લખાણ પર જાઓ
ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં (કે લેખની ઉપર) ભાષાઓ કે Languages પર (કે તેની બાજુમાં રહેલા પર) ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કીબોર્ડ પસંદ કરો.

સંશયવાદ

વિકિપીડિયામાંથી

સંશયવાદ અથવા સંદેહવાદ (અંગ્રેજી: Skepticism or Scepticism) જ્ઞાન અને શ્રદ્ધાની શક્યતાને સંશયની નજરે જોવાનું વલણ ધરાવતી ફિલસૂફીની એક શાખા તે સંશયવાદ. આ સંશય બે પ્રકારના: (૧) વિનીત (soft) અને (૨) ઉગ્ર (hard). ગ્રીક તત્વચિંતક પાયરહો, પ્લેટો તેમજ સેક્સટસ ઍમ્પિરિક્સ અને દ્'કાર્ત આ વાદના મુખ્ય પુરસ્કર્તાઓ હતા.[]

વ્યાખ્યા

[ફેરફાર કરો]

બીજી સદીના ચિંતક સેક્સટસ એમ્પિરિક્સે સંદેહવાદી ચિંતકને સમીક્ષક, સત્યશોધક, જિજ્ઞાસુ તરીકે ઓળખાવ્યો છે. સમીક્ષા પછી, શોધતપાસ બાદ કોઈ સત્યશોધકને જો લાગે કે તત્વજ્ઞાનમાં પ્રવર્તતા જે તે મતને ન તો સત્ય કે ન તો અસત્ય માની શકાય, તો એવું સમજનારો સત્યશોધક કોઈ પણ સિદ્ધાંતની સત્યતા કે અસત્યતા અંગેના આખરી નિર્ણયને મોકૂફ રાખે છે. સેક્સટસ પ્રમાણે નિશ્ચય-મોકૂફી પછી પણ પ્રશ્નને ખુલ્લો રાખનાર અને શોધ ચાલુ રાખનાર ચિંતક જ સાચા અર્થમાં સંદેહવાદી છે.[]

  • પોતે અમુક વિષયમાં અત્યારે કશું જાણતો નથી, પણ ભવિષ્યમાં પોતે એ વિષય અંગે કશું જાણી શકે એવું પણ બને - આવા મતને વિનીત (soft) સંદેહવાદ કહેવામાં આવે છે.
  • મોટાભાગના વિષયો વિશે પોતે કે કોઈ પણ વ્યક્તિ કશું પણ ક્યારેય જાણી શકે તેમ નથી - આવા મત ને ઉગ્ર (hard) સંદેહવાદ કહેવામાં આવે છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. અહીં સુધી ઉપર જાઓ: ૧.૦ ૧.૧ બક્ષી, મધુસૂદન (January 2007). ગુજરાતી વિશ્વકોષ. ખંડ ૨૨. અમદાવાદ: ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ. પૃષ્ઠ ૬૩૪-૬૩૫.