વિંધ્યાચલ

વિકિપીડિયાથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
વિંધ્ય પર્વતમાળા (विन्‍ध्य)
Range
વિંધ્યાચલ પર્વતમાળા
Country ભારત
State મધ્ય પ્રદેશ
River કાળી સિન્ધ, પર્બતી, બેટવા, કેણ, શોણ, તમ્સા
Highest point અમરકંટક
 - elevation ૧,૦૪૮ m (૩,૪૩૮ ft)
 - coordinates ૨૨°૪૦′N ૮૧°૪૫′E / ૨૨.૬૭°N ૮૧.૭૫°E / 22.67; 81.75
ભારતનો ભૌગોલિક નક્શો

વિંધ્ય પર્વતમાળા એ એક ગોળાકારે ટેકરીઓ ધરાવતી ભારતીય ઉપમહાદ્વીપનઅ મધ્ય પશ્ચિમ ભાગમાં આવેલ પ્રાચીન પર્વતમાળા છે જે ભારતીય મહાદ્વીપને ભૌગોલિક રીતે ઉત્તરી (ઉત્તર ભારતીય ગંગાના મેદાન) અને દક્ષિણ ભારત એમ બે ભાગમાં વિભાજીત કરે છે.

પરિચય[ફેરફાર કરો]

આ પર્વતનો પશ્ચિમ છેડો ગુજરાત દ્વીપકલ્પની પૂર્વી તરફ જ્યાં ગુજરાત રાજ્યની સીમાઓ રાજસ્થાન અને મધ્ય પ્રદેશને મળે છે ત્યાં આવેલો છે. ઉપ મહાદ્વીપના મધ્યવર્તી ક્ષેત્રથી આગળ વધી તે [[મિર્ઝાપુર] આગળ ગંગા નદીને મળે છે. આ પર્વત માળાની ઉત્તર અને પશ્ચિમ તરફનો ભાગ શુષ્ક અને બિનરહેવા લાયક છે, વિંધ્ય અને દક્ષિણ તરફી વધુ ઊંચી અરવલ્લી પર્વત માળા પવનને રોકી દે છે.

નદીઓનું મૂળ[ફેરફાર કરો]

આ પર્વતના દક્ષિણ તરફના ઢાળમાંથી નર્મદા નદી નીકળીને પશ્ચિમ તરફ અરબી સમુદ્ર તરફ વિંધ્ય અને તેને સમાંતર સાતપુડા પર્વતમાળા વચ્ચેના ખીણ પ્રદેશમાંથી વહે છે. આ પર્વતમાળાના ઉત્તરી ઢોળાવો ગંગાની અનેક ઉપનદીઓના મૂળ છે જેમ કે કાળી સિન્ધ,પરબતી, બેટવા અને કેણ (બનેં યમુનાની ઉપનદીઓ), શોણ અને તમસા નામની ગંઙાની ઉપનદી દક્ષિણ તરફના પૂર્વી છેડેથી નીકળી ગંગાને મળે છે.

ભૂતકાલીન માહિતી[ફેરફાર કરો]

સૌથી પ્રાચીન મળી આવેલ યુકેરઓટી (એક ફીલામેન્ટસ શેવાળ)નામના બહુકોષીય અવશેષ વિંધ્યના ખીણ પ્રદેશમાંથી મળી આવ્યાં છે જે લગભગ ૧૬ કે ૧૭ કરોડ વર્ષ જૂના છે. [૧]

વિંધ્યની ભૂમેજ (ટેબલ લેંડ) એ એક ઉચ્ચપ્રદેશ છે જે પર્વતમાળાની મદ્ય ભાગની ઉત્તર તરફ આવેલી છે. મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ અને એક અન્ય શહેર ઈંદોર આ ટેબલ લેંડ પર છે જે ઉત્તર તરફના ગંગાના મેદાનો કરતાં ઊંચાઈ પર સ્થિત છે.

પુરાણ[ફેરફાર કરો]

હિંદુ પુરાણ કથાઓ અનુસાર એક સમયે વિંધ્ય પર્વતમાળા એટલી ઊંચી વધતી હતી કે તે સૂર્યના માર્ગને અવરોધવા લાગી. આમ ચાલતા તેનો ગર્વ એટલો વધી ગયો કે તેણે માંગણી કરી કે સૂર્ય મેરુ પર્વતની જેમ પોતાની પણ પ્રદક્ષિણા કરે. વિંધ્યનો ગર્વ તોડવાની જરૂર જણાઈ અને આ માટે અગસ્ત્ય ઋષિને પસંદ કરાયા.

અગસ્ત્ય ઋષિએ ઉત્તરથી દક્ષિણનો પ્રવાસ શરૂ કર્યો અને રસ્તામાં પાર ન કરી શકાય તેવો વિંધ્ય પર્વત આડો આવ્યો. અગસ્ત્ય ઋષિ તરફ સન્માન દર્શાવતા તેમને જવાનો માર્ગ કરી આપવા વિંધ્ય પર્વત નીચે નમ્યો જેથી ઋષિ અને તેમનો પરિવાર પર્વત ઓળંગી શકે. એટલું જ નહિ જ્યાં સુધી ઋષિ પાછા ન ફરે ત્યાં સુધી નમેલો રહેવાનું વચન આપ્યું. અગસ્ત્ય ઋષિ દક્ષિણમાં જ સ્થાયી થઈ ગયાં અને વિંધ્ય ત્યાર પછી વધ્યો નહીં.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. બેંગ્સ્ટન એસ, બેલીવાનોવા વી, રાસમુસીન, વ્હાઈટહાઉસ એમ. (૨૦૦૯). વિંધ્યના વિવાદાસ્પદ "કેમ્બ્રીઅન" અવશેષો સાચા છે પણ ૧ કરોડથી વધુ જુના છે. Proc Natl Acad Sci U S A. 106: 7729–7734 ઢાંચો:PMID

અક્ષાંશ-રેખાંશ: ૨૪°૩૭′N ૮૨°૦૦′E / સમીકરણ ક્ષતિ: અજ્ઞાત વિરામચિહ્ન "�" નો ઉપયોગ. સમીકરણ ક્ષતિ: અજ્ઞાત વિરામચિહ્ન "�" નો ઉપયોગ. / ૨૪.૬૧૭; ૮૨