લખાણ પર જાઓ

અશોક (વનસ્પતિ)

વિકિપીડિયામાંથી
(અશોક વૃક્ષ થી અહીં વાળેલું)

Ashoka tree
Ashoka flower bunch
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Rosids
Order: Fabales
Family: Fabaceae
Genus: 'Saraca'
Species: ''S. asoca''
દ્વિનામી નામ
Saraca asoca
(Roxb.) Wilde
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ

Saraca indica Linnaeus

અશોક મધ્યમ કદનું સદાહરિત સુંદર દેખાતું વૃક્ષ છે. આ વૃક્ષનું થડ કથ્થાઈ, ખરબચડું અને ડાળીઓ બરડ હોય છે. દેખાવમાં આંબા જેવું, પાન સંયુક્ત, ચળકાટ મારતાં અને નીચેની તરફ લટકતાં હોય છે. નવાં પર્ણો ચીકણાં, તામ્રવર્ણોવાળાં, કુમળાં, ચળકાટ મારતાં, ગુલાબી કથ્થાઈ રંગના અને નીચેની તરફ લટકતાં હોય છે. આ વૃક્ષનાં ફૂલની ગણતરી સુંદર ફૂલો તરીકે કરવામાં આવે છે. અશોકનાં ફૂલો ગુચ્છાદાર, લાલ, પીળા, નારંગી બદલાતાં રંગનાં મિશ્રણમાં અને સુગંધિત હોય છે, જે જાન્યુઆરીથી અપ્રિલ માસ સુધી લાગે છે.