લાસ વેગાસ
લાસ વેગાસ અમેરિકાના નેવાડા રાજ્યમાં આવેલું શહેર છે. ૨૦૦૯માં શહેરની વસ્તી ૫,૬૭,૬૪૧ વ્યક્તિઓની હતી. લાસ વેગાસ નેવાડાનું સૌથી મોટું શહેર છે. લાસ વેગાસ એ નેવાડાની ક્લાર્ક કાઉન્ટીની બેઠક પણ છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]મોરમોન ખેડૂતો સૌપ્રથમ અહીં ૧૮૫૪માં વસ્યા હતા. સ્પેનિશ ભાષામાં તેને લાસ વેગાસ કહેવાતું હતું જેનો અર્થ ઘાસનું મેદાન થતો હતો. આ શહેર દક્ષિણ નેવાડાની જેમ તેનાં સૂકાં વાતાવરણ માટે જાણીતું છે અને રણ દ્વારા ઘેરાયેલું છે.
૧૮૬૪માં અમેરિકન સૈન્ય દ્વારા ફોર્ટ બેકરનું બાંધકામ થયું હતું. લાસ વેગાસમાં પાણીનાં ધરા આવેલાં છે, જેથી લોસ એન્જેલસ અને કેલિફોર્નિયાની અન્ય જગ્યાઓએ જતાં અહીં રોકાતા હતા.
૧૯૦૫માં લાસ વેગાસ રેલ્વે સ્ટેશન બન્યું અને ૧૯૧૧માં તે સત્તાવાર રીતે શહેર તરીકે ઓળખાયું.
સંસ્કૃતિ
[ફેરફાર કરો]લાસ વેગાસ, ટૂંકા નામમાં વેગાસ તરીકે ઓળખાય છે અને તેની ઉમદા નિતીઓ જેવીકે મદ્યપાન અને જુગારમાં છૂટ માટે જાણીતું બન્યું છે. ૧૯૩૧માં નેવાડામાં જુગાર કાનૂની રીતે માન્ય બન્યો હતો. ૧૯૪૧માં લાસ વેગાસમાં કેસિનો સાથેની ઘણી હોટેલ બની. ઘણી વખત આ શહેર 'સિન સિટી' તરીકે ઓળખાય છે, કારણ કે મદ્યપાન અને જુગાર એ સાત પાપોમાંના બે 'પાપ' છે.
લોકો લાસ વેગાસમાં રજાઓનો આનંદ માણવા આવે છે અને ઘણી હોટેલમાં રજાઓ માણવા માટે ઘણી સગવડો અને તહેવારો ઉજવવામાં આવે છે. લાસ વેગાસને "દુનિયાની મનોરંજન રાજધાની" કહે છે.
લાસ વેગાસ તેનાં ઘણાં બધાં કેસિનો માટે જાણીતું છે, જે ભવ્ય રોશનીઓ અને સજાવટો માટે જાણીતાં છે.
એક અનુમાન મુજબ વિશ્વ માં સૌથી વધારે હોટેલો લાસ વેગાસમાં આવેલ છે.