આંજણી (રોગ)
Jump to navigation
Jump to search
આંજણી (હિન્દી:बिलनी; અંગ્રેજી:Sty અથવા Stye સ્ટાઈ) એ એક આંખનો રોગ છે. આ રોગમાં આંખોની પાંપણ પર ફોડલી થાય છે, જે દાણા રુપે હલ્કા લાલાશ પડતો રંગમાં ઉભરે છે. આમ તો આ મોટો રોગ નથી, પરંતુ આંજણી થાય ત્યારે દર્દીને ઘણી તકલીફ થતી હોય છે.
આંખની પાંપણો પર આવેલા વાળના મૂળમાં બારીક તૈલી સ્ત્રાવ ગ્રંથિઓ આવેલી હોય છે. આ ગ્રંથિને બહારથી ચેપ લાગવાને કારણે તેના પર સોજો આવે છે. બાહ્ય ચેપ આંખને વારંવાર ગંદા હાથ કે ગંદા રૂમાલ ઘસાવાને કારણે લાગી શકે છે. શરીરની નબળાઈ, શરીરની આંતરિક ગરમી, પિત્તરોગ (એસિડીટી), કબજિયાત, મધુપ્રમેહની તકલીફવાળાને આ ચેપ જલ્દીથી લાગી શકે છે, પરિણામે વારંવાર આંજણી થાય છે.