લખાણ પર જાઓ

ખીજડીયા પક્ષી અભયારણ્ય

વિકિપીડિયામાંથી
ખીજડીયા પક્ષી અભયારણ્ય
અભયારણ્ય
ખીજડીયા પક્ષી અભયારણ્યમાં વહેલી સવારમાં પક્ષીઓનું ઝુંડ
ખીજડીયા પક્ષી અભયારણ્યમાં વહેલી સવારમાં પક્ષીઓનું ઝુંડ
ખીજડીયા પક્ષી અભયારણ્ય is located in ગુજરાત
ખીજડીયા પક્ષી અભયારણ્ય
ખીજડીયા પક્ષી અભયારણ્ય
ગુજરાતમાં સ્થાન
ખીજડીયા પક્ષી અભયારણ્ય is located in India
ખીજડીયા પક્ષી અભયારણ્ય
ખીજડીયા પક્ષી અભયારણ્ય
ખીજડીયા પક્ષી અભયારણ્ય (India)
અક્ષાંશ-રેખાંશ: 22°31′N 70°08′E / 22.51°N 70.14°E / 22.51; 70.14
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોજામનગર
સ્થાપના૧૯૮૨
વિસ્તાર
 • કુલ૬.૦૫ km2 (૨.૩૪ sq mi)
નજીકનું શહેરજામનગર
સંચાલનવન વિભાગ, ગુજરાત સરકાર
વેબસાઇટgujaratindia.com

ખીજડીયા પક્ષી અભયારણ્ય ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના જામનગર જિલ્લામાં આવેલું પક્ષી અભયારણ્ય છે.[] આશરે ૬૦૫ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું આ અભયારણ્ય તેના વૈવિધ્યસભર પક્ષીઓને કારણે સમગ્ર ભારતમાં આગવું સ્થાન ધરાવે છે. ૨ ફેબ્રુઆરી ૨૦૨૨ના દિવસે આ અભયારણ્યને રામસર સાઈટ તરીકે જાહેર કરાવામાં આવ્યું હતું.[]

આ અભયારણ્ય જામનગર શહેરથી આશરે ૧૨ કિલોમીટર રાજકોટ તરફ જતા ધોરીમાર્ગ ઉપર આવેલું છે. સૌથી નજીકનું હવાઇ મથક જામનગરમાં છે. ૬ નવેમ્બર ૧૯૮૨ના રોજ આ અભયારણ્યની સ્થાપના કરાઇ હતી.[] ગુજરાતનું તે સૌથી મોટું પક્ષી અભયારણ્ય છે.[] અહીં અભયારણ્ય સુધી બસ અને ટેક્સી સેવાઓ ઉપલબ્ધ છે, તે પછી ૩ કિમીનું અંતર પગપાળા જવું પડે છે.[] તે મુખ્ય બે ભાગમાં વહેંચાયેલું છે: બે ભાગો ખારા અને મીઠા પાણી વડે જુદાં પડે છે.

પક્ષીઓ

[ફેરફાર કરો]

વિશ્વમાં આશરે ૮૬૦૦ જાતનાં પક્ષીઓ હોવાનો અંદાજ છે. જેમાં ભારતીય ઉપખંડમાં આશરે ૧૨૩૦ જાતના પક્ષીઓ અને તે પૈકી આશરે ૪૫૩ જાતના પક્ષીઓ ગુજરાતમાં જોવા મળે છે. જેમાં જામનગર જિલ્લામાં ૨૫૨ જાતનાં પક્ષીઓ જોવા મળે છે. ખીજડીયા ખાતેના આ અભયારણ્યમાં સપ્ટેમ્બરથી એપ્રિલ દરમિયાન બહારથી આવતા પ્રવાસી પક્ષીઓની આશરે ૧૫૦ જાતો શિયાળો ગાળવા માટે આવતી જોવા મળે છે. જમીન પર, ઝાડ પર અને પાણીમાં તરતા આમ ત્રણ પ્રકારના માળા અહીં જોવા મળે છે.

સ્થાનિક પક્ષીઓ

[ફેરફાર કરો]

આ અભયારણ્યમાં સ્થાનિક પ્રદેશનાં કાળી કાંકણસાર, ગજપાંઉ, કપાસી, ભગવી સમળી, ઢૉર બગલો, પતરંગો, લીલા પગ તુતવારી, તેતર, શાહી ઝુંપસ, કાંણી બગલી, દેવચકલી, નાની વા બગલી, નીલ જલ મુરઘો સહિતનાં પક્ષીઓ જૉવા મળે છે.

મહેમાન પક્ષીઓ

[ફેરફાર કરો]

આ અભયારણ્યમાં શિયાળો ગાળવા કાળી પુંછ ગડેરો, નકટો, કુંજ, નાની મુરઘાબી, ચેતવા, ચંચળ, પાન પટ્ટાઇ, સીંગપર, ટીલીયો, પીયાસણ, પટાઇ, કરકરા, દરિયાઇ કિચડીયો સહિતનાં પક્ષીઓ મહેમાનગતિ માણવા આવે છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Gujarat's Khijadia bird sanctuary is haven for over 300 migratory bird species". Hindustan Times (via HighBeam) (Subscription Required). મૂળ માંથી 2014-06-11 પર સંગ્રહિત. મેળવેલ ૧૨ જૂન ૨૦૧૨.
  2. "નવગુજરાત સમયમાં પ્રકાશીત થયેલા સમાચાર". નવગુજરાત સમય. 2022-02-03. પૃષ્ઠ ૬. મેળવેલ 2022-02-03.
  3. "WildGujarat - A Team to help you explore Wildlife of Gujarat". WildGujarat (અંગ્રેજીમાં). મૂળ માંથી 2014-02-01 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ એપ્રિલ ૨૦૧૮.
  4. "Global bird watchers meet at Jamnagar's Khijadiya Bird Sanctuary - Times of India". The Times of India. મૂળ માંથી 2013-01-03 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ એપ્રિલ ૨૦૧૮.
  5. Planet, Lonely. "Khijadiya Bird Sanctuary in Around Jamnagar". Lonely Planet (અંગ્રેજીમાં). મેળવેલ ૧૪ એપ્રિલ ૨૦૧૮.
  6. "Gujarat's Khijadia bird sanctuary is haven for over 300 migratory bird species". www.topnews.in (અંગ્રેજીમાં). મેળવેલ ૧૪ એપ્રિલ ૨૦૧૮.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]