આઇટીસી લિમિટેડ

વિકિપીડિયામાંથી
ITC Limited
Public (BSE: 500875)
ઉદ્યોગConglomerate
સ્થાપના24 August 1910
મુખ્ય કાર્યાલયKolkata, India
મુખ્ય લોકોYogesh Chander Deveshwar, Chairman
K. Vaidyanath, Director,
Kurush Grant, Director,
Rajiv Tandon (CFO)
ઉત્પાદનોCigarettes
Hotels
Apparel
Tobacco
Foods
Stationery
Personal Care
Paperboard and specialty papers
Printing and packaging
Matches and Agarbattis
Infotech
આવકIncrease US$6 billion (2009)
કર્મચારીઓ26,150 (2009)
વેબસાઇટITCportal.com

આઇટીસી લિમિટેડ BSE: 500875 ભારતના મહાનગર કલકત્તામાં વડું મથક ધરાવતું એક સાર્વજનિક સંગઠન છે.[૧] આ સંગઠનનો વાર્ષિક વેપાર 6 અબજ રૂપિયા છે જ્યારે બજારમાં મૂડીરોકાણ 22 અબજ રૂપિયા કરતા પણ વધારે છે. આ સંગઠનની પંજીકૃત કચેરી કલકત્તામાં છે. મૂળ બ્રિટનની ઇમ્પિરીયલ ટોબેકો નામના સંગઠનમાંથી ભારતમાં ઇમ્પિરીયલ ટોબેકો કંપનીની શરૂઆત કરવામાં આવી હતી, પણ 1970માં એને ઇન્ડિયન ટોબેકો કંપનીમાં અને પછી 1974માં આઇ.ટી.સી. લિમિટેડમાં તબદિલ કરવામાં આવી હતી. હાલનાં તબક્કે આ સંગઠન સંપૂર્ણપણે સ્વતંત્ર છે.

આઇટીસી લિમિટેડમાં અત્યારે પ્રમુખ તરીકે યોગેશ ચંદર દેવેશ્વર કાર્યરત છે. ફોર્બસ 2000માં સ્થાન મેળવી શકેલા આ પ્રતિષ્ઠિત સંગઠનમાં અત્યારે ભારતના અલગઅલગ 60 કરતા વધારે સ્થળે 26,000 કરતા વધારે વ્યક્તિઓ કાર્યરત છે. 24 ઓગસ્ટ, 2010ના દિવસે આઇટીસી લિમિટેડે પોતાના કાર્યકાળના સો વર્ષ સફળતાપૂર્વક પુરા કર્યા છે.

આઇટીસીની હાજરી સિગારેટ્સ, હોટેલ્સ, પેપરબોર્ડ અને ખાસ પ્રકારના કાગળની બનાવટના ક્ષેત્રે, પેકેજિંગ, કૃષિ વેપાર, ડબ્બાબંધ ખાદ્યપદાર્થો અને મિઠાઇઓ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બ્રાન્ડેડ વસ્ત્રો, વ્યક્તિગત વપરાશની વસ્તુઓ, સ્ટેશનરી, દિવાસળીઓ તથા અન્ય રોજબરોજની વસ્તુઓના વ્યવસાયમાં જોવા મળે છે એક તરફ આઇટીસી સિગારેટ્સ, હોટેલ્સ, પેપરબોર્ડ, પેકેજિંગ અને કૃષિ વિકાસ જેવા ક્ષેત્રોમાં વ્યવસાયમાં એકહથ્થું શાસન ધરાવે છે તો બીજી તરફ ડબ્બાબંધ ખાદ્યપદાર્થો અને મિઠાઇઓ, બ્રાન્ડેડ વસ્ત્રો, વ્યક્તિગત વપરાશ માટેના પ્રસાધનો તેમજ સ્ટેશનરી જેવા વ્યવસાયોનો શરૂઆતના તબક્કામાં પણ ઝડપભેર વિકાસ થઈ રહ્યો છે.

આઇટીસીની વિકાસની ગાથાને એની કામ કરવાની યોગ્ય શૈલી પ્રેરણારૂપ બનાવે છે કારણ કે આટલી બધી વિવિધતા અને આટલું વિશાળ કદ ધરાવતી આઇટીસી વિશ્વની એકમાત્ર એવી કંપની છે વાતાવરણમાં 'કાર્બનનું અને પાણીમાં અન્ય પ્રકારનું પ્રદુષણ નથી ફેલાવતી' અને 'ઘન કચરાનો રિસાયકલિંગથી યોગ્ય નિકાલ કરીને પર્યાવરણની પુરતી કાળજી રાખે છે.' આઇટીસીના ઉદ્યોગને કારણે 50 લાખ કરતા વધારે વ્યક્તિઓને જેમાંથી મોટાભાગની વ્યક્તિઓ ભારતના ગ્રામ્ય વિસ્તારની છે, રોજીરોટી કમાવાની તક મળી છે.

ઉત્પાદનો અને બ્રાન્ડની યાદી[ફેરફાર કરો]

ઢાંચો:Mergefrom ઘરવપરાશની વસ્તુઓ (એફએમસીજી)ના ક્ષેત્રે આઇટીસીની મજબુત હાજરી છેઃ

  • સિગારેટ્સઃ ડબલ્યુ.ડી. એન્ડ એચ.ઓ. વિલ્સ , ગોલ્ડ ફ્લેક , નેવી કટ , ઇન્સિગ્નિયા , ઈન્ડિયા કિંગસ , ક્લાસિક (વર્વે, રૂશ, રેગ્યુલર, માઇલ્ડ અને અલ્ટ્રા માઇલ્ડ) , સિલ્ક કટ , સિઝર્સ , કેપસ્ટન , બર્કલે , બ્રિસ્ટોલ , લકી સ્ટ્રાઇક અને ફ્લેક .
  • ખાદ્યપદાર્થઃ (તરત ખાઇ શકાય એવા આહાર, બિસ્કિટ, મિઠાઈ અને નાસ્તા માટે કિચન્સ ઓફ ઇન્ડિયા , આર્શિવાદ , મિન્ટો , સનફિસ્ટ , કેન્ડીમેન , બિંગો જેવી બ્રાન્ડ્સ).
  • વસ્ત્રોઃ વિલ્સ લાઇફસ્ટાઇલ અને જ્હોન પ્લેયર્સ બ્રાન્ડ.
  • અંગત વપરાશના પ્રસાધનોઃ ફિયામા ડી વિલ્સ , વિવેલ , એસેન્ઝા ડી વિલ્સ , સુપિરીયા , વિવેલ બ્રાન્ડના પરફ્યુમ જેવા ત્વચા અને વાળની જાળવણી માટેના ઉત્પાદનો.[૨]
  • સ્ટેશનરીઃ ક્લાસમેટ અને પેપરક્રાફ્ટ બ્રાન્ડ.
  • દિવાસળીઓ અને અગરબત્તીઓઃ શિપ બ્રાન્ડ, ઇકનો (વિમકો સાથે સંયુક્ત માલિકી), મંગલદિપ અને એઇમ બ્રાન્ડ.

અન્ય વ્યવસાયોઃ

  • હોટેલ્સઃ આઇટીસીની હોટેલ્સ (આઇટીસી હોટેલ -વેલકમહોટેલ ના બ્રાન્ડનેમ અંતર્ગત)નો ભારે વિકાસ થયો છે અને આખા દેશમાં 80 હોટેલોની શૃંખલાને કારણે એનો સમાવેશ ભારતની બીજા નંબરની હોટેલ શૃંખલામાં થાય છે. આઇટીસી પાસે શેરેટોન ઇન્ટરનેશનલ હોટેલ્સની બે બ્રાન્ડની ધ લક્ઝરી કલેક્શન અને શેરેટોનની ભારતની ખાસ ફ્રેન્ચાઇઝી છે જેના કારણે આઇટીસી પોતાની બ્રાન્ડ સાથે એનો સત્તાવાર રીતે સંયુક્ત ઉપયોગ કરી શકે છે. હોટેલક્ષેત્રની માલિકી અને તેમની તમામ કાર્યવિધીનું સંચાલન ફોર્ચ્યુન અને વેલકમહેરિટેજ જેવી પેટા કંપનીઓ દ્વારા કરવામાં આવે છે.
  • પેપરબોર્ડ અને ખાસ પ્રકારના ગ્રાફિક અને અન્ય પેપરોની બનાવટનો ઉદ્યોગ.
  • ભારતીય અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકો માટે પેકેજિંગ અને પ્રિન્ટિંગનો ઉદ્યોગ.
  • ઇન્ફોટેક ઉદ્યોગ (આઇટીસીની સંપૂર્ણ માલિકીની પેટા કંપની આઇટીસી ઇન્ફોટેક ઇન્ડિયા લિમિટેડ એસઈઆઇસીએમએમની લેવલ 5ની કંપની છે).

ગ્રામ્યક્ષેત્રે પહેલ[ફેરફાર કરો]

આઇટીસીનો કૃષિ વ્યવસાય કૃષિ ઉત્પાદનોની નિકાસ કરતો બીજા નંબરનો નિકાસકર્તા વ્યવસાય છે. ભારતનું સૌથી મોટા વિદેશી હુંડીયામણ રળનારી (છેલ્લા દશકમાં ૨ અબજ અમેરિકન ડોલર)કંપનીઓમાંની એક આઇટીસી છે. સંગઠને એના 'ઇ-ચોપાલ' જેવા પ્રયાસો દ્વારા ભારતીય ખેડૂતોને ઇન્ટરનેટના માધ્યમથી તેમની ખેતીની આવક વધારવાનો અને વધારે સ્પર્ધાત્મક યુગમાં વધારે સક્ષમ બનવાનો રસ્તો બતાવ્યો છે. આઇટીસીનો આ સરાહનીય પ્રયોગ હાવર્ડ બિઝનેસ સ્કૂલ જેવી પ્રતિષ્ઠિત સ્કૂલમાં અભ્યાસનો મુદ્દો બની ગયો છે. આશા છે કે આ પ્રયોગને કારણે આઇટીસી માટે એક વિશાળ ગ્રામ્ય વિતરણ વ્યવસ્થા ઉભી થશે જેના કારણે સંગઠન વધારેને વધારે ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચી શકશે.

આ પ્રયાસ અંતર્ગત કંપનીએ ખેતી કરતા ગ્રામ્ય વિસ્તારમાં ઇન્ટરનેટ જોડાણ સાથેના કોમ્પ્યૂટર લગાવ્યા છે અને આ વિસ્તારમાં ચોપાલ તરીકે ઓળખાતું હળવા મળવાનું સ્થળ ઇ-ચોપાલ બનીને માહિતીના આદાન પ્રદાન (હિન્દીમાં ચોપાલનો અર્થ વિસ્તારોને એકઠા કરવા એવો થાય છે) માટેનું ઇ-કોમર્સનું કેન્દ્ર બની જાય છે. સંગઠને આ પ્રયાસની શરૂઆત સોયા, તમાકુ, ઘઉં, ચિંરાટ અને અન્ય ઉત્પાદનની ખરીદ પ્રક્રિયાને વધારે સરળ બનાવવા માટે કરી હતી, પણ આ માધ્યમને કારણે સંગઠન માટે વધારે નફાકારક વિતરણ અને ઉત્પાદન ડિઝાઇનનો રસ્તો પણ તૈયાર થઈ ગયો. ઇ-કોમર્સ જેવા માધ્યમને કારણે ગ્રામ્ય ભારતની જરૂરિયાતો પર ધ્યાન આપી શકાય એ માટે ઓછા ખર્ચે એક ખાસ પ્રકારની વ્યવસ્થા ઉભી થઈ ગઈ. આઇટીસીની ઇ-ચોપાલ વ્યવસ્થાને કારણે ગ્રામ્ય વિસ્તારને એક પ્રકારની એકલવાયી બીબાંઢાળ વ્યવસ્થામાંથી મુક્તિ મળી અને સાથેસાથે ખેડૂતો માટે એક પારદર્શક વ્યવસ્થા ઊભી થઈ જેના કારણ તેમના ઉત્પાદનની ગુણવત્તા સુધરી અને આવકમાં વધારો થયો.

કોર્પોરેટ પરોપકારવૃતિ[ફેરફાર કરો]

આઇટીસી ઇ-ચોપાલે રચનાત્મક રીતે માહિતી ટેકનોલોજીનો ઉપયોગ અત્યાર સુધી પરંપરાગત બજારોમાં ખરીદ અને વેચાણ કરતા ભારતના નાના અને ગરીબ ખેડૂતો માટે અલાયદી વૈશ્વિક બજારના સર્જન માટે કર્યો.

જુલાઈ ૨૦૧૦ સુધી ૧૦ રાજ્યોમાં ફેલાયેલા ૬૫૦૦ જેટલા ઇ-ચોપાલના માધ્યમથી આઇટીસી ૪૦,૦૦૦ જેટલા ગ્રામ્ય વિસ્તારોના ૪૦ લાખ જેટલા ખેડૂતો સુધી પહોંચી શકી હતી. આ સિવાય નિઃશુલ્ક ઇન્ટરનેટની સુવિધાને કારણે ભારતના ગ્રામ્ય વિસ્તારનું સમગ્ર વિશ્વ સાથેનું જોડાણ શક્ય બન્યું હતું.

હવે આઇટીસી ઇ-ચોપાલ સંગ્રહિત ૨૦૨૧-૦૩-૩૦ ના રોજ વેબેક મશિનની ગણતરી સંશાધન વિકાસની શરૂઆત માટેની વિશ્વસનીય વિતરણ વ્યવસ્થા તરીકે થવા લાગી છે. બિન સરકારી સંગઠનો જેવી કેટલીક સંસ્થાઓની મદદ લઈ ને સ્વાસ્થ્યસંભાળ, શિક્ષણ, પાણીના વ્યવસ્થાપન તથા પશુઓના આરોગ્યક્ષેત્રે પ્રાથમિક પ્રયોગો કરીને આ ઇ-ચોપાલની સક્ષમતાની ચકાસણી કરવામાં આવી છે.

આઇટીસીએ શિક્ષણના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપવા માટે ક્લાસમેટ નોટબુક્સ નામની નોટબુકોની શ્રેણીની શરૂઆત કરી છે અને આ પ્રત્યેક નોટબુકના વેચાણમાંથી એક રૂપિયા જેટલી રકમ ગરીબ બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરવાની યોજના બનાવવામાં આવી છે.

આ રીતે શિક્ષણના ક્ષેત્રમાં ક્લાસમેટ દ્વારા 'ક્લાસમેટ આઇડિયા ફોર ઇન્ડિયા ચેલેન્જ' સંગ્રહિત ૨૦૧૦-૦૯-૦૪ ના રોજ વેબેક મશિન નામનો ખાસ કાર્યક્રમ તૈયાર કરાયો છે. આ કાર્યક્રમ કંપનીની શતાબ્દી શરૂઆતનો ભાગ બની રહેશે.[૩] દેશભરના યુવાનો પાસેથી દેશમાં ભારે પરિવર્તન લાવી શકવાની શક્યતા ધરાવતા નવતર વિચારો મંગાવવામાં આવશે. ક્લાસમેટ આઇડિયા ફોર ઇન્ડિયાચેલેન્જ નામના આ કાર્યક્રમની મદદથી આખા દેશના 30 શહેરોની 500 સ્કૂલો અને 200 કોલેજના માધ્યમથી 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનું આયોજન છે.[૪]

મિડિયા એઓઆર[ફેરફાર કરો]

આઈટીસીની મિડિયા એઓઆર જવાબદારી મેડિસન કોમ્યુનિકેશન દ્વારા સંભાળવામાં આવી રહી છે.[૫]

ફોર્બસ ક્રમાંક[ફેરફાર કરો]

આઇટીસી 2007માં આઇટીસી ફોર્બસ ગ્લોબલ 2000ના રેન્કિંગમાં 1256માં સ્થાને હતી.[૬]

આઇટીસી ભારતની એકમાત્ર એફએમસીજી કંપની છે જે 2009ના ફોર્બસ ગ્લોબલ 2000ના રેન્કિંગમાં 987માં સ્થાને હતી.[૭]

ફોર્બસના વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત કંપનીઓની યાદીમાં આઇટીસીનો સમાવેશ 95ક્રમાંકે પણ થયેલો છે.[૮]

વૈશ્વિક અને અન્ય સિદ્ધિઓ[ફેરફાર કરો]

  • ભારતની પહેલી કંપની આઇટીસીનો સમાવેશ વિશ્વની એવી દસ કંપનીઓમાં થાય છે જેને પોતાનો સ્થિરિતા અહેવાલ (એ પ્લસ સ્તર જેટલો ઉચ્ચ સ્તર)ને નેધરલેન્ડ્સ સ્થિત ગ્લોબર રિપોર્ટિંગ ઇનીશિએટીવ (જીઆરઆઇ)માં પ્રકાશિત કરવાની તક મળી છે. આ જીઆરઆઇને સંયુક્ત રાષ્ટ્રનો ટેકો છે અને એમાં વૈશ્વિક સ્તરે આગળ પડતા વિશ્વસનીય સંગઠનોને સ્થિરતા અહેવાલ પ્રકાશિત કરવાની તક આપવામાં આવે છે.
  • આઇટીસી ભારતની પહેલી અને વિશ્વની બીજી એવી કંપની છે જેને પ્રતિષ્ઠિત ડેવલપમેન્ટ ગેટવે પુરસ્કાર જીતવાની તક મળી છે. કંપનીને 2005ના વર્ષમાં ભારતના ગ્રામ્ય વિસ્તારમાં આઇટીસી ઇ-ચોપાલની મદદથી ક્રાંતિકારી શરૂઆત કરવા બદલ એક લાખ ડોલરનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ધ ડેવલપમેન્ટ ગેટવે પુરસ્કારે આઇટીસી ઇ-ચોપાલને છેલ્લા દસ વર્ષમાં માહિતી અને પ્રત્યાયનના ક્ષેત્ર(આઈસીટી)માં સૌથી મહત્વનું પ્રદાન ગણાવ્યું હતું. આઇટીસી ઇ-ચોપાલને આ પુરસ્કાર ગરીબીનું પ્રમાણ ઘટાડવાના, વિશાળ સ્તરે કામ કરવાની ક્ષમતા, સ્થિરતા તથા પારદર્શકતા જેવા કારણોને લીધે આપવામાં આવ્યો હતો.
  • આઇટીસીને સૌથી પહેલો વર્લ્ડ બિઝનેસ અવોર્ડ જીતવાનું બહુમાન મળ્યું છે. આ અવોર્ડ આપવા માટે વૈશ્વિક સ્તરે ફેલાયેલી કંપનીઓમાંથી એવી કંપનીની પસંદગી કરવામાં જેણે વિકાસશીલ દેશોમાં સ્થાયી રોગગારીની તકો ઉભી કરીને દેશના વિકાસમાં હિસ્સો આપ્યો હોય. આ એવોર્ડ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી), ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ (આઇસીસી) અને એચઆરએચ પ્રિન્સ ઓફ વેલ્સ ઇન્ટરનેશનલ બિઝનેસ લિડર ફોરમ (આઇબીએલએફ)ના સંયુક્ત ઉપક્રમે આપવામાં આવ્યો હતો.
  • આઇટીસી એવી પહેલી કોર્પોરેટ કંપની છે જેને 2007માં વાર્ષિક ફિક્કી આઉટસ્ટેન્ડિંગ વિઝન કોર્પોરેટ ટ્રીપલ ઇમ્પેક્ટ અવોર્ડ આપવામાં આવ્યો હતો. કંપનીને આ અવોર્ડ દેશના આર્થિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે તથા દેશના કુદરતી પૂંજી ક્ષેત્રની જાળવણી કરવાના ત્રેવડા પ્રદાન આપવામાં આવ્યો હતો.
  • આઇટીસીએ 2007માં જ 'ઉદ્યોગોની સામાજિત જવાબદારી'ઓ યોગ્ય રીતે નિભાવવા બદલ ગોલ્ડન પીકોક અવોર્ડ મેળવ્યો હતો. આ વર્ષે કંપનીએ 'સીએસઆર ઇન ઇમર્જિંગ ઇકોનોમિક્સ ૨૦૦૫' અને 'એક્સલન્સ ઇન કોર્પોરેટ ગર્વનન્સ'ના અવોર્ડ પણ મેળવ્યા હતા. આ તમામ એવોર્ડ નવી દિલ્હીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિરેક્ટર્સએ વલ્ર્ડ કાઉન્સિલ ફોર કોર્પોરેટ ગર્વનન્સ અને સેન્ટર ફોર કોર્પોરેટ ગર્વનન્સ સાથે મળીને આપ્યા હતા.
  • બેંગલુરુની આઇટીસી હોટેલ ગાર્ડનીયાદ ભારતની પહેલી અને વિશ્વની સૌથી મોટી હોટેલ છે જેને વૈશ્વિક સ્તરે સૌથી હરિત ઇમારત હોવા બદલ આપવામાં આવતા એલઈઈડી પ્લેટિનમ રેટિંગ્ઝથી નવાજવામાં આવી છે.
  • કંપનીને 2006માં એના ઇ-ચોપાલના પ્રયાસ બદલ ધ સ્ટોકહોમ ચેલેન્જ 2006ના ખિતાબથી નવાજવામાં આવી હતી. આ અવોર્ડ ગ્રામ્ય વિસ્તારની આર્થિક પ્રગતિમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગ કરવા બદલ આપવામાં આવ્યો હતો.
  • આઇટીસીને ઇ-ચોપાલના માધ્યમથી કૃષિ વેપારને સારું એવું ઉત્તેજન આપવા બદલ કૈરો ખાતે 2008માં કૃષિ વેપારને ઉત્તેજન આપવાના વિચારોની આપલેના હેતુસર યોજાયેલી એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન (યુએનઆઇડીઓ) એવોર્ડ આપવામાં આવ્યો હતો.
  • ભારતમાં પાણી સંવર્ધનના ક્ષેત્રમાં અગત્યનું પ્રદાન આપવા બદલ કંપનીને યુનેસ્કો અને વૉટર ડાયજેસ્ટ દ્વારા ધ કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી ક્રાઉન એવોર્ડ આપવામાં આવ્યો હતો. 2007માં આઇટીસીને પાણીના વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામ કરવા બદલ 'બીયોન્ડ ધ ફેન્સ' કક્ષાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય પુરસ્કાર સીઆઇઆઇ શોહરાબજી ગોદરેજ ગ્રીન બિઝનેસ સેન્ટર દ્વાર પાણીના સંવર્ધન માટે વૉટરશેડ ટેકનીકના પ્રચાર માટેના કંપનીના પ્રયાસોને કારણે આપવામાં આવ્યો હતો.
  • આઈટીસીના વૉટરશેડ કાર્યક્રમને કારણે એને એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ દ્વારા એશિયન સીએસઆર એવોર્ડ 2007 પ્રદાન કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ એશિયાની કંપનીઓને સર્જનાત્મક અને વૈશ્વિક સ્તરનું સરાહનીય કામ કરવા બદલ આપવામાં આવે છે. કંપનીને એશિયા પેસિફિક ફોરમ દ્વારા પર્યાવર અને વિકાસના ક્ષેત્રમાં કામ કરવા બદલ હાશીમોટો ઇન્સેટીવ પ્રાઇઝ 2007 પણ આપવામાં આવ્યું હતું. આ ઇનામનો મુખ્ય હેતુ એશિયા-પેસિફિક વિસ્તારમાં ચાલતી સારી પ્રવૃત્તિઓને બિરદાવવાનો છે.
  • આઇટીસીને એની સામાજિક જવાબદારી સારી રીતે નિભાવવા બદલ ધ રીડર્સ ડાયજેસ્ટ પેગાસસ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
  • ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ (ટીઈઆરસી)દ્વારા ભારતના સાત રાજ્યોમાં વૉટરશેડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ લાગુ પાડવા બદલ આઇટીસીને ધ કોર્પોરેટ એવોર્ડ ફોર સોશ્યલ રિસ્પોન્સિબિલીટી 2008 આપવામાં આવ્યો હતો. કંપનીએ આ સિવાય આ જ એવોર્ડ ઇ-ચોપાલની શરૂઆત કરવા બદલ 2004માં જીત્યો હતો. આ એવોર્ડ સતત વિકાસને ગતિ આપવા માટે તથા કોર્પોરેટ કંપનીઓને સામાજિક જવાબદારી લેવા માટે ઉત્સાહિત કરવા માટે આપવામાં આવે છે.
  • ઇન્ફોસિસ ટેકનોલોજી અને પેન્સિલવેનિયાની વ્હર્ટન સ્કૂલ ઓફ ધ યુનિવર્સિટી દ્વારા સંયુક્તપણે રચવામાં આવેલા એપેકે ઇ-ચોપાલ પ્રયોગ માટે કંપનીને 'એન્ટરપ્રાઇઝ બિઝનેસ ટ્રાન્સફોર્મેશન એવોર્ડ' આપ્યો છે.
  • બોમ્બે સ્ટોક એક્સચેન્જ, ટાઇમ્સ ફાઉન્ડેસન અને નાસકોમ ફાઉન્ડેશને સંયુક્તપણે 2008માં ધ બેસ્ટ કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલીટી પ્રેકટિસ એવોર્ડ એનાયત કર્યો છે.
  • આઇટીસીને 2008માં રિટેલ અને લોજિસ્ટિક કેટેગરીમાં નાસકોમ-સીએનબીસી આઇટી એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ આઇટી અને વ્યવસાયને અલગ જ રીતે એકરૂપ કરવાના પ્રયાસને કદર તરીકે આપવામાં આવ્યો હતો. આ ખાસ એવોર્ડની શરૂઆત 2003માં થઈ હતી અને એ પછી કંપનીએ 2008માં ચોથી વખતે આ પુરસ્કાર જીત્યો હતો.
  • આઇટીસીને વાર્ષિક અહેવાલ અને તમામ વ્યવહારો સ્પષ્ટ અને પારદર્શક રાખવા બદલ, મેન્યુફેક્ચરીંગ અને ટ્રેડિંગ એન્ડરપ્રાઈઝ કક્ષા હેઠળ વખામવાલાયક એન્ટ્રી મૂકવાના નિર્ણય તરીકે, ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા એવોર્ડ પણ મળ્યો છે.
  • ગ્રાહક ઉત્પાદનના ક્ષેત્રમાં ધમાકેદાર શરૂઆતની કદર તરીકે આઇટીસીને બેસ્ટ મેનેજમેન્ટ કંપનીનો બિઝનેસ ટુડે એવોર્ડ આપવામાં આવ્યો છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "History and Evolution of ITC Limited". ITC Limited. મેળવેલ 2007-09-23.
  2. "ITC Personal Care Products".
  3. "ITC: Leading Multi-business conglomerate turns 100". Economic Times. 2010-08-24.
  4. "ITC launches Classmate Ideas challenge". Business Line. 2010-08-23.
  5. [૧]
  6. [http://www.forbes.com/lists/2007/18/biz_07forbes2000_The-Global-2000-India_10Rank.html આઈટીસીએ મિડિયા એકાઉન્ટની મેડીસનથી લીન્ટાસમાં ફેરબદલ કરી વઘુ વાંચોઃ આટીસીએ મિડિયા એકાઉન્ટની મેડીસનથી લીન્ટાસમાં ફેરબદલ કરી- ઘ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા http://timesofindia.indiatimes.com/business/india-business/ITC-shifts-media-account-to-Madison-from-Lintas/articleshow/6772430.cms#ixzz14ViJTAT3]
  7. [૨]
  8. [૩]

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]