લખાણ પર જાઓ

વી. એસ. નાયપોલ

વિકિપીડિયામાંથી
વી. એસ. નાયપોલ
V. S. Naipaul, novembre 2016 a Dhaka (Bangladesh)
જન્મ૧૭ ઓગસ્ટ ૧૯૩૨ Edit this on Wikidata
મૃત્યુ૧૧ ઓગસ્ટ ૨૦૧૮ Edit this on Wikidata
લંડન Edit this on Wikidata
વ્યવસાયલેખક Edit this on Wikidata
કાર્યોA Bend in the River, A House for Mr Biswas, In a Free State, The Enigma of Arrival Edit this on Wikidata
જીવન સાથીNadira Naipaul Edit this on Wikidata
માતા-પિતા
  • Seepersad Naipaul Edit this on Wikidata
વંશCapildeo family Edit this on Wikidata
પુરસ્કારો
  • Nobel Prize in Literature (૧,૦૦,૦૦,૦૦૦, for having united perceptive narrative and incorruptible scrutiny in works that compel us to see the presence of suppressed histories, ૨૦૦૧)
  • Booker Prize (In a Free State, ૧૯૭૧)
  • Knight Bachelor (૧૯૯૦) Edit this on Wikidata

વી. એસ. નાયપોલ (૧૭ ઑગસ્ટ ૧૯૩૨ – ૧૧ ઑગસ્ટ ૨૦૧૮), મૂળનામ વિદ્યાધર સૂરજપ્રસાદ નાયપોલ, આધુનિક યુગના ખ્યાતનામ અંગ્રેજી સાહિત્યકાર હતા. તેમને નુતન અંગ્રેજી છંદના ગુરુ તરીકે ઓળખવામાં આવે છે. ઇ.સ. ૨૦૦૮માં 'ધી ટાઇમ્સ'માં પ્રકાશિત બ્રિટિશના ૫૦ મહાન સાહિત્યકારોની સૂચિમાં નાયપોલને ૭મુ સ્થાન આપ્યું હતું. તેમને ૨૦૦૧માં સાહિત્યનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.

નાયપોલનો જન્મ ૧૭ ઓગસ્ટ ૧૯૩૨ના રોજ ત્રિનિદાદના ચગુઆનાસમાં થયો હતો. તેઓ શ્રીપ્રસાદનું બીજા ક્રમનું સંતાન હતા. તેમના ભાઈ શિવ નાયપોલ પણ ખ્યાતનામ લેખક હતા.[] તેમના કુટુંબનું નામ નેપાળ દેશ પર આધારિત છે.[સંદર્ભ આપો] તેમના પૂર્વજો ઉત્તરપ્રદેશના ગોરખપુરના ભૂમિહાર બ્રાહ્મણ હતા. ઇ.સ. 1880માં તેઓ ખાંડની ફેક્ટરીમાં કામ કરવા માટે વિદેશ ગયા. નાયપોલના પિતા ધી ત્રિનિદાદ ગાર્જીયનમાં પત્રકાર હતા. નાયપોલ ત્રિનિદાદમાં જન્મેલ ભારતીય મૂળના નોબલ પુરષ્કાર વિજેતા લેખક છે.[]

શિક્ષણ

[ફેરફાર કરો]

વી.એસ.નાયપોલનું શિક્ષણ ત્રિનિદાદની રાજધાની પોર્ટ ઓફ સ્પેઇનની સરકાર દ્વારા ચાલતી કવીન્સ રોયલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઇ.સ.1950માં તેમને એક સરકારી સ્કોલરશીપ પણ મળી હતી. એ સ્કોલરશિપથી તેઓએ કોમનવેલ્થ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો ત્યારબાદ તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો.[]

કારકિર્દી અને લેખન

[ફેરફાર કરો]

વી.એસ.નાયપોલ આધુનિક યુગના સાહિત્યકાર છે તેમણે નવલકથા, પ્રવાસ અને નિબંધ લેખનમાં પોતાનું યોગદાન આપ્યું છે.[સંદર્ભ આપો] નાયપોલે વિદ્યાર્થી અવસ્થામાં ડિપ્રેશનની અસર હેઠળ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયગાળામાં તેઓ પેટ્રિશિયા એને હેલેના સંપર્કમાં આવ્યા, ઇ.સ 1955માં તેમણે લગ્ન કર્યા અને તેમના જીવની એક નવી શરૂઆત કરી. લેખક તરીકે ખ્યાતનામ થયા પહેલા તેમણે બીબીસીમાં પણ કામ કર્યું હતું. તેમનું પ્રથમ પુસ્તક ધ મિસ્ટિક મેસર 1951માં પ્રકાશિત થયું હતું.[]

તેમની સૌથી વધુ લોકપ્રિય નવલકથા અ હાઉસ ફોર મિસ્ટર બિસ્વાસ લખતાં તેમણે ત્રણ વર્ષ થયા હતા. આ નવલકથા તેમના પિતા શ્રીપ્રસાદ નાયપોલના જીવન પર આધારિત છે.[સંદર્ભ આપો]

તેમની ચર્ચિત કૃતિઓમાં અ બેન્ડ ઇન ધ રિવર અને અ હાઉસ ફોર મિસ્ટર બિસ્વાસનો સમાવેશ થાય છે.[]

ઇ.સ. ૧૯૬૦થી ૧૯૯૦ દરમિયાન નાયપોલ ત્રણ વખત ભારતની મુલાકાત લીધી, અને આ યાત્રાના વર્ણનો પણ લખ્યા. ઇ.સ. ૧૯૬૨માં ઈન્ડિયા એન એરિયા ઓફ ડાર્કનેસ, ઇ.સ. 1976માં ઈન્ડિયા અ વુન્ડેડ સિવિલાઇઝેશન અને ઇ.સ. 1990માં ઈન્ડિયા મિલિયન મ્યુટીનીઝ નાઉ. જોકે ઈન્ડિયા એન એરિયા ઓફ ડાર્કનેસને ભારત સરકારે પ્રતિબંધિત કર્યું હતું.[સંદર્ભ આપો]

સાહિત્યિક કર્યો

[ફેરફાર કરો]

નવલકથા

[ફેરફાર કરો]
  • The Mystic Masseur (1957)
  • The Suffrage of Elvira (1958)
  • Miguel Street (1959)
  • A House for Mr Biswas (1961)
  • Mr. Stone and the Knights Companion (1963)
  • A Flag on the Island (1967)
  • The Mimic Men (1967)
  • In a Free State (1971)
  • Guerillas (1975)
  • A Bend in the River (1979)
  • Finding the Centre (1984)
  • The Enigma of Arrival (1987)
  • A Way in the World (1994)
  • Half a Life (2001)
  • Magic Seeds (2004)
  • The Middle Passage: Impressions of Five Societies - British, French and Dutch in the West Indies and South America (1962)
  • An Area of Darkness (1964)
  • The Loss of El Dorado (1969)
  • The Overcrowded Barracoon and Other Articles (1972)
  • India: A Wounded Civilization (1977)
  • A Congo Diary (1980)
  • The Return of Eva Perón and the Killings in Trinidad (1980)
  • Among the Believers: An Islamic Journey (1981)
  • Finding the Centre (1984)
  • A Turn in the South (1989)
  • India: A Million Mutinies Now (1990)
  • Beyond Belief: Islamic Excursions among the Converted Peoples (1998)
  • Between Father and Son: Family Letters (1999, edited by Gillon Aitken)[]

એવોર્ડ અને સન્માન

[ફેરફાર કરો]

નાયપોલને અનેક સાહિત્યિક પુરસ્કારોથી સન્માનીત કરવામાં આવ્યા હતા:[]

  • જોન લેલવેલીન રીજ પુરસ્કાર
  • ધી સોમરસેટ મોગમ ઍવોર્ડ
  • ધી હોવથોરડન પુરસ્કાર
  • ધી W.H.SMITH સાહિત્યિક ઍવોર્ડ
  • ધ ડેવિડ કોહેન પુરસ્કાર
  • બૂકર પ્રાઇઝ (1971)
  • નોબેલ પારિતોષિક (2001)

નાયપોલનું ૧૧ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ ઈંગ્લેન્ડમાં લંડન ખાતે ૮૫ વર્ષની વયે અવસાન થયું હતું.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Shiva Naipaul". Literature. 2012-03-23. મેળવેલ 2018-11-17.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ David Scott Kastan, સંપાદક (2006). The Oxford Encyclopedia of British Literature. Oxford University Press. ISBN 9780195307443Oxford Reference વડે.
  3. ૩.૦ ૩.૧ Jenny Stringer (2005). The Oxford Companion to Twentieth-Century Literature in English. Oxford university press. ISBN 9780191727573.
  4. Michael Cox and Christopher Riches (2015). A Dictionary of Writers and their Works (3 ed.). Oxford university press. ISBN 9780191782947.
  5. Donadio, Rachel (11 August 2018). "V.S. Naipaul, Delver of Colonialism Through Unsparing Books, Dies at 85". The New York Times. મૂળ સંગ્રહિત માંથી 12 ઑગસ્ટ 2018 પર સંગ્રહિત. મેળવેલ 11 August 2018. Check date values in: |archive-date= (મદદ)