આંબાઝરી તળાવ

વિકિપીડિયામાંથી
આંબાઝરી તળાવ
આંબાઝરી તળાવ અન્ય દૃશ્ય

આંબાઝરી તળાવ ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ નાગપુર શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલ છે. નાગપુર શહેરની આસપાસ આવેલ ૧૧ તળાવો પૈકીનું આ એક તળાવ છે. નાગપુર પાસેથી વહેતી નાગ નદીનું આ તળાવ ઉદ્ગમસ્થાન છે.

આ તળાવનું અગાઉ નામ 'બિંબાઝરી' હતું. નાગપુરના ગોંડ રાજાના શાસન દરમિયાન આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ માટે નાગપુર પાસેના લાવા ગામ પાસેના મહાદગડના ડુંગરથી ઉત્પત્તિ થતી નાગ નદી પર બંધ બાંધવામાં આવ્યો હતો. ઉત્તર ભારતથી નાગપુર આ કામ માટે આવેલા 'કોહળી' સમાજના લોકોએ આ તળાવનું નિર્માણ કર્યું છે. ભોંસલે રાજવંશના શાસનકાળમાં આ તળાવમાં સુધારાઓ કરવામાં આવેલ છે. પછી ૧૮૬૯ના વર્ષમાં પડેલ દુકાળ દરમિયાન આ તળાવના બાંધકામમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા હતા. આ તળાવની ઊંચાઈ ૧૭ ફૂટ થી વધારીને તેની ક્ષમતા ત્રણ ગણી વિસ્તારવામાં આવી હતી. સને ૧૮૭૦ના વર્ષમાં નાગપુર નગરપાલિકા બની હતી. તેણે પ્રાથમિક કાર્ય તરીકે,  આ શહેરમાં આ તળાવમાંથી ઘરેઘરે પાણી પુરવઠા માટે નળયોજના અમલમાં મૂકી હતી[૧]. સને ૧૮૭૦ મધ્યે ભોસલે શાસન સમયમાં, માટીનો બંધ બાંધવામાં આવ્યો હતો., આ કૃત્રિમ તળાવમાંથી સરદારો અને અધિકારી વર્ગને રસોઈ બનાવવાના પાણીનો પૂરવઠો નળ દ્વારા પહોંચાડવા માટે સગવડ કરી હતી. આ તળાવમાં ડૂબેલ જમીનમાં આંબાના ઝાડ હતાં, તેથી આંબાઝરી નામ પડ્યું એમ કહેવાય છે. આ તળાવમાંથી લગભગ 30 વર્ષ નાગપુર શહેરમાં પાણી પુરવઠો પૂરો કરાતો હતો. આ સમય પછી હાલમાં પ્રદૂષિત થવાને કારણે પાણી પીવાયોગ્ય રહ્યું નહીં. ત્યારબાદ આ શહેરની વસ્તીમાં વધારો થવાને કારણે અને અન્ય જળ સ્ત્રોત ઉપલબ્ધ કારણે આ તળાવ પાસેથી પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો. જો કે, અહીંથી નજીકના હિંગણા ઔદ્યોગિક વિસ્તારને આ તળાવમાંથી પાણી હજુ પણ પૂરી પાડવામાં આવે છે.

આ તળાવ પાસે એક ઉદ્યાન છે. તેનું નામ આંબાઝરી બગીચા છે. આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારના વૃક્ષો છે. પહેલાં બગીચામાં તળાવમાં બોટિંગ માટેની સગવડ હતી. આ ઉદ્યાન આશરે ૧૮ એકર જેટલી જગ્યામાં ફેલાયેલ છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]