સાતારા જિલ્લો

વિકિપીડિયામાંથી

સાતારા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યનો મહત્વનો જિલ્લો છે. સાતારા આ જિલ્લાનું મુખ્ય મથક છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૧૦૪૮૪ ચોરસ કિલોમીટર જેટલું છે. અહીંનો સરેરાશ વાર્ષિક વરસાદ ૧૪૨૬ મીલીમીટર જેટલો છે. આ જિલ્લાની કુલ વસ્તી ૨૭,૯૬,૯૦૬ (વસ્તી ગણતરી ૨૦૦૧ મુજબ) જેટલી છે. આ જિલ્લાનો સાક્ષરતા દર ૭૮.૫૨ % જેટલો છે, જે પૈકી પુરુષોમાં સાક્ષરતા દર ૮૮.૪૫ % અને સ્ત્રીઓમાં સાક્ષરતા દર ૬૮.૭૧ % જેટલો છે.

સાતારા જિલ્લામાં નીચેના પરિચ્છેદમાંની યાદી મુજબ કુલ ૧૧ તાલુકાઓ આવેલા છે.

ભૌગોલિક સ્થાન[ફેરફાર કરો]

સાતારા જિલ્લો મહારાષ્ટ્ર રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલ છે. સાતારા જિલ્લાની પૂર્વ દિશાની સીમા પર સોલાપૂર જિલ્લો, પશ્ચિમ દિશાની સીમા પર રત્નાગિરી જિલ્લો, ઉત્તર-પશ્ચિમ દિશાની સીમા પર રાયગઢ જિલ્લો, ઉત્તર દિશાની સીમા પર પુના જિલ્લો તેમ જ દક્ષિણ દિશાની સીમા પર સાંગલી જિલ્લો સ્થાન ધરાવે છે. સાતારા જિલ્લાની પૂર્વ દિશામાં સ્થિત સહ્યાદ્રિ પર્વતમાળા આ જિલ્લાને કોંકણ વિસ્તારથી છૂટો પાડે છે.

સાતારા જિલ્લાના તાલુકાઓ[ફેરફાર કરો]