લખાણ પર જાઓ

વોલ્વો

વિકિપીડિયામાંથી
આ લેખ વોલ્વો ગ્રૂપ – એબી (AB) વોલ્વો વિશે છે. વોલ્વો કાર્સ એ વોલ્વો ટ્રેડમાર્કનો ઉપયોગ કરી પેસેન્જર વ્હીકલ બનાવતી કંપની છે. અગાઉ તેની માલિકી ફોર્ડ મોટર કંપની પાસે હતી અને હાલમાં તેને ઝેજિઆંગ ગીલિ હોલ્ડિંગ ગ્રૂપને વેચી દેવામાં આવી છે.
AB Volvo
Publicly traded Aktiebolag (ઢાંચો:OMX)
ઉદ્યોગCommercial vehicles
સ્થાપના1927 by SKF
મુખ્ય કાર્યાલયGothenburg, Sweden
સેવા અપવામાં અવતા વિસ્તારોWorldwide
મુખ્ય લોકોLouis Schweitzer (Chairman), Leif Johansson (President and CEO)
ઉત્પાદનોTrucks, buses, construction equipment, marine and industrial power systems, aerospace components, financial services
આવકSEK 218,361 million (2009)[]
સંચાલન આવકDecrease (SEK 17,013 million) (2009)[]
નફોDecrease (SEK 14,718 million) (2009)[]
કુલ સંપતિSEK 332.3 billion (2009)[]
કુલ ઇક્વિટીSEK 67.03 billion (2009)[]
કર્મચારીઓ90,210 (2009)[]
ઉપકંપનીઓMack Trucks, Renault Trucks, UD Trucks, Volvo Construction Equipment, Volvo Buses, Volvo Trucks
વેબસાઇટwww.volvogroup.com

એબી (AB) વોલ્વો એ ટ્રક, બસ અને કન્સ્ટ્રક્શનના ઉપકરણો સહિતનાં વ્યાપારી વાહનો તૈયાર કરતી સ્વિડિશ કંપની છે. 1999 સુધી તે કારનું પણ ઉત્પાદન કરતી હતી. વોલ્વો મરીન અને ઔદ્યોગિક ડ્રાઇવ સિસ્ટમ, આર્થિક સેવાઓ તથા એરોસ્પેસના ભાગો પણ પૂરાં પાડે છે. વોલ્વોની સ્થાપના 1915માં એબી (AB) એસકેએફ (SKF)ની પેટાકંપની તરીકે થઈ હોવા છતાં આ ઓટો ઉત્પાદક 14 એપ્રિલ, 1927માં જ્યારે હિસિનગેન, ગોધેનબર્ગ ખાતેની ફેક્ટરીમાંથી તેની પ્રથમ કાર વોલ્વો ÖV સિરિઝ રજૂ કરવામાં આવી તે દિવસને જ તેનો અધિકૃત સ્થાપનદિન ગણે છે.[]

વોલ્વો નો લેટિનમાં અર્થ "I roll" થાય, જે "volvere" ક્રિયાપદનું રૂપાખ્યાન છે. મૂળ બોલ બેરિંગની વિશિષ્ટ શ્રેણીના ઉપયોગના હેતુથી રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક તરીકે એસકેએફ એબી(SKF)(AB)ની અલાયદી કંપની તરીકે મે, 1911માં વોલ્વો નામની અધિકૃત નોંધણી કરવામાં આવી હતી. પરંતુ, આ વિચાર માત્ર થોડા સમય પૂરતો જ મર્યાદિત રહ્યો અને આગળ જતાં એસકેએફે (SKF) તેના તમામ બેરિંગ ઉત્પાદનો માટે ‘એસકેએફ (SKF)’ને ટ્રેડમાર્ક તરીકે વાપરવાનો નિર્ણય કર્યો.

1924માં એસકેએફ (SKF)ના સેલ્સ મેનેજર એસ્સાર ગેબ્રિઅલ્સન અને એન્જિનિયર ગુસ્ટાવ લાર્સન એ બે સ્થાપકોએ સ્વિડિશ કારનું ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો. સ્વિડનના બર્ફીલા તાપમાન અને ઉબડ-ખાબડ રસ્તાઓ સામે ટક્કર ઝીલી શકે તેવી કાર બનાવવાનું તેમનું લક્ષ્ય હતું. ત્યારથી વોલ્વો ઉત્પાદનોની તે લાક્ષણિકતા થઈ ગઈ છે.[]

દસ પ્રોટોટાઇપ્સના ઉત્પાદનને સમાવતી તૈયારીઓના એક વર્ષ બાદ, કંપની એબી (AB) વોલ્વો પાસે 10 ઓગસ્ટ, 1926 સુધી કોઇ પ્રવૃત્તિ ન હતી અને તેની સ્થાપના એસકેએફ (SKF) ગ્રૂપ અંતર્ગત કાર-ઉત્પાદનના કારોબારને ચલાવવા માટે કરાઇ હતી. એબી (AB) વોલ્વોએ 1935માં સ્ટોકહોમ સ્ટોક એક્સચેન્જમાં શરૂઆત કરી અને ત્યાર પછી તેણે કંપનીમાંના તેના શેર વેચી દેવાનું નક્કી કર્યું. જૂન 2007માં નાસ્ડેકમાંથી તે ડિલિસ્ટેડ થઈ, પરંતુ સ્ટોકહોમ એક્સચેન્જમાં તે લિસ્ટેડ રહી.[]

1999માં વોલ્વોએ તેનું કાર ડિવિઝન વોલ્વો કાર્સ 6.45 અબજ ડોલરમાં ફોર્ડને વેચી દીધું. વોલ્વો ટ્રેડમાર્ક હવે વોલ્વો એબી (AB) અને ફોર્ડના એકમ દ્વારા ઉપયોગમાં લેવાય છે. વોલ્વો એબી (AB)માં તે ભારે વાહનો પર, જ્યારે ફોર્ડના એકમમાં તે કાર ઉપર વપરાય છે. 2008માં ફોર્ડે વોલ્વો કારમાંનો તેનો હિસ્સો વેચી દેવાનો નિર્ણય કર્યો. 2010માં ફોર્ડ મોટર કંપનીએ તે બ્રાન્ડ ચાઇનીઝ મોટર ઉત્પાદક ગીલી ઓટોમોબાઇલ્સને 1.8 અબજ ડોલરમાં વેચી દેવાના સોદા પર હસ્તાક્ષર કર્યા. આ સોદો 2010ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં પૂર્ણ થવાની અપેક્ષા છે.[]

ઇતિહાસ

[ફેરફાર કરો]

વોલ્વે ગ્રૂપ 1927નું મૂળ ધરાવે છે જ્યારે ગોઠનબર્ગ ખાતેની ફેક્ટરીની પ્રોડક્શન લાઇનમાંથી પ્રથમ વોલ્વો કાર ઉત્પાદિત કરવામાં આવી હતી.[] તે વર્ષે માત્ર 280 કાર તૈયાર થઈ હતી.[] જાન્યુઆરી 1928માં પ્રથમ ટ્રક ‘સિરીઝ 1’ લોન્ચ કરવામાં આવી, જેને તરત જ સફળતા મળી અને દેશ બહાર પણ તેની નોંધ લેવાઈ.[] 1930માં વોલ્વોએ 639 કારનું વેચાણ કર્યું[] અને ટૂંક સમય બાદ યુરોપમાં ટ્રકની નિકાસ શરૂ થઈ. બીજા વિશ્વયુદ્ધ પછીના ગાળા સુધી આ કાર સ્વિડન બહાર જાણીતી બની નહોતી.[]

મરીન એન્જિન તૈયાર કરવાની ગ્રૂપની કામગીરી લગભગ ટ્રકની કામગીરી જેટલી જ જૂની છે. 1907માં સ્થપાયેલી પેન્ટાવર્કન 1935માં હસ્તગત કરવામાં આવી. 1929માં યુ-21 આઉટબોર્ડ એન્જિનની રજૂઆત કરવામાં આવી. ઉત્પાદનની કામગીરી 1962 સુધી ચાલુ રહી.

1934માં પ્રથમ બસ - ‘બી-1’ રજૂ કરવામાં આવી અને 1940ના દાયકાના પ્રારંભના ગાળામાં ઉત્પાદનોની વિકસતી શ્રેણીમાં એરક્રાફ્ટ એન્જિનનો પણ સમાવેશ કરવામાં આવ્યો.

28 જાન્યુઆરી, 1999માં વોલ્વો ગ્રૂપે તેનું વ્યવસાય એકમ વોલ્વો કાર કોર્પોરેશન ફોર્ડ મોટર કંપનીને 6.45 અબજ ડોલરમાં વેચી દીધું અને ગ્રૂપે વ્યાપારી વાહનો પર ધ્યાન કેન્દ્રીત કર્યું. 2 જાન્યુઆરી 2001ના રોજ રેનો વહીક્યુલસ ઇન્ડસ્ટ્રીઅલ્સ (જેમાં મેક ટ્રકનો સમાવેશ થાય છે, પરંતુ આઇરિસબસમાં રહેલા રેનોના હિસ્સાનો સમાવેશ થતો નથી)નું વોલ્વોને વેચાણ કરવામાં આવ્યું, વોલ્વોએ 2002માં તેનું પુનઃનામકરણ ‘રેનો ટ્રક્સ’ કર્યું. પરિણામરૂપે અગાઉની મુખ્ય કંપની રેનો 20 ટકા હિસ્સા સાથે (શેર અને વોટિંગના હક્કો સાથે) એબી (AB) વોલ્વોની અગ્રણી હિસ્સાધારક છે.

છેલ્લા 10 વર્ષમાં સેવા ક્ષેત્રમાં કંપનીએ ઝડપી વૃદ્ધિ સાધી છે. 2006માં એબી (AB) વોલ્વોએ નિસાન મોટર કં. લિમિટેડ પાસેથી જાપાનિઝ ટ્રક ઉત્પાદક યુડી ટ્રક્સ (અગાઉ નિસાન ડીઝલ)નો 13 ટકા હિસ્સો કબ્જે કર્યો અને તેની મહત્વની હિસ્સાધારક બની. 2007માં વોલ્વો ગ્રૂપે એશિયન પેસિફિક બજારમાં તેનો વ્યાપ વધારવા માટે નિસાન ડીઝલની સંપૂર્ણ માલિકી મેળવી.[][]

વ્યાવસાયિક ક્ષેત્રો

[ફેરફાર કરો]

વોલ્વો ગ્રૂપના વ્યવસાયો વિવિધ કંપનીઓમાં કાર્યરત છે. તે પૈકીની પેટાકંપનીઓ:

  • વોલ્વો ટ્રક્સ (સ્થાનિક પરિવહન માટે મિડસાઇઝ-ડ્યૂટી ટ્રક્સ અને લાંબા અંતરના પરિવહન માટે તેમજ કન્સ્ટ્રક્શનની કામગીરી માટે હેવી-ડ્યૂટી ટ્રક્સ) મેક ટ્રક્સ (નજીકના વિતરણ માટે લાઇટ-ડ્યૂટી ટ્રક અને દૂરના પરિવહન માટે હેવી-ડ્યૂટી ટ્રક)
  • મેક ટ્રક્સ (નજીકના વિતરણ માટે લાઇટ-ડ્યૂટી ટ્રક અને દૂરના પરિવહન માટે હેવી-ડ્યૂટી ટ્રક)
  • રેનો ટ્રક (સ્થાનિક પરિવહન માટે હેવી-ડ્યૂટી ટ્રક અને કન્સ્ટ્રક્શનની કામગીરી માટે હેવી-ડ્યૂટી ટ્રક)
  • યુડી ટ્રક (મિડસાઇઝ ડ્યૂટી ટ્રક)
  • વોલ્વો કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ (કન્સ્ટ્રક્શન મશીન) (અગાઉ વોલ્વો બીએમ, જૂઓ – એબી (AB) બોલિન્ડર-મન્કન્ટેલ)
  • વોલ્વો બસ (સંપૂર્ણ બસ અને શહેરના ટ્રાફિક, લાઇન ટ્રાફિક અને ટુરિસ્ટ ટ્રાફિક માટે બસ ચેસિસ)
  • વોલ્વો પેન્ટા (લેઝર બોટ્સ માટે મરીન એન્જિન અને ઔદ્યોગિક હેતુ માટે વ્યાપારી શિપિંગ, ડીઝલ એન્જિન અને ડ્રાઇવ સિસ્ટમ)
  • વોલ્વો એરો (એરક્રાફ્ટ અને રોકેટ માટે હાઇ-ટેક કમ્પોનન્ટ્સ અને એરક્રાફ્ટ ઉદ્યોગ માટે સેવાઓ)
  • વોલ્વો ફાઇનાન્શિયલ સર્વિસિઝ (રિયલ એસ્ટેટ એડ્મીનિસ્ટ્રેશન તરીકે ફાઇનાન્સિંગ, ઇન્ટર-ગ્રૂપ બેન્કિંગ)

વોલ્વો ગ્રૂપે 2001માં રેનો ટ્રક અને મેક ટ્રકની ખરીદી કરી તે સાથે તે વ્યાપક ઉત્પાદન પ્રોગ્રામ સાથે હેવી ટ્રક ક્ષેત્રે યુરોપનું અગ્રણી અને વિશ્વનું બીજું ક્રમાંકિત ઉત્પાદક બન્યું હતું. મેક એ ઉત્તર અમેરિકાની ખ્યાતનામ ટ્રક બ્રાન્ડ્ઝ પૈકીની એક છે, જ્યારે રેનો ટ્રક્સ દક્ષિણ યુરોપમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે.[સંદર્ભ આપો] જાપાનિઝ યુડી ટ્રક્સ હળવા, મધ્યમ અને ભારે વાહનોની વિશાળ શ્રેણી ઉપરાંત બસ, બસ ચેસિસ, એન્જિન, વાહનોના ભાગો અને સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ્સનું વેચાણ કરે છે.

વોલ્વો બસ કોર્પોરેશનની માલિકીની પ્રિવોસ્ટ કાર એ ઉત્તર અમેરિકામાં હાઇ-એન્ડ મોટરહોમ અને સ્પેશ્યાલ્ટી કન્વર્ઝન્સ માટેના પ્રિમીયમ ટુરિંગ કોચની અગ્રણી ઉત્પાદક છે. પ્રિવોસ્ટના ભાગરૂપ નોવા બસ શહેરી બસના ડિઝાઇન, ઉત્પાદન અને વેચાણમાં અગ્રેસર છે.

આ ઉપરાંત આ ગ્રૂપમાં ઘણાં વ્યાવસાયિક એકમો સમાવિષ્ટ છેઃ

  • વોલ્વો પાર્ટસ (સ્પેર પાર્ટ, વોલ્વો ગ્રૂપની કંપનીઓમાં વેચાણ બાદની સહાયતારૂપે સેવાઓ જાળવવી)
  • વોલ્વો ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇટી સેવાઓ, વોલ્વો ગ્રૂપની કંપનીઓ માટે નવા ટેકનોલોજી અને વ્યાવસાયિક સોલ્યુશન્સ વિકસાવવા)
  • વોલ્વો પાવરટ્રેઇન (વોલ્વો ગ્રૂપના ડીઝલ એન્જિન અને ટ્રાન્સમીશનના વિકાસ માટે જવાબદાર)
  • વોલ્વો 3પી (ઉત્પાદનના આયોજન, વિકાસ અને વોલ્વો ગ્રૂપનાં તમામ ટ્રક વ્યવસાયોની ખરીદી માટે જવાબદાર)
  • વોલ્વો લોજિસ્ટિક્સ (વિશ્વસ્તરે મેટલ અને એર સંબંધિત ઉદ્યોગના લોજિસ્ટિક સોલ્યુશનનું આયોજન)
  • વોલ્વો ટેકનોલોજી ટ્રાન્સફર (વોલ્વો ગ્રૂપની કંપનીઓ માટે સંબંધિત નવા વ્યવસાયોને વિકસાવવા તથા ટેકો આપવો)
  • વોલ્વો બિઝનેસ સર્વિસિઝ (વોલ્વો ગ્રૂપની કંપનીઓ માટે આર્થિક વહીવટના આધારે ખર્ચની અસરકારકતા અને ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ જાળવવી)
  • વોલ્વો ટ્રેઝરી (વોલ્વોના નાણાકીય પ્રવાહનું વ્યવસ્થાપન)
  • વોલ્વો ઇવેન્ટ મેનેજમેન્ટ, જે વોલ્વો ઓશન રેસ સહિતની સ્પોન્સરશિપનું સંકલન કરે છે.

અગાઉ વોલ્વો ગ્રૂપમાં આ વ્યાવસાયિક પેટાકંપનીઓ પણ સમાવિષ્ટ હતીઃ

  • વોલ્વો લેઝર (લેઝર ગ્રૂપ) (મુખ્યત્વે જોફા સ્પોર્ટસ ઉત્પાદનો અને રાઇડ્ઝ બોટ્સ)
  • પ્રોવિન્ડર (ફૂડ એન્ડ બેવરેજિસ ગ્રૂપ)
  • વોલ્વો એનર્જી (એનર્જી ગ્રૂપ) (મુખ્યત્વે એસટીસી સ્કેન્ડિનેવિયન ટ્રેડિંગ કંપની)
  • વિલ્હ. સોનેસન (એન્જિનિયરિંગ ગ્રૂપ)

1981થી 1997 દરમિયાન વોલ્વો ગ્રૂપની ઘણી સંલગ્ન કંપનીઓ પણ હતી, જે પોતે કોર્પોરેટ જૂથ હતીઃ

  • કિબો એબી (AB) (ફાર્માસ્યુટિકલ ગ્રૂપ)
  • સ્વેડાકેમી એબી (AB) (કેમિકલ ગ્રૂપ)
  • એબી (AB) વિલ્હ.બેકર (પેઇન્ટ ગ્રૂપ)
  • એબી (AB) લિઓ (ફાર્માસ્યુટિકલ ગ્રૂપ)
  • એબી (AB) ગેમ્બ્રો (મેડિકલ ડાયાલિસિસ ગ્રૂપ)
  • એબી (AB) નિલ્સ ડેક (એન્જિનિયરિંગ ગ્રૂપ)
  • પ્રોકોર્ડિયા એબી (AB) (ફૂડ એન્ડ બેવરેજિસ ગ્રૂપ)
  • બીસીપી બ્રાન્ડેડ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ એબી (AB) (ફૂડ એન્ડ બેવરેજિસ ગ્રૂપ)
  • ફાર્માસિયા એબી (AB) (ફાર્માસ્યુટિકલ ગ્રૂપ)
  • આલ્ફ્રેડ બર્ગ હોલ્ડિંગ એબી (AB) (ફાઇનાન્શિયલ સર્વિસિઝ ગ્રૂપ)
  • ફાલ્કન હોલ્ડિંગ એબી (AB) (બ્રૂઇંગ ગ્રૂપ)
  • સ્વિડિશ મેચ એબી (AB) (માચિસ અને લાઇટર્સ ગ્રૂપ)

ટ્રેડમાર્ક

[ફેરફાર કરો]
ચિત્ર:T2005 1664 450px.jpg
વોલ્વો ટ્રેડમાર્ક

એબી (AB) વોલ્વો અને વોલ્વો કાર કોર્પોરેશનની સમાન માલિકી ધરાવે છે.[૧૦]

કંપનીની મુખ્ય પ્રવૃત્તિ તેના માલિકો વતી વોલ્વોના ટ્રેડમાર્ક (વોલ્વો , વોલ્વો ડિવાઇસ માર્ક (ગ્રીલ સ્લેશ અને આયર્ન માર્ક) વોલ્વો એરો અને વોલ્વો પેન્ટા સહિત)ની જાળવણી અને તેની સુરક્ષા કરવાની અને આ માર્કના હક્કોનું લાઇસન્સ તેના માલિકોને આપવાની છે. રોજબરોજની પ્રવૃત્તિમાં ટ્રેડમાર્કની નોંધણીના વૈશ્વિક પોર્ટફોલિયોની જાળવણી કરવામાં આવે છે અને વોલ્વો ટ્રેડમાર્કની સુરક્ષાને વિસ્તારવામાં આવે છે.

આ ઉપરાંત બિનઅધિકૃત નોંધણી સામે તેમજ વૈશ્વિક ધોરણે વોલ્વોના ટ્રેડમાર્ક સાથે મળતાપણું ધરાવતા ટ્રેડમાર્કના ઉપયોગ (બનાવટી ટ્રેડમાર્ક સહિત) સામે પગલાં લેવામાં આવે છે.[૧૧]

વોલ્વો બ્રાન્ડ

[ફેરફાર કરો]

બ્રાન્ડના[૧૨] પ્રમોશનલ વ્યૂહોમાં વોલ્વો ઓશન રેસનો સમાવેશ થાય છે, [૧]જે અગાઉ વ્હાઇટબ્રેડ અરાઉન્ડ ધ વર્લ્ડ રેસ તરીકે ઓળખાતી હતી. વોલ્વો વોલ્વો માસ્ટર્સ અને વોલ્વો ચાઇના ઓપન સહિતની અગ્રણી ચેમ્પિયનશીપ જેવી ગોલ્ફ ટુર્નામેન્ટ્સ સ્પોન્સર કરીને પોતાની સમૃદ્ધ ઇમેજને ઉત્તેજન આપે છે.

2001-2002માં પ્રથમ વખત વોલ્વોએ વિશ્વની અગ્રણી યોટ રેસ - વોલ્વો ઓશન રેસનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત વોલ્વો ઘણાં લાંબા સમયથી આઇએસએએફ (ISAF) સાથે સંકળાયેલી છે અને વોલ્વો/આઇએસએએફ (ISAF) વર્લ્ડ યૂથ સેઇલિંગ ચેમ્પિયનશિપમાં 1997થી સહયોગ આપે છે.

આ ઉપરાંત વોલ્વો ઊનાળામાં ઇસ્ટહેમ્પ્ટન ટાઉનની ઘણી પોલો મેચ સ્પોન્સર કરે છે. સાઉદી અરેબિયાના પ્રિન્સ તેમના વિશ્વસ્તરના ઘોડાઓ સાથે આ મેચમાં હાજરી આપે છે.

આ સિવાય વોલ્વો ગ્રૂપ શો જમ્પિંગ વર્લ્ડ કપ 1979માં શરૂ થયો ત્યારથી 1999 સુધી તે સ્પોન્સર કરતું હતું. આ ઉપરાંત કંપની ધ ગોટેબર્ગ ઓપેરા[૧૩] અને ધ ગોધેનબર્ગ સિમ્ફની ઓર્કેસ્ટ્રા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ સ્પોન્સર કરે છે.[૧૪][૧૫][૧૬]

આ પણ જુઓ

[ફેરફાર કરો]
  • વોલ્વો કાર
  • એઇનેક્સ – વોલ્વો દ્વારા કબ્જે કરાયેલા સ્કેનિયાના શેરની માલિકી

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ "Annual Report 2009" (PDF). Volvo. મૂળ (PDF) માંથી 2012-02-19 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-03.
  2. "Volvo's founders : Volvo Group - Global". Volvo.com. 1927-04-14. મૂળ માંથી 2009-05-22 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-12.
  3. ૩.૦ ૩.૧ "Historic time-line : Volvo Group - Global". Volvo.com. મૂળ માંથી 2009-05-30 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-12.
  4. "એબી (AB) વોલ્વોએ નાસ્ડેકમાં ડિલિસ્ટિંગ માટે અરજી કરી – Forbes.com". મૂળ માંથી 2007-10-16 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-07. સંગ્રહિત ૨૦૦૭-૧૦-૧૬ ના રોજ વેબેક મશિન
  5. Clark, Andrew (2009-10-28). "Ford set to offload Volvo to Chinese carmaker Zhejiang Geely | Business | guardian.co.uk". London: Guardian. મેળવેલ 2009-12-04.
  6. "વોલ્વો 80 વર્ષ". મૂળ માંથી 2009-10-22 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-07.
  7. ૭.૦ ૭.૧ ૭.૨ જ્યોર્જેનો, જી.એન. કાર્સ ઃ અર્લી એન્ડ વિન્ટેજ, 1886-1930 . (લંડન : ગ્રેંજ-યુનિવર્સલ, 1985).
  8. "Volvo 80 years : Volvo Group - Global". Volvo.com. મૂળ માંથી 2009-05-04 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-12. સંગ્રહિત ૨૦૦૯-૦૫-૦૪ ના રોજ વેબેક મશિન
  9. "Volvo Annual Report 1999". .volvo.com. મૂળ માંથી 2011-07-17 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-12. સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૭ ના રોજ વેબેક મશિન
  10. વોલ્વો વાર્ષિક અહેવાલ 1999 સંગ્રહિત ૨૦૧૨-૦૩-૧૬ ના રોજ વેબેક મશિન.
  11. "ધ વોલ્વો બ્રાન્ડ નેમ, વોલ્વો વાર્ષિક અહેવાલ". મૂળ માંથી 2011-07-17 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-07. સંગ્રહિત ૨૦૧૧-૦૭-૧૭ ના રોજ વેબેક મશિન
  12. "ધ વોલ્વો બ્રાન્ડ". મૂળ માંથી 2008-08-04 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-07.
  13. "GöteborgsOperan". Opera.se. 2009-06-02. મેળવેલ 2009-06-12.
  14. "Göteborgs Symfoniker" (ઢાંચો:Sv iconમાં). Gso.se. મેળવેલ 2009-06-12.CS1 maint: unrecognized language (link)
  15. "Sponsorships : Volvo Group - Global". Volvo.com. મૂળ માંથી 2008-07-23 પર સંગ્રહિત. મેળવેલ 2009-06-12.
  16. "વોલ્વો સ્પોન્સરશિપ્સ". મૂળ માંથી 2008-07-23 પર સંગ્રહિત. મેળવેલ 2010-10-07.

બાહ્ય લિંક્સ

[ફેરફાર કરો]