સ્વસ્તિક
સ્વસ્તિક ભારતીય સંસ્કૃતિનું એક અદ્વિતીય મંગલ પ્રતીક છે. સ્વસ્તિ શબ્દ ‘સુ +અસ’ ધાતુમાંથી બનેલો છે. ‘સુ’ એટલે સારો. કલ્યાણમય, મંગલ અને અસ, એટલે સત્તા, અસસ્તિત્વ. સ્વસ્તિ એટલે કલ્યાણની સત્તા, માંગલ્યનું અસ્તિત્વ અને એનું પ્રતીક એટલે સ્વસ્તિક. જયાં-જયાં શ્રી (લક્ષ્મી) છે શોભા છે, સુસંવાદ છે, પ્રેમ, ઉલ્લાસ, જીવનનું ઔર્ય અને વ્યવહારનું સૌહાર્દ દેખાય છે, ત્યાં-ત્યાં સ્વસ્તિ ભાવના છે.
સ્વસ્તિ ભાવનામાં જ માણસોનો અને વિશ્વનો વિકાસ રહેલો છે. સ્વસ્તિક અતિ પ્રાચીન માનવો દ્વારા નિમાર્ણ કરેલું સર્વપ્રથમ ધર્મ પ્રતીક છે. એક સીધી રેખા અને એના પર એટલી જ બીજી લાંબી કોણિય રેખા સ્વસ્તિકના મૂળની આકૃતિ હતી. સીધી રેખા જયોતિલિંગનું સૂચન કરે છે. જયોતિલિંગ વિશ્વની ઉત્પત્તિનું મૂળ કારણ છે. ત્રાંસી રેખા વિશ્વનો વિસ્તાર કરે છે.
ઇશ્વરે વિશ્વનું નિર્માણ કર્યું એવો સ્વસ્તિકનો મૂળ ભાવાર્થ છે. સ્વસ્તિકની ચાર ભૂજાઓ એટલે કે ભગવાન વિષ્ણુના ચાર હાથ. ફકત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં પ્રાચીનકાળથી સ્વસ્તિકનું મહત્ત્વ પ્રસ્થાપિત થયું છે. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં પણ સ્વસ્તિકને પૂજન માન્યું છે. સ્વસ્તિક શાંતિ, સમૃદ્ધિ તેમજ માંગલિકનું પ્રતીક છે.
જર્મનીમાં
[ફેરફાર કરો]જર્મનીમાં સ્વસ્તિકનું પ્રતીક એડોલ્ફ હિટલરના નાઝી પક્ષના ચિહ્નને કારણે પ્રસિદ્ધ બન્યું હતું.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- સ્વસ્તિકમ્ - Symbol of Auspiciousness સંગ્રહિત ૨૦૧૧-૦૫-૨૪ ના રોજ વેબેક મશિન (પ્રકરણ ૭ :વિષયસુચિ સતગુરુ સિવાયા સુબ્રમણ્યસ્વામી દ્વારા)