લવિંગ

વિકિપીડિયામાંથી

લવિંગ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Phylum: સપુષ્પી
(unranked): એકદળી
(unranked): રોઝિડ્સ
Order: મિર્ટેલ્સ
Family: મિર્ટેસી
Genus: સાયઝિજીયમ (Syzygium)
Species: એરોમેટિકમ (S. aromaticum)
દ્વિનામી નામ
સાયઝિજીયમ એરોમેટિકમ (Syzygium aromaticum)
લિનિયસ (L) મેરિલ એન્ડ પેરી
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ[૧]
  • Caryophyllus aromaticus L.
  • Eugenia aromatica (L.) Baill.
  • Eugenia caryophyllata Thunb.
  • Eugenia caryophyllus (Spreng.) Bullock & S. G. Harrison

લવિંગ એ મિર્ટેસી કુળના સાયઝિજીયમ એરોમેટિકમ (વૈજ્ઞાનિક નામ: Syzygium aromaticum) નામના સુગંધી વૃક્ષની સુકાવેલી કળીઓ છે. લવિંગ ઇન્ડોનેશિયાના માલુકુ દ્વિપના વતની છે. સાંપ્રત સમયમાં ઇન્ડોનેશિયા, ભારત, મડાગાસ્કર, ઝાંઝીબાર, પાકિસ્તાન અને શ્રીલંકામાં તેની ખેતી કરવામાં આવે છે. લવિંગ મોઢાના કોષ પર કામચલાઉ મુઢતા ઉત્પન્ન કરે છે.

લવિંગનું વૃક્ષ એક સદાહરિત વૃક્ષ છે. તે ૮-૧૨ મીટર જેટલું ઊંચું વધે છે. આના પાન મોટાં હોય છે અને ફૂલો sanguine હોય છે જે ડાળીને છેવાડે ગુચ્છામાં ઊગે છે. આની કળીઓ શરૂઆતમાં ફિક્કા રંગની હોય છે વખત જતાં તે લીલા રંગની બને છે, ત્યાર બાદ તે ઘેરો રાતો રંગ પકડે છે અને તેને ઝાડ પરથી ઉતારી લેવાય છે. જ્યારે કળીની લંબાઈ ૧.૫ થી ૨ સેમી જેવડી થાય છે ત્યારે લવિંગને ઊતારવામાં આવે છે. આની દાંડીને છેવાડે ચાર બાજુએ લંબાતા વજ્રપત્ર હોય છે અને ચાર ખુલ્યા વગરની પાંખડી હોય છે જે કેંદ્રમાં મોટા દાણા સ્વરૂપે હોય છે.

નામ વ્યૂત્પત્તિ[ફેરફાર કરો]

લવિંગનું ઝાડ

લવિંગનું શાસ્ત્રીય નામ સાયઝિજીયમ એરોમેટિકમ છે. તે મિર્ટેસી કુળના ઉપકુળ મિર્ટોઇડીમાં આવેલી સાયઝિજીયમ પ્રજાતિમાં સ્થાન પામે છે. તેનું વર્ગીકરણ દ્વિદળી વનસ્પતિના મિર્ટેલ્સ ગોત્રમાં કરવામાં આવે છે. લવિંગ સપુષ્પી વનસ્પતિ છે જે મેગ્નોલિયોફાયટા વર્ગમાં આવેલું છે.[૧]

વપરાશ[ફેરફાર કરો]

સૂકાયેલા લવિંગ
પોરાનું લવિંગાકાર મોડેલ
૨૦૦૫માં લવિંગનું ઉત્પાદન

પ્રાયઃ એશિયાઈ, આફ્રિકી અને મધ્ય પૂર્વની માંસાહારી વાનગીમાં માંસમાં સ્વાદ ઉમેરવા લવિંગ વપરાય છે. મીઠાઈ બનાવવામાં પણ લવિંગ વપરાય છે. આ સિવાય તેને સફરજન, પેર કે ર્‌હુબાર્બ સાથે પણ ખવાય છે.[૨]

મેક્સિકન રસોઈમાં લવિંગને ક્લેવોસ ડી ઓલોર કહે છે અને તેને જીરા અને તજ સાથે વાપરવામાં આવે છે.[૩]

લવિંગમાં ૮૫% ભાગ યુજેનોલ નામના તત્ત્વનો બનેલો હોય છે. લવિંગના તીખા સ્વાદ માટે આ તત્ત્વ જવાબદાર છે. લવિંગ એક આકરો મસાલો હોવાથી તે રસોઈમાં અલ્પ માત્રામાં વપરાય છે. [૪] આ મસાલાનો સ્વાદ જીરું, વેનિલા, લાલ વાઈન અને બેસીલ સાથે મેળ પાડે છે. તે સિવાય તે કાંદા, સાઈટ્રસ છાલો, બાદિયાન કે કાળામરી સાથે પણ સ્વાદિષ્ટ જોડી બનાવે છે. [૪]

અન્ય ઉપયોગો[ફેરફાર કરો]

ઈંડોનેશિયામાં ક્રેટેક નામની સિગારેટ બનાવવા માટે લવિંગ વાપરવામાં આવે છે.[૧] સમગ્ર યુરોપ, અમેરિકા અને એશિયામાં ક્રેટેકનું સેવન કરવામાં આવે છે. ૨૦૦૯માં યુનાઇટેડ સ્ટેટ્સમાં લવિંગ સિગરેટ અને અન્ય ફળોની સોડમ ધરાવતી સિગારેટ પર પાબંદી મૂકવામાં આવી હતી. લવિંગ ધરાવતી સિગારેટને અમેરિકામાં સિગાર કહેવામાં આવે છે. [૫]

લવિંગ કીડી રોધક તરીકે પણ ઉપયોગી છે..[૬]

પારંપારિક વૈદકીય ઉપયોગ[ફેરફાર કરો]

ભારતીય આર્યુર્વેદ, ચીની વૈદક શાસ્ત્ર, પશ્ચાત્ય ઔષધિ અને દંતશાસ્ત્રમાં લવિંઅના તેલનો ઉપયોગ દાંતના દર્દ વખતે પીડા શામક તરીકે કરવામાં આવે છે. લવિંગનો ઉપયોગ પેટમાં હાયડ્રોક્લોરિક એસિડનું પ્રમાણ વધારીને વાતહારક તરીકે પણ કરવામાં આવે છે. આ સિવાય તેનો ઉપયોગ પેરિસ્ટેલાસિસ (આંતરડાના કે અન્ન નળીના મોજા જેવાં હલનચલન) ના ઈલાજ માટે પણ કરાય છે. લવિંગને પ્રાકૃતિક પરોપજીવી (દા.ત કૃમિ) નાશક પણ કહે છે[૭]. આના તેલનો ઉપયોગ સુગંધ ચિકિત્સામાં (આરોમાથેરેપી)માં ઉષ્માની જરાર હોય ત્યારે કરવામાં આવે છે, ખાસ કરીને પાચન સંબંધી ફરિયાદો માટે. જઠર કે ઉદર પર તેને લગાડતા તે પાચન માર્ગને ઉષ્મા આપતું હોવાનું માનવામાં આવે છે. સડેલા દાંતની બખોલમાં લવિંગનું તેલ લગાડતા પીડામાં રાહત મળે છે. [૮]

ચીની વૈદકશાસ્ત્ર લવિંગને તીખું, ઉષ્ણ અને સુગંધી ગણે છે. તેઓ લવિંગને મૂત્રપિંડ, બરોળ, પેટમાં પ્રવેશ કરનાર માને છે. તે મધ્ય પેટને નીચે તરફ ગરમ કરે છે. તે હેડકી મટાડનાર અને મૂત્રપિંડને સંરક્ષણ આપનર મનાય છે[૯].

શરીરની અંદર વાપરવા લવિંગને ચા તરીકે લઈ શકાય છે. નબળા સ્નાયુ ( હાયપોટોનિયા) ના ઈલાજ માટે અથવા સ્નાયુઓની સખતાઈ ( સ્ક્લેરોસીસ)ના ઈલાજ માટે તેને શરીર પર ચોપડી શકાય છે. તિબેટિયન વૈદકમાં પણ લવિંગનો ઉપયોગ જોવા મળે છે. [૧૦] અમુક લોકો પિત્ત પ્રકૃતિમાં આંતરિક ઈલાજ માટે લવિંગનો ઉપયોગ મર્યાદિત પ્રમણમાં કરવા સૂચવવામાં આવે છે. [૧૧]

આધુનિક યોગમાં વૈદકીય અને ઔષધિય ઉપયોગ[ફેરફાર કરો]

ઐતિહાસિક રીતે લવિંગનો ઉપયોગ્ અદાંતન દર્દ ઉપર કરાતો આવ્યો છે, પરંતુ યુ. એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશ (એફ. ડી. એ.)ને અસરકારકતાના માપનમાં લવિંગના યુજેનોલ તત્ત્વને નીચે ઉતાર્યો છે. એફ. ડી. એ. અનુસાર યુજીનોલને અસરકારક દંતપીડા શામક સાબિત કરી શકાય એવા ચોક્કસ પુરાવા નથી. આમ તો ત્વચા પર લવિંગનું તેલ વાપ્રવું સલામત છે પણ તેનો વારંવાર અને દીર્ધકાલિન વપરાશ પેઢા, દાંતમાંનું દળ, મ્યુકોસ અને ત્વચાને નુકશાન કરી શકે છે.

તાવ ઓછો કરવા, મચ્છરો દૂર ભગાવવા અને શીધ્રપતન પતન પર લવિંગની અસરકારકતાના અભ્યાસ કોઈ નિર્ણયાત્મક અસર સાબિત કરી નથી શક્યા. લવિંગ શરીરમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે. [૧૨]

લવિંગના અમુક તત્ત્વો હર્પિવાયર વિરોધી ગુણધર્મો ધરાવે છે. [૧૩]

લવિંગની કળીઓ પ્રતિઓક્સિકારક (એન્ટી ઓક્સિડેન્ટ) ગુણધર્મો ધરાવે છે.[૧૪]

માછલીઓને ચેતનાશૂન્ય કરવા લવિંગનું તેલ વપરાય છે. લવિંગના તેલનું લાંબાગાળાનું સેવન (૪૦૦ મિગ્રા/લિ) માનવ (ઈચ્છા)મૃત્યુનું કારણ બની શકે છે.[૧૫]

આ સાથે સથે લવિંગ અમુક દંતમંજન કે ટૂથપેસ્ટ બનવવામાં, રેચક ગોળીઓ બનાવવામાં અને ક્લોવકેની નામના મોઢા માટેની સ્થાનીય ચેતના શૂન્ય કરવાની દવા બનાવવામાં વપરાય છે. દાંતમાં હંગામી પૂરક બનાવવા પ્રાયઃ લવિંગનું તેલ (યુજેનોલ) ને ઝિંક ઓક્સાઈડને મિશ્ર કરવામાં આવે છે.[૧૬]

લવિંગના વિવિધ રૂપો[ફેરફાર કરો]

લવિંગની કળીઓ:આ ડાળી જેવી દેખાતી લવિંગની કળીઓ હોય છે. જેમાં સામસામે શાખા વિકસે છે . બહરથી રતે રંગે કથ્થૈ રંગની અને ખરબચડી સૂકી સપાટી ધરાવે છે.

માદા લવિંગ(એન્થોફીલી - Anthophylli): આ લવિંગના પાકેલા ફળો હોય છે. તે નાનકડા, લંબગોળ, એકબીજી ફળો હોય છે. તે દેખાવે ઉંદરની પોલદી જેવી દેખાય છે.

કથ્થૈ લગિંવ: આ થોદ્વધુ ખીલેલી લવિંગની કળી હોય છે જેમાંથી corolla અને stamens કાઢી નાખાવામાં આવે છે.

લવિંગનો કૂચો: તેલ લ્કાધી લીધા પછી વધેલ લવિંગનો કૂચો. આમાં ત્લ નથી હોતું અને વધુ ઘેરા રંગનો હોય છે. [૧૭]

ઈતિહાસ[ફેરફાર કરો]

હજી આધુનિક સમય પહેલાં સુધી લવિંગ માત્ર માલુકુ દ્વીપ સમુહમાં ઉગતાં હતાં. (જેમાં બેજન, મકીયન, મોતી, તેર્નેટ અએ ટાઈડોર દ્વિપ શામિલ છે.) [૧૮] વિશ્વમાં "અફો" નામનું લવિંગનું સૌથી વૃક્ષ ટેર્નેટ દ્વિપમાં હોવાનું મનાય છે તે ૩૫૦ થી ૪૦૦ વર્ષ જૂનું હોવાનો અંદાજ છે. [૧૯] આ વૃક્ષના બીજ પીવેરી નામના ફ્રેમ્ચ વ્યક્તિએ ચોર્યા હતાં ત્યાંથી તે તેને ફ્રાંસ લઈ ગયો અને ત્યઆમ્થી ઝાંઝીબાર. આજે ઝાં<ઝીબાર વિશ્વનો પ્રથમ ક્રમાંકનો લવિંગ ઉત્પાદક છે.[૧૯]

લવિંગ માલુકુ દ્વિપ સમૂહ બહાર ઉગતા થયા તે પહેલાં તેનો વ્યાપાર તેલની જેમ થતો હતો અને તેના નિકાસ પર બળજબરીથી પ્રતિબંધ લદાયેલો હતો. [૧૯] ૧૭મી સદીમાં ડચ ઈસ્ટ ઈંડિયા કંપનીએ મસાલાના વ્યાપારમાં એકહથ્થુ સત્તા મેળવી હતી. જાયફળની જેમ તેઓ લવિંગનો પણ ઈજારો મેળવવા ઈચ્છતા હતા. જોકે જાયફળનું ઉત્પાદન એકજ દ્વિપ પુરતું સિમિત હતું અને લવિંગ વિવિધ દ્વિપ સમુહ પર ઉગતા હતાં આને કારણે કંપની દ્વારા તેના પર નિયંત્રણ મુશ્કેલ હતું. [૨૦]

હાન કુળના ચીની રાજાઓ સાથે વાતચીત કરનાર વ્યક્તિને લવિંગ પાવી પડતી જેથી તેમની શ્વાસમાં બદબો ન આવે. .[૨૧] મધ્યયુગમાં હિંદી મહાસાગરમામ્ મુસ્લીમ વ્યાપારીઓ વારા લવિંગનો વેપાર કરવામાં આવતો. ઈબ્ન બતુતા અને એકહાજાર અને એક રાતના નાવિક સિંદબાદ પણ લવિંગનો વેપાર કરતો હોવાનો ઉલ્લેખ છે. [૨૨] સિરિયામાં પુરાતત્ત્વવીદોને ઈ.પૂ.૧૭૨૧ની આસપાસના કાળના માટીના વાસણોમાં લવિંગ મળ્યા છે.[૧૮]

સક્રીય તત્ત્વો[ફેરફાર કરો]

લવિંગની સુગંધ નએ સ્વાદ માટે યુજેનોલ નામનું તત્વ જવાબદાર છે. તે તત્વની કાર્બનિક અણુ સંચના.

યુજેનોલનો ૭૨-૯૦% સુધીનો હાગ લવિંગના સુગંધી તેલનો બનેલો હોય છે. આ તત્ત્વજ લવિંગના સ્વાદ અને સોડમ માટે જવાબદાર છે. આ સિવાય તેલના અન્ય સુગંધી તેલો છે : એસિટાઈલ યુજેનોલ (acetyl eugenol), બીટા- કેરિફીલીન અને વેનીલીન (beta-caryophyllene and vanillin), ક્રૅતેગોલીક એસિડ(crategolic acid), બાઈ ક્રોનીન જેવા ટેનીન (bicornin),[૨૩]ગેલોટેનીક એસિડ (gallotannic acid),મિથાઈલ સેલીસાયલેટ(methyl salicylate) (દર્દનિવારક) વગેરે. [૨૪][૨૫]

૫મિલી જેટલી અલ્પ માત્રામાં પણ યુનીનોલ ઝેરી સાબિત થઈ શકે છે. [૨૬]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "Syzygium aromaticum (L.) Merr. & L. M. Perry", Germplasm Resources Information Network (GRIN) (Agricultural Research Service (ARS), United States Department of Agriculture (USDA)), https://npgsweb.ars-grin.gov/gringlobal/taxonomydetail.aspx?50069, retrieved June 9, 2011 
  2. "Guide to cloves with information on the history of cloves and recipe ideas". helpwithcooking.com. મૂળ માંથી 30 ડિસેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 24 June 2012.
  3. Dorenburg, Andrew and Page, Karen. The New American Chef: Cooking with the Best Flavors and Techniques from Around the World, John Wiley and Sons Inc., 2003
  4. ૪.૦ ૪.૧ Falkowitz, Max (10 February 2011). "Spice Hunting:Cloves". મેળવેલ 24 June 2012.
  5. "Flavored Tobacco". FDA.gov. મૂળ માંથી 2010-03-16 પર સંગ્રહિત. મેળવેલ 2012-09-07.
  6. "Tips for Home and Garden". Wofome.com.[હંમેશ માટે મૃત કડી]
  7. Balch, Phyllis and Balch, James. Prescription for Nutritional Healing, 3rd ed., Avery Publishing, 2000, p. 94
  8. Alqareer A, Alyahya A, Andersson L. (2012-05-24). "The effect of clove and benzocaine versus placebo as topical anesthetics". Journal of dentistry. 34 (10): 747–50. PMID 16530911.CS1 maint: multiple names: authors list (link)
  9. Chinese Herbal Medicine: Materia Medica, Third Edition by Dan Bensky, Steven Clavey, Erich Stoger, and Andrew Gamble 2004
  10. "Question: Multiple Sclerosis". TibetMed. મૂળ માંથી 2012-05-09 પર સંગ્રહિત. મેળવેલ 2012-09-07.
  11. Tillotson, Alan (2005-04-03). "Special Diets for Illness". Oneearthherbs.squarespace.com. મેળવેલ 2012-09-07.
  12. "Clove (Eugenia aromatica) and Clove oil (Eugenol)". National Institutes of Health, Medicine Plus. nlm.nih.gov. 2012-02-15. મેળવેલ 2012-09-07.
  13. Kurokawa, Masahiko; et al. (1998). "Purification and Characterization of Eugeniin as an Anti-herpesvirus Compound from Geum japonicum and Syzygium aromaticum". JPET. 284 (2): 728–735. Explicit use of et al. in: |last2= (મદદ)
  14. Niwano, Y.; Yoshizaki, Fumihiko; Kohno, Masahiro; Ozawa, Toshihiko; et al. (2011). "Extensive screening for herbal extracts with potent antioxidant properties". Journal of Clinical Biochemistry and Nutrition. 48 (1): 78–84. doi:10.3164/jcbn.11-013FR. PMC 3022069. PMID 21297917. Explicit use of et al. in: |last2= (મદદ)
  15. Monks, Neale. "Aquarium Fish Euthanasia: Euthanizing and disposing of aquarium fish". FishChannel.com. મૂળ માંથી ઑક્ટોબર 6, 2011 પર સંગ્રહિત. મેળવેલ August 1, 2011. Check date values in: |archive-date= (મદદ)
  16. Youngken, H.W. (1950). Text book of pharmacognosy (6th આવૃત્તિ).
  17. Bisset, N.G. (1994). Herbal drugs and phyotpharmaceuticals, Medpharm. Stuttgart: Scientific Publishers.
  18. ૧૮.૦ ૧૮.૧ Turner, Jack (2004). Spice: The History of a Temptation. Vintage Books. પૃષ્ઠ xv. ISBN 0-375-70705-0.
  19. ૧૯.૦ ૧૯.૧ ૧૯.૨ Worrall, Simon (23 June 2012). "The world's oldest clove tree". BBC News Magazine. મેળવેલ 24 June 2012.
  20. Krondl, Michael. The Taste of Conquest: The Rise and Fall of the Three Great Cities of Spice. New York: Ballantine Books, 2007.
  21. Andaya, Leonard Y. (1993). "1: Cultural State Formation in Eastern Indonesia". માં Reid, Anthony (સંપાદક). Southeast Asia in the early modern era: trade, power, and belief. Cornell University Press. ISBN 978-0-8014-8093-5.
  22. "The Third Voyage of Sindbad the Seaman - The Arabian Nights - The Thousand and One Nights - Sir Richard Burton translator". Classiclit.about.com. 2012-04-10. મૂળ માંથી 2011-06-07 પર સંગ્રહિત. મેળવેલ 2012-09-07.
  23. Li-Ming Bao, Eerdunbayaer, Akiko Nozaki, Eizo Takahashi, Keinosuke Okamoto, Hideyuki Ito and Tsutomu Hatano (2012). "Hydrolysable Tannins Isolated from Syzygium aromaticum: Structure of a New C-Glucosidic Ellagitannin and Spectral Features of Tannins with a Tergalloyl Group". Heterocycles. 85 (2): 365–81. doi:10.3987/COM-11-12392.CS1 maint: multiple names: authors list (link)
  24. Chinese Herbal Medicine: Materia Medica, Third Edition by Dan Bensky, Steven Clavey, Erich Stoger, and Andrew Gamble. 2004
  25. "Clove Essential Oil - Chemical Composition". Scienceofacne.com.
  26. Hartnoll, G; Moore, D; Douek, D (1993). "Near fatal ingestion of oil of cloves". Archives of Disease in Childhood. 69 (3): 392–3. doi:10.1136/adc.69.3.392. PMC 1029532. PMID 8215554.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]