લખાણ પર જાઓ

કેરી

વિકિપીડિયામાંથી
(આંબો થી અહીં વાળેલું)

કેરી
કેરી
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: વનસ્પતિ
(unranked): સપુષ્પ
(unranked): યુડીકોટ્સ
(unranked): રોઝીડ્સ
Order: સેપીંડેલ્સ
Family: એનાકાર્ડિએસી
Genus: ''મેંજીફેરા''
L.
Species

૫૦ કરતાં પણ વધુ જાતીઓ, ગુજરાતમાં મુખ્યત્વે મેંજીફેરા ઈંડિકા (Mangifera indica L.); see listing

કેરી ભારત દેશનું રાષ્ટ્રીય ફળ છે. આ ફળ ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે. આ ફળ આંબાના ઝાડ પર થાય છે. આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે.

ભારતમાં થતી કેરીની જાતો

[ફેરફાર કરો]
પૂર્ણ કક્ષાએ ખીલેલું કેરીનું ઝાડ કેરળ, ભારત
  • કેસર
  • હાફુસ
  • કાગડા
  • લંગડો
  • રાજાપૂરી
  • તોતાપૂરી
  • દશેરી
  • પાયરી
  • સરદાર
  • નીલમ
  • આમ્રપાલી
  • બેગમપલ્લી
  • વનરાજ
  • નિલ્ફાન્સો
  • જમાદાર
  • મલ્લિકા
  • રત્ના
  • સિંધુ
  • બદામ
  • નિલેશ
  • નિલેશાન
  • નિલેશ્વરી
  • વસી બદામી
  • દાડમીયો

ભારતમાં હાલમાં આંબાનું સૌથી વધુ વાવેતર ઉત્તર પ્રદેશમાં (સવા લાખ એકર પ્રદેશમાં) થાય છે. તે પછી તમિલનાડુ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને આસામનો નંબર આવે છે. મહારાષ્ટ્ર આલફાન્ઝો અને પાયરી જેવી વેપારી દ્રષ્ટીએ ઉત્તમ કેરીઓ થાય છે. ગુજરાતમાં મુખ્યત્વે વલસાડ, સુરત, ભરૂચ તેમજ ઓછાવત્તા પ્રમાણમાં દરેક જિલ્લામાં કેરીઓ થાય છે. સૌરાષ્ટ્રના જુનાગઢ, ભાવનગર, જામનગર અને મોરબી જિલ્લામાં પણ કેરીઓ થાય છે.

કાઠિયાવાડમાં

[ફેરફાર કરો]

બોમ્બે પ્રેસીડેંસી દ્વારા ૧૮૮૪ના એપ્રીલ મહિનામાં પ્રગટ કરવામાં આવેલ ગેઝેટીઅર ઓફ બોમ્બે પ્રેસીડેંસીના ગ્રંથ ક્રમાંક ૮માં પ્રકરણ ૨ માં પાના નંબર ૯૪ અને ૯૫ પર ગુજરાતમાં કેરીઓના વાવેતરની માહિતિ આપતા જણવ્યું છે કે "કેરીની ઉત્તમ જાત ભાવનગરના મહુવામાં બોમ્બે કલમ વડે ઉગાડવામાં આવે છે. જે જાણકારોના અભિપ્રાય મુજબ સ્વાદ અને મજબુતાઇમાં મુળ બોમ્બે નસલ કરતા પણ ચડીયાતી હોય છે." ઉપરાંત "કેટલીક ઉત્તમ સ્વાદ વાળી કેરી સોનગઢ, વરતેજ, કરદેજ અને કોળીયાકમાં પાકે છે. આ ઉપરાંત માળીયા, વંથળી અને જુનાગઢની કેરી સારી ગુણવત્તાની હોય છે. કાઠિયાવાડના ઉત્તર ભાગ માં કેરી બહુ ઓછી પાકે છે અને ઝાલાવાડતો તો આંબાથી લગભગ અજાણ છે." એવો પણ ઉલ્લેખ છે.

કેરીના ગુણધર્મો

[ફેરફાર કરો]

આયુર્વેદ અનુસાર કેરીના રસમાં જો મીઠું અને સૂંઠ પાઉડર ઉમેરીને ખાવામાં આવે તો તે પાચ્ય બની જાય છે. કેરીના રસના સૂકવેલા પાપડ તરસ- ઉલટી મટાડનાર, વાતહરનાર, પિત્તહર, રોચક અને હલકાં છે.વધુ પડતી કેરી ખવાય તો કેરીની ગરમી મોંઢા ઉપર ફૂટે છે. કેરી ચૂસીને ખાવાથી તે રૂચિકર લાગે જ છે અને સાથે સાથે તે બળવર્ધક છે અને વીર્ય વધારનાર છે.

કેરીનાં ગોટલાનાં ગર્ભ કાઢીને એટલે કે ગોટલી કાઢીને તેની ચીરીઓ કરી તેમાં મીઠું અને લીંબુનો રસ લગાડી સૂકવી તેને મુખવાસ તરીકે ઊપયોગ કરવામાં આવે છે. આ ગોટલી તુરી હોય છે. ઊલટી અને અતિસાર મટાડે છે. હૃદયમાં થતી બળતરા દૂર કરે છે.[] આ ગોટલીનાં પાઉડરમાં આમળાનો ભૂક્કો, કાંટાળા માયુનો ભૂક્કો તથા વાટેલા લવિંગ નાખવાથી ઉત્તમ પ્રકારનું દંતમંજન થશે. કાચી કેરીને સૂકવીને આંબોળિયા અને સૂકવેલાં આંબોળિયામાંથી આમચૂર પાઉડર બનાવવામાં આવે છે જેનો ઊપયોગ ખટાશ માટે થાય છે.

કેરીમાં કેલેરી અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ હોવાથી વજન વધવાનો ભય ખરો પણ જેને વજન વધારવું હોય તે પાકી કેરીનું સેવન કરે. કેરીમાં આયર્નનું પ્રમાણ વધારે હોવાથી એનેમિક વ્યક્તિ કેરીનું સેવન જરૂરથી કરે. કહેવાય છે કે તેને વિટામિન ઈનું પ્રમાણ હોવાથી હૉર્મન સીસ્ટમને અસરકારક બનાવે છે. બેક્ટેરિયલ ઈંફેક્શન, કબજિયાત, ડાયરિયા, આંખોની સમસ્યા, વાળ ખરવા, હૃદય રોગનો હુમલો, લીવરની સમસ્યા, મેંસ્ચુઅલ ડિસઑર્ડર, મૉર્નિંગ સિકનેસ, પાઈલ્સ, અળાઈ વગેરેમાં પાકી કેરી રાહત આપે છે.[]

વાવેતર

[ફેરફાર કરો]
બાંગ્લાદેશના ગોપાલગંજમાં ૧૧૦ વર્ષ જૂનું કેરીનું ઝાડ

૨૦૦૭ મુજબ:[]

  1. ભારત: ૨૧,૪૩,૦૦૦ હેક્ટર
  2. ચીન: ૪,૪૫,૦૦૦ હેક્ટર
  3. થાઇલેન્ડ: ૨,૮૫,૦૦૦ હેક્ટર
  4. ઇન્ડોનેશીયા: ૨,૬૬,૦૦૦ હેક્ટર
  5. પાકિસ્તાન: ૨,૧૫,૦૦૦ હેક્ટર
  6. મેક્સિકો: ૨,૦૦,૦૦૦ હેક્ટર
  7. ફિલીપાઇન્સ: ૧,૮૧,૦૦૦ હેક્ટર
  8. નાઇજીરીયા: ૧,૨૬,૫૦૦ હેક્ટર
  9. બ્રાઝીલ: ૮૯,૮૦૦ હેક્ટર
  10. ગુએના: ૮૨,૦૦૦ હેક્ટર
  11. વિયેતનામ: ૫૨,૦૦૦ હેક્ટર
  12. બાંગ્લાદેશ: ૫૧,૦૦૦ હેક્ટર

ભારત દુનિયાનાં કુલ ઉત્પાદનનાં ૪૦% થી વધુ ઉત્પાદન કરે છે. ત્યાર બાદ ચીન અંદાજે ૧૧% અને પાકિસ્તાન અંદાજે ૭% ઉત્પાદન કરે છે.

કેરીનું ઉત્પાદન

[ફેરફાર કરો]
૧૦ મુખ્ય કેરી ઉત્પાદક દેશ — ૨૦૦૭
દેશ ઉત્પાદન (ટન) નોંધ
 ભારત ૧૩૫૦૧૦૦૦
 ચીન ૩૭૫૨૦૦૦ F
 પાકિસ્તાન ૨૨૫૦૦૦૦ F
 મેક્સિકો ૨૦૫૦૦૦૦ F
 થાઇલેન્ડ ૧૮૦૦૦૦૦ F
 ઈન્ડોનેશિયા ૧૬૨૦૦૦૦ F
 બ્રાઝીલ ૧૫૪૬૦૦૦ F
 ફીલીપાઈન્સ ૯૭૫૦૦૦ F
 નાઈજેરિયા ૭૩૪૦૦૦ F
 વિયેતનામ ૩૭૦૦૦૦ F
દુનિયાનું કુલ ઉત્પાદન ૩૩૪૪૫૨૭૯ A
No symbol = official figure, P = official figure, F = FAO estimate, * = Unofficial/Semi-official/mirror data, C = Calculated figure A = Aggregate(may include official, semi-official or estimates);

Source: Food And Agricultural Organization of United Nations: Economic And Social Department: The Statistical Devision સંગ્રહિત ૨૦૧૨-૦૬-૧૯ ના રોજ વેબેક મશિન

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. [૧]
  2. "ફળોનો રાજા કેરી". મેઘધનુષ. 2008-05-09. મેળવેલ 2022-04-04.
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2012-06-19 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-04.

આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા પ્રકાશન Gazetteer of the Bombay Presidency: Kathiawar. . Government Central Press. ૧૮૮૪.માંથી માહિતી ધરાવે છે.