લખાણ પર જાઓ

અકોટા કાંસ્ય

વિકિપીડિયામાંથી
અકોટા કાંસ્ય
ભગવાન નેમિનાથ, એમઇટી સંગ્રહાલય, ૭મી સદી
વર્ષ૬ઠ્ઠી સદી - ૧૨મી સદી
ભગવાન પાર્શ્વનાથ, રાષ્ટ્રીય સંગ્રહાલય, નવી દિલ્હી, ૯મી સદી.

અકોટા કાંસ્ય એ ૬૮ જૈન શિલ્પોના એક દુર્લભ અને મહત્વપૂર્ણ સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે, જે ભારત દેશના ગુજરાત રાજ્યમાં વડોદરા નજીક અકોટાની આસપાસમાંથી મળી આવ્યા હતા. આ શિલ્પો ઇ.સ. ૬ઠ્ઠીથી ૧૨મી સદીની વચ્ચેના છે, તેમાં ગુપ્ત સમયગાળાના દુર્લભ કાંસ્ય શિલ્પોનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ ગુપ્ત સમયગાળાની શિલ્પકળાની તુલના માટે વ્યાપકપણે કરવામાં આવે છે.[૧][૨]

અકોટા (પૂર્વે અંકોટક) પાંચમી સદીમાં જૈન ધર્મનું મુખ્ય કેન્દ્ર હતું અને ગ્રંથોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.[૩] તે ગુપ્ત, ગુપ્તોતર અને મધ્યયુગીન સમયગાળા દરમિયાન ધાતુકળા અને ધાતુ તકનીકના વિકાસ વિશે માહિતી પૂરી પાડી છે.

શોધ[ફેરફાર કરો]

આ શિલ્પો જૂન ૧૯૫૧ના થોડા સમય પહેલા ખોદી કાઢવામાં આવ્યા હતા. વડોદરા વિશ્વવિદ્યાલયના એક પ્રોફેસર તેમાંથી પાંચ શિલ્પોને પુરાતત્ત્વવિદ યુ.પી. શાહ પાસે ચકાસણી માટે લાવ્યા હતા. ઉમાકાંત પ્રેમાનંદ શાહે આખરે મોટાભાગના શિલ્પોને સ્થાનિક વ્યક્તિઓ પાસેથી ખરીદીને મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયને ભેટ આપ્યા હતા, જે હાલ વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગૅલેરીમાં સંગ્રહાયેલા છે.

આ શિલ્પો પૈકીના માત્ર બે જ શિલ્પો પર તેના સમયગાળાની નોંધ મળી આવેલી છે. યુ.પી. શાહે બાકીના શિલ્પોને પુરાતત્વીય ધોરણે સમયબદ્ધ કર્યા હતા. આ શિલ્પો ૫મી થી ૧૨મી સદી સુધીના છે. તેઓ ક્ષત્રપ યુગમાં સ્થાપિત આર્ય રથના વાસતિક સાથે સંબંધિત હોઈ શકે છે.

આ શિલ્પો પૈકીના કોઈ પણ ઈ.સ. ૧૧૦૦ બાદના સમયના નથી, જે સૂચવે છે કે અલાઉદ્દીન ખલજીના સેનાપતિ આલાપ ખાન દ્વારા ગુજરાત પરના આક્રમણથી બચાવવા માટે તેને જમીનમાં દાટી દેવામાં આવ્યા હતા.[૪]

હોનોલુલુ એકેડેમી ઓફ આર્ટ્સ ખાતે ૭મી સદીની તીર્થંકર મૂર્તિ, અકોટા.

મુખ્ય શિલ્પો[ફેરફાર કરો]

જીવંતસ્વામીના બે શિલ્પો (મહાવીરનું પ્રતિનિધિત્વ, જેઓ હજી પણ રાજકુમાર હતા) પ્રારંભિક પશ્ચિમી ભારતીય કલાશાળાના વ્યાપકપણે ઉલ્લેખિત ઉદાહરણો છે. આ પૈકીના એક શિલ્પને વિશેષરૂપથી નાગેશ્વરી દ્વારા સ્થાપિત જીવંતસ્વામી તરીકે અંકિત કરવામાં આવ્યું છે, જે ગુપ્ત શૈલીના પ્રારંભિક તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે.

તીર્થંકરની બે મૂર્તિઓ (એક પાર્શ્વનાથની) ગુપ્ત પછીના સમયગાળાની છે. સાધુ સર્વદેવ દ્વારા દાનમાં આપવામાં આવેલી એક મૂર્તિમાં ધર્મચક્રની બંને બાજુએ આઠ ગ્રહોનું પ્રતિનિધિત્વ કરતી આઠ સ્થાયી આકૃતિઓનો સમાવેશ થાય છે. સિંહ પર ઉભેલા સરસ્વતી અને અંબિકાની નોંધપાત્ર છબીઓ એ જ સમયગાળાની છે.

ચામરધારિણી (ચૌરી વાહક) કમળ પાંખડીઓ પર કાળજીપૂર્વક કોતરવામાં આવેલી છે જે ત્રિભંગ મુદ્રામાં ઊભેલી છે. તે ૧૧ મી અને ૧૨ મી સદીની વચ્ચેના ચૌલુક્ય સમયગાળા દરમિયાન પશ્ચિમ ભારતની શિલ્પશાળાનું પ્રતિનિધિત્વ કરે છે.

યક્ષ અને યક્ષિણી સાથેનું ઋષભનાથનું પ્રારંભિક શિલ્પ અકોટામાંથી મળી આવ્યું હતું.[૫]

શિલાલેખો[ફેરફાર કરો]

શિલાલેખોમાં આ મઠવાસી વંશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

 • નિવ્રતી કુળ
 • ચંદ્ર કુળ
 • વિદ્યાધર કુળ
 • નાગેન્દ્ર કુળ
 • ગોહાદ્ર કુળ

લગભગ ઇ.સ. ૧૦૦૦નું એક શિલ્પ જેમાં મોઢ ગચ્છનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને બાદ કરતા શ્રાવકોની આધુનિક જાતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જોકે, ઇ.સ. ૬૦૦થી ૬૫૦ વચ્ચેની એક પુરાણા શિલ્પ (નિર્ગતા) કસેરાહદ્રના એક સાધુ (શ્રાવક)ને સંદર્ભિત કરે છે. બે શિલ્પો વણકરો (સાલપતિ)ના ગોષ્ઠિકો (શિલ્પસંઘના સભ્યો)નો ઉલ્લેખ કરે છે.

મહત્વ[ફેરફાર કરો]

અકોટા કાંસ્ય નોંધપાત્ર કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે.

 • શિલાલેખો જૈનો દ્વારા "સાધુ" (શાહુ અથવા શાહ) શીર્ષકના પ્રારંભિક ઉપયોગની પુષ્ટિ કરે છે.
 • જીવંતસ્વામીની કાષ્ટ છબીની પરંપરા ઇ.સ.પૂ. ૫૫૦ની મૂર્તિ દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે, જેને વિશેષ કરીને જીવંતસ્વામી તરીકે કોતરવામાં આવી છે.[૬] તેને પ્રથમ વસ્ત્રો પહેરેલી જૈન છબી માનવામાં આવે છે.[૭] તેની સ્થાપના ઈ.સ. ૪૫૩માં દેવર્ધી ગની ક્ષમાશ્રમના અધ્યક્ષસ્થાને વલભી વચનોના થોડા સમય બાદ કરવામાં આવી હતી.[૮]
 • જિનભદ્ર ગની ક્ષમાશ્રમણનો ઉલ્લેખ, ઋષભનાથ શિલ્પના સ્થાપકમાં કરવામાં આવ્યો છે, જેમણે વિશેષાવશ્યક ભાષ્ય લખ્યું હતું.

સંગ્રહાલયો[ફેરફાર કરો]

અકોટા કાંસ્યમાંથી મોટા ભાગની મૂર્તિઓ વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગૅલેરીમાં આવેલી છે. કેટલીક મૂર્તિઓ રાષ્ટ્રીય સંગ્રહાલય, નવી દિલ્હી, મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ (ન્યૂયોર્ક) અને હોનોલુલુ એકેડેમી ઓફ આર્ટ્સમાં રાખવામાં આવેલી છે.

સંદર્ભ[ફેરફાર કરો]

ઉદ્ધરણ[ફેરફાર કરો]

 1. Pereira 1977, p. 12.
 2. Guy 2012.
 3. Akota Bronzes, Bombay State Board for Historical Records and Ancient Monuments, Archaeological Series. no. 1. Umakant Premanand SHAH, 1959
 4. Akota Bronzes, Bombay State Board for Historical Records and Ancient Monuments, Archaeological Series. no. 1. Umakant Premanand SHAH, 1959
 5. Vyas 1995, p. 20.
 6. Studies in Jaina Art, Umakant Premanand Shah, Jaina Cultural Research Society, 1955, p. 4, 28
 7. Vyas 1995, p. 17.
 8. An Epitome of Jainism : Being a Critical Study of Its Metaphysics, Ethics, and History and Culture in Relation to Modern Thought Puran Chand Nahar, 1917, p. 656

સ્રોત[ફેરફાર કરો]

 • Pereira, José (1977), Monolithic Jinas: The Iconography of the Jain Temples of Ellora, Motilal Banarsidass, ISBN 9780842610278, https://books.google.com/books?id=EbGdZeQNfWsC 
 • Guy, John (January 2012). "Jain Sculpture". The Metropolitan Museum of Art. In Heilbrunn Timeline of Art History. New York City.
 • Vyas, Dr. R. T., ed. (1995), Studies in Jaina Art and Iconography and Allied Subjects, The Director, Oriental Institute, on behalf of the Registrar, M.S. University of Baroda, Vadodara, ISBN 81-7017-316-7, https://books.google.com/books?id=fETebHcHKogC 

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]