અરાલમ વન્ય જીવ અભયારણ્ય

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અરાલમ
—  village  —
અરાલમનુ

કેરળ અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 11°59′57″N 75°45′50″E / 11.999220°N 75.764010°E / 11.999220; 75.764010
દેશ ભારત
રાજ્ય કેરળ
જિલ્લો કણ્ણૂર
અધિકૃત ભાષા(ઓ) મલયાલમ,અંગ્રેજી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

અરાલમ વન્ય જીવ અભયારણ્ય શાંત અને વિશાળ અભયારણ્ય છે, કે જે કેરળ રાજ્યમાં આવેલા કણ્ણૂર જિલ્લાના વહીવટી ક્ષેત્રમાં આવેલા પશ્ચિમ ઘાટના ઢોળાવો પર આવેલું છે. ઉષ્ણકટિબંધના વૃક્ષોથી ઘેરાયેલા આ અભયારણ્યમાં જીવ જંતુઓની અનેક દુર્લભ પ્રજાતિઓ જોવા મળી શકે છે. હરણ, હાથી, સુવર અને જંગલી ભેંસ વગેરે પશુઓનાં ઝુંડ અહીં સામાન્ય રીતે જોવા મળી શકે છે. સાથે સાથે દીપડા, જંગલી બિલાડી, ખિસકોલીઓની વિવિધ પ્રજાતિઓ અને લગભગ ૧૬૦ દુર્લભ પક્ષીઓની પ્રજાતિઓ અહીં જોવા મળી શકે છે.

આ અભયારણ્યની સ્થાપના ૧૯૮૪ના વર્ષમાં કરવામાં આવી હતી. આ અભયારણ્ય ૫૫ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે તેમ જ તેનું મુખ્ય કાર્યાલય ઇરીટ્ટી (en:Iritty) ખાતે આવેલું છે. આ અભયારણ્ય થલેસ્સરી રેલવે સ્ટેશનથી ૩૫ કિમી. જેટલા અંતરે આવેલું છે.