વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગૅલેરી

વિકિપીડિયામાંથી
બરોડા મ્યુઝિયમ અને ચિત્ર ગેલેરી

વડોદર મ્યુઝિયમ અને પિક્ચર ગૅલેરી અથવા બરોડા મ્યુઝિયમ અને ચિત્ર ગેલેરીને એ વડોદરા ખાતે આવેલું એક સંગ્રહાલય છે. આ સંગ્રહાલય વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમના તથા વિજ્ઞાન સંગ્રહાલય લંડનની રૂપરેખાના આધારે ઈ.સ.૧૮૯૪માં વડોદરામાં બંધાવવામાં આવ્યું હતું . આ સંગ્રહાલય ગુજરાત રાજ્યનું સૌથી મોટું સંગ્રહાલય છે.[૧] આર.એફ. ચિશોમ [૨] સાથે મળીને મેજર મૅંટે, આ ઈમારતની રચના કરી હતી. ચિશોમે મૅંટની કેટલીક રચનાઓને સુધારી આ ઈમારતને ઈન્ડો-સેરેસિનિક વાસ્તુકળાનો શ્રેષ્ઠ નમૂનો બનાવ્યો. સંગ્રહાલયની ઇમારતનું સ્થાપત્ય મરાઠા શૈલી, યુરોપિયન શૈલી, પાર્થેનોન શૈલી અને મુસ્લિમ સ્થાપત્ય શૈલીઓના મિશ્રણથી તૈયાર કરવામાં આવેલ છે.[૩]

મરાઠા ગાયકવાડ વંશના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ઈ.સ. ૧૮૮૭ માં આ સંગ્રહાલયની સ્થાપના કરી. [૪] સંગ્રહાલયનું બાંધકામ ઈ.સ. ૧૮૯૪ માં પૂર્ણ થતા, તેને લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું. આર્ટ ગેલેરીનું નિર્માણ ૧૯૦૮માં શરૂ થયું હતું, તે ૧૯૧૪ માં પૂર્ણ થયું હતું, પરંતુ પ્રથમ વિશ્વ યુદ્ધના કારણે ગેલેરી માટે કેટલાક યુરૂપીયન નમૂનાઓ સ્થાનાંતરિત કરવામાં વિલંબ થતાં ૧૯૨૧ સુધી ગેલેરી ખુલી નહીં.

૧૯૫૨માં સંગ્રહાલયવિદ્યાનો અભ્યાસક્રમ શરૂ કરુનાર ભારતનું સૌપ્રથમ સંગ્રહાલય છે.[૩]

સંગ્રહ[ફેરફાર કરો]

આ સંગ્રહલયમાં કલા, શિલ્પ, નૃવંશવિજ્ઞાન અને માનવ જાતિ વિજ્ઞાનના આશરે ૭૦,૦૦૦ જેટલા નમૂનાઓનો સમૃદ્ધ સંગ્રહ ધરાવે છે. આર્ટ ગેલેરીમાં પ્રખ્યાત બ્રિટીશ ચિત્રકારો જે. એમ. ડબ્લ્યુ. ટર્નર, જ્હોન કોન્સ્ટેબલ અને અન્ય ઘણા ચિત્રકારોના અસલી સંગ્રહોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. સંગ્રહાલયના મુલાકાતીઓ માટે ઇજિપ્તની મમી અને બેબી બ્લુ વ્હેલનું ૭૨ ફૂટ લાંબુ હાડપિંજર મુખ્ય આકર્ષણ છે.[૩] અન્ય આકર્ષણોમાં ૫ મી સદીના પ્રખ્યાત અકોટા બ્રોન્ઝ, મુઘલ લઘુચિત્રના સંગ્રહ, તિબેટીયન કળાટની સંપૂર્ણ ગેલેરી અને કેટલાક યુરોપીયન વિશારદોના તૈલચિત્રોનો સમવેશ થયેલો છે.[૫]

સમય[ફેરફાર કરો]

આ સંગ્રહાલય સરકારી રજાઓ સિવાય સવારે ૧૦:૩૦ વાગ્યાથી સાંજ ૫:૦૦ વાગ્યા સુધી બધા દિવસોએ ખુલ્લુ રહે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. વ્યાસ, રજની (૨૦૧૨). ગુજરાતની અસ્મિતા (5th આવૃત્તિ). અમદાવાદ: અક્ષરા પ્રકાશન. પૃષ્ઠ ૩૦૭.
  2. Baroda Museum, NE view સંગ્રહિત ૨૦૧૨-૧૦-૨૦ ના રોજ વેબેક મશિન British Library.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ દવે, મલય. "સદી જૂનું વિશિષ્ટ સંગ્રહાલય બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી | Gujarat Times" (અંગ્રેજીમાં). મેળવેલ 2020-11-26.
  4. "Vadodara Municipal Corporation". vmc.gov.in. મેળવેલ 3 September 2020.
  5. Feb 20, Tushar Tere / TNN / Updated:; 2012; Ist, 04:14. "Baroda Museum to undergo restoration | Vadodara News - Times of India". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-11-24.CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)