શૂદ્ર
શુદ્ર એ ભારતીય ઉપખંડમાં મહત્વના એવા હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા મુજબનાં ચાર વર્ણો પૈકીનો એક વર્ણ છે.[૧]
શુદ્ર શબ્દ ઋગ્વેદમાં માત્ર એક જ વખત આવે છે પરંતુ ઋગ્વેદ કાળ પછીના પૌરાણિક કાળ દરમિયાન શુદ્ર સમાજ અંગે નિયમો વધુ કઠોર બન્યા. પૌરાણિક કાળ પછીના મધ્યકાલીન સમયમાં ઘણા બધા સાધુ સંતો અને સમાજ સુધારકો એ શુદ્ર સમાજ વતિ વિરોધ પ્રગટ કર્યો હતો. શુદ્ર સમાજ વિશેની માહિતી અન્ય હિંદુ ગ્રંથો જેવા કે મનુસ્મૃતિ, અર્થશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રમાં જોવા મળે છે.[૨] શૂદ્રના નિયત કર્મોમાં મુખ્યત્વે સેવાકીય (સહાયક તરીકે) હાથ વડે થતાં કર્મો અને અન્ય વર્ગોની સેવાના કાર્યોનો સમાવેશ થાય છે.[૧][૩] હકીકતમાં તેઓને આ દેશના મુળ નિવાસી-રહેવાસી માનવામાં આવે છે. અનેક શુદ્ર રાજાઓ રાજ કરતા હતા તેવા ઉલ્લેખ પૌરાણિક કથામાંથી આપણને મળે છે. તેઓએ અન્ય વર્ણો (આર્ય) સાથે યુદ્ધમાં તેમજ રાજાના પદોમાં ભાગીદારી કરેલી જોવા મળે છે.[૪][૫]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ Varadaraja V. Raman 2006, pp. 200-204.
- ↑ D. R. Bhandarkar 1989, pp. 9-10.
- ↑ Thapar 2004, p. 63.
- ↑ Ghurye 1969, pp. 15–17.
- ↑ Naheem Jabbar (૨૦૦૯). Historiography and Writing Postcolonial India. Routledge. પૃષ્ઠ ૧૪૮–૧૪૯. ISBN 978-1-134-01040-0.
પુસ્તકો
[ફેરફાર કરો]- Varadaraja V. Raman (૨૦૦૬). "Hinduism". માં Elizabeth M. Dowling & W. George Scarlett (સંપાદક). Encyclopedia of Religious and Spiritual Development. SAGE Publications. doi:10.4135/9781412952477.n114. ISBN 978-0761928836.CS1 maint: ref=harv (link)
- D. R. Bhandarkar (૧૯૮૯). Some Aspects of Ancient Indian Culture. Asian Educational Services. ISBN 978-81-206-0457-5.CS1 maint: ref=harv (link)
- Thapar, Romila (૨૦૦૪), Early India: From the Origins to AD 1300, University of California Press, http://books.google.co.uk/books?id=-5irrXX0apQC
- Ghurye, G. S. (૧૯૬૯) [first published 1932], Caste and Race in India (Fifth ed.), Popular Prakashan, https://books.google.com/books?id=nWkjsvf6_vsC
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |