અરિજીત સિંઘ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
અરિજીત સિંઘ

પૂર્વભૂમિકા
જન્મ ૨૫ એપ્રિલ ૧૯૮૭
ફરીદાબાદ, હરિયાણા, ભારત


અરિજીત સિંઘ (બંગાળી: অরিজিৎ সিং) (જન્મ:૨૫ એપ્રિલ ૧૯૮૭)[૧] એક પ્રસિદ્ધ ભારતીય પાર્શ્ચગાયક છે.[૨] તેમનો જન્મ પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદ ખાતે થયો હતો. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત ૨૦૦૫માં એક રિયાલિટી શો 'ફેમ ગુરુકુલ' દ્વારા કરી હતી. તેમણે વર્ષ ૨૦૧૩માં ફિલ્મ 'આશિકી ૨'માં જ્યારે 'તુમ હી હો...' ગીત ગાયું ત્યારે એમને પ્રસિદ્ધિ મળી હતી. આ ગીતના ગાયક તરીકે તેમને ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. આ પુરસ્કાર વેળાએ તેમને 'શ્રેષ્ઠ પુરુષ ગાયક' તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓએ 'કિલ દિલ' ફિલ્મમાં પણ આવું જ ગીત ગાયું છે, જેનું નામ 'સજદા' હતું. જાન્યુઆરી ૨૦૧૬માં ૬૧મા ફિલ્મફેર પુરસ્કાર[૩] વેળા તેમણે ફિલ્મ 'રોય' માટે ગાએલા 'સૂરજ ડૂબા હૈ...' ગીતને શ્રેષ્ઠ ગીત તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Arijit Singha's Biography
  2. "Arijit to sing in Spyro Gyra's next album". द टाइम्स ऑफ़ इण्डिया. ૭ જૂન ૨૦૧૧. Check date values in: |date= (help)
  3. "filmfare awards arijit singh - Google શોધ". www.google.co.in. Retrieved 2018-11-30.