વિકિમીડિયા કૉમન્સ
Appearance
પ્રકાર | દૃશ્ય-શ્રાવ્ય માહિતીનો સંગ્રહ |
---|---|
માલિક | વિકિમીડિયા ફાઉન્ડેશન |
બનાવનાર | વિકિમીડિયા સમુદાય |
વેબસાઇટ | commons |
વ્યવસાયિક? | ના |
નોંધણી | વૈકલ્પિક (અપલોડ કરવા માટે જરૂરી) |
શરૂઆત | ૭ સપ્ટેમ્બર ૨૦૦૪ |
હાલની સ્થિતિ | ઓનલાઇન |
સામગ્રી પરવાનો | મુક્ત |
વિકિમીડિયા કૉમન્સ (અંગ્રેજી: Wikimedia Commons) (અથવા, સામાન્ય બોલચાલમાં "કૉમન્સ") અથવા વિકિકૉમન્સ એ વિકિમીડિયા ફાઉન્ડેશનનો એક પ્રકલ્પ છે. કૉમન્સ પર મુક્ત દૃશ્ય-શ્રાવ્ય માહિતીનો સંગ્રહ થાય છે. ખાસ કરીને ચિત્રો, છબીઓ, આકૃતિઓ, શ્રાવ્ય ફાઇલો જેમકે ઉચ્ચારણના ઉદાહરણો કે કોઈ પ્રવચનનું રેકોર્ડિંગ, વગેરે.[૧]
આ ધ્યેયકાર્યનો પ્રસ્તાવ માર્ચ ૨૦૦૪માં મૂકવામાં આવ્યો હતો અને તેનું ઉદ્ઘાટન ૭ સપ્ટેમ્બર ૨૦૦૪ના રોજ થયું હતું. તેનો મુખ્ય ધ્યેય વિવિધ વિકિમીડિયા પ્રૉજેક્ટ્સ દ્વારા વપરાતી દૃશ્ય-શ્રાવ્ય ફાઇલોને એક જગ્યા પર એકત્રિત કરવાનો હતો, કે જેથી તેનો ઉપયોગ બીજા પ્રૉજેક્ટમાં કરવામાં સરળતા રહે.
જુલાઇ ૨૦૧૩ના રોજ કૉમન્સ પર ફેરફારોની સંખ્યા ૧,૦૦,૦૦૦,૦૦૦ હતી.[૨]
મે ૨૦૨૦ના રોજ કૉમન્સ પરની ફાઇલો ૬૧ લાખની સંખ્યાને પાર કરી ગઈ હતી.[૩]
વિકિમીડિયા કોમન્સ - વર્ષની શ્રેષ્ઠ છબી | ||||||||||||||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Yurik (November 2019). "Help:Tabular Data". Commons.wikimedia.org. મેળવેલ March 29, 2019.
- ↑ ÄŒesky (July 15, 2013). "100,000,000th edit". Commons.wikimedia.org. મેળવેલ August 22, 2013.
- ↑ વિકિમીડિયા કૉમન્સ પરઆંકડાઓની માહિતી
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |