awards at Cannes".[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Richa in Sudhir Mishra's version of Devdas".
- ↑ "Pooja Bhatt's Cabaret goes on floors".
- ↑ [http://indianexpress.com/article/entertainment/bollywood/richa-chadha-starts-shooting-for-love-sonia-2787856/
- ↑ [http://m.timesofindia.com/entertainment/hindi/bollywood/news/Richa-Chadha-gets-ready-for-Fukrey-2-with-special-diet-/articleshow/54934519.cms
- ↑ "Nominations of 19th Screen Awards". Screen India. મૂળ માંથી 2013-02-08 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૩.
- ↑ "Nominations of Stardust Awards 2014". Bollywood Hungama. મેળવેલ ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૩.
- ↑ "Winners of Zee Cine Awards 2012". Bollywood Hungama. ૨૩ જાન્યુઆરી ૨૦૧૨. મેળવેલ ૧૬ ડિસેમ્બર ૨૦૧૨.
- ↑ "Winners of 20th Screen Awards". Screen Awards. મૂળ માંથી 2014-03-13 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૩.
- ↑ ૪૭.૦ ૪૭.૧ "Nominations for Renault Star Guild Awards 2014". filmibeat. મેળવેલ ૪ સપ્ટેમ્બર ૨૦૧૪.
- ↑ "IIFA 2014 Nominations". IIFA. મૂળ માંથી 2014-08-22 પર સંગ્રહિત. મેળવેલ ૪ સપ્ટેમ્બર ૨૦૧૪.
- ↑ "Nominations of 20th Screen Awards". Bollywood Hungama. મેળવેલ ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૩.
- ↑ "Winners of Stardust Awards". Movies NDTV. મેળવેલ ૧૯ જાન્યુઆરી ૨૦૧૬.
- ↑ "Nominations for Filmfare Awards". Filmfare. Cite has empty unknown parameter:
|1=
(મદદ)