આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ

વિકિપીડિયામાંથી
ICICI Prudential Mutual Fund
Public limited company
ઉદ્યોગMutual Funds
સ્થાપના1993
મુખ્ય કાર્યાલયMumbai, India
સેવા અપવામાં અવતા વિસ્તારોIndia
મુખ્ય લોકોMr. Nimesh Shah[૧]
(Managing Director & CEO), Mr. S. Naren[૨]
(Chief Investment Officer), Mr. Rahul Goswami
(Chief Investment Officer - Fixed Income)
ઉત્પાદનોMutual Fund, Portfolio Management Services, Advisory Services, Real estate investing
કુલ સંપતિIncrease ૧,૭૫,૮૮૧ crore (US$૨૩ billion)
(March 31, 2016)
કર્મચારીઓ1000-1500
વેબસાઇટwww.icicipruamc.com

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એસેટ મેનેજમેન્ટ કંપની લિ. દેશમાં સૌથી વિશાળ એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી) માંથી એક છે. તે સરળ અને સુસંગત રોકાણ નિવારણોની શ્રેણી મારફત રોકાણકારો માટે બચત અને રોકાણ વચ્ચેનું અંતર દૂર કરવા અને લાંબા ગાળાની સંપત્તિ નિર્માણ કરવા પર કેન્દ્રિત છે.[૩][૪]


ઈતિહાસ[ફેરફાર કરો]

અ. ઉદભવ[ફેરફાર કરો]

એએમસી ભારતમાં નાણાકીય સેવાઓમાં નામાંકિત અને ભરોસાપાત્ર નામ આઈસીઆઈસીઆઈ બેન્ક અને નાણાકીય સેવાઓનાં ક્ષેત્રમાં યુકેની સૌથી વિશાળ ખેલાડીમાંથી એક પ્રુડેન્શિયલ પીએલસી વચ્ચેનું સંયુક્ત સાહસ છે.

બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ, મુંબઈ, ભારતમાં સ્થિત કોર્પોરેટ કાર્યાલય સાથે એએમસીએ ૧૯૯૮માં સંયુક્ત સાહસના આરંભમાં ૨ સ્થળ અને ૬ કર્મચારી પરથી હાલમાં ૧.૯ મિલિયનથી વધુ રોકાણકારોના રોકાણકાર મૂળ સુધી પહોંચવા માટે ૧૨૦ સ્થળોમાં પહોંચ સાથે ૧૦૦૦થી વધુ કર્મચારીઓની શક્તિ સાથે સ્તરમાં પૂરતી વૃદ્ધિ નોંધાવી છે.[૫]

સંપૂર્ણ રોકાણ કેન્દ્રિત અભિગમથી પ્રેરિત સંસ્થા આજે રોકાણ નિપુણતા, સંસાધન બેન્ડવિથ અને પ્રક્રિયા અભિમુખતાનું અનુકૂળ સંયોજન છે.

સંસ્થા[ફેરફાર કરો]

અ. મુખ્ય હોદ્દેદારો[૬]

બોર્ડ ઓફ ડાયરેક્ટરો : એસેટ મેનેજમેન્ટ કંપની[ફેરફાર કરો]

 • શ્રી સંદીપ બક્ષી
 • શ્રીમતી ચંદા કોચર - અધ્યક્ષા
 • શ્રી સુરેશ કુમાર
 • શ્રી વિજય ઠક્કર
 • શ્રી એન. એસ. કન્નન
 • શ્રી સી. આર. મુરલીધરન
 • શ્રી નિમેશ શાહ
 • શ્રી ગાય સ્ટ્રેપ[૭]
 • શ્રીમતી લક્ષ્મી વેન્કટચલમ
 • શ્રી એસ. નરેન

મેનેજમેન્ટ ટીમ[ફેરફાર કરો]

 • શ્રી બી. રામકૃષ્ણ - એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ
 • શ્રી રાઘવ આયંગર - એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને રિટેઈલ તથા સંસ્થાકીય વેપારના પ્રમુખ
 • શ્રી હેમંત અગરવાલ - કામગીરીના પ્રમુખ
 • શ્રી વિવેક શ્રીધરન - સંસ્થાકીય વેપારના પ્રમુખ
 • શ્રી અમર શાહ - રિટેઈલ વેપારના પ્રમુખ
 • શ્રીમતિ સુપ્રિયા સપ્રે - કોમ્પ્લાયન્સ અને લીગલનાં પ્રમુખ
 • શ્રી અભિજિત શાહ - માર્કેટિંગ, ડિજિટલ અને ગ્રાહક અનુભવના પ્રમુખ
 • શ્રી અમિત ભોસલે - જોખમ વ્યવસ્થાપનના પ્રુમખ
 • શ્રી નિખિલ ભેંડે - માનવ સંસાધનના પ્રમુખ
 • શ્રી આદિલ બક્ષી - જાહેર સંબંધ અને સંદેશવ્યવહારના પ્રમુખ
 • શ્રી લલિત પોપલી - માહિતી તંત્રજ્ઞાનના પ્રમુખ
 • રાહુલ રાય - પ્રમુખ- રિયલ એસ્ટેટ વેપાર

રોકાણ વ્યવસ્થાપન[ફેરફાર કરો]

 • શ્રી એસ. નરેન - એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર[૮]
 • શ્રી રાહુલ ગોસ્વામી - ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર- ફિક્સ્ડ ઈન્કમ
 • શ્રી રાહુલ રાય - રિયલ એસ્ટેટ વેપારના પ્રમુખ

પ્રોડક્ટો અને સેવાઓ[ફેરફાર કરો]

એએમસી એસેટ ક્લાસીસમાં મ્યુચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં નોંધનીય એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ)નું વ્યવસ્થાપન કરે છે. એએમસી આંતરરાષ્ટ્રીય બજારોમાં ગ્રાહકો માટે આંતરરાષ્ટ્રીય એડવાઈઝરી મેન્ડેટ્સ સાથે દેશભરમાં ફેલાયેલા રોકાણકારો માટે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ અને રિયલ એસ્ટેટ ડિવિઝનને પણ પહોંચી વળે છે.[૯][૧૦]

મ્યુચ્યુઅલ ફંડ[ફેરફાર કરો]

મ્યુચ્યુઅલ ફંડ મુખ્યત્વે રિટેઈલ રોકાણકારોને પહોંચી વળે છે.[૧૧] તેનું લક્ષ્ય રિટેઈલ રોકાણકારોને તેમના જીવન ચક્રના હેતુઓ હાંસલ કરવામાં તેમને સહાય કરવા માટે નાણાકીય નિવારણો પૂરાં પાડવાનું છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીએ મ્યુચ્યુઅલ ફંડની પ્રોડક્ટોના ઉત્તમ ડાઈવર્સિફાઈડ પોર્ટફોલિયો પ્રેરિત કરતી ગ્રાહકોની જરુરતોને પહોંચી વળવા માટે સુમેળ સાધતી પ્રોડક્ટો રજૂ કરી છે.

પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ[ફેરફાર કરો]

પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓને લીધે ઉચ્ચ નેટવર્થના રોકાણકારો ઉચ્ચ વળતરોનું લક્ષ્ય રાખીને વધુ કેન્દ્રિત પોર્ટફોલિયોમાં રોકાણ કરી શકે છે. વર્ષ ૨૦૦૦માં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી સેવા ઓફર કરનારી પ્રથમ સંસ્થાકીય સહભાગી હતી અને હવે લગભગ ૧૦ વર્ષનો સફળ ટ્રેડ રેકોર્ડ ધરાવે છે.[૧૨]

રિયલ એસ્ટેટ વેપાર[ફેરફાર કરો]

રિયલ એસ્ટેટ વિભાગ વર્ષ ૨૦૦૭માં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી દ્વારા રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ સિરીઝ પોર્ટફોલિયો સાથે ઉચ્ચ નેટવર્થના રોકાણકારો અને ઘરઆંગણાના સંસ્થાકીય રોકાણકારોને સેવા આપે છે.[૧૩]

આંતરરાષ્ટ્રીય એડવાઈઝરી[ફેરફાર કરો]

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીમાં અમારી પાસે સમર્પિત ઓફ્ફશોર એડવાઈઝરી યુનિટ છે, જે અમને અમારી રોકાણ ક્ષમતાઓ વૈશ્ર્વિક રોકાણકારો સુધી પહોંચાડવામાં મદદ કરે છે. કંપનીની આંતરરાષ્ટ્રીય વેપાર પહેલો સંબંધી અમુક મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:

 • આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને એડવાઈઝરી સેવા આપતી જૂજ ભારતીય એએમસીમાંથી એક છે.
 • ૨૦૦૬થી સફળ ઓફ્ફશોર એડવાઈઝરી વેપાર.
 • જાપાન, તાઈવાન, યુરોપ અને એમઈમાં વિવિધ ન્યાયસીમામાં ગ્રાહકો.
 • ફંડનાં માળખાં અને અલક ખાતાંના સ્વરુપમાં વૈવિધ્યપૂર્ણ ગ્રાહક સેગમેન્ટ, જે ભારતીય ઈક્વિટીઓ અને ફિક્સ્ડ ઈન્કમને આવરી લે છે.

મુખ્ય સ્પર્ધકો[ફેરફાર કરો]

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડની મ્યુચ્યુઅલ ફંડના ક્ષેત્રમાં જૂજ સ્પર્ધકોમાં એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ અને યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડનો સામવેશ થાય છે.[૧૪]

સંદર્ભો[ફેરફાર કરો]

 1. "Budget 2016 must look at innovative ways to create demand & jobs, improve trade". Economic Indiatimes. 12-02-2016. મેળવેલ 7-7-2016. Check date values in: |access-date= and |date= (મદદ)
 2. "This is a great year for mutual fund investors, a bad year for traders: S Naren, ICICI Prudential AMC". Economic Indiatimes. 12-02-2016. મેળવેલ 7-7-2016. Check date values in: |access-date= and |date= (મદદ)
 3. "Average AUM". AMFI India. મેળવેલ 7-7-2016. Check date values in: |access-date= (મદદ)
 4. "ICICI Prudential Long Term Equity: Top-class performer, consistently". The Hindu - BusinessLine. 13-02-2016. મેળવેલ 7-7-2016. Check date values in: |access-date= and |date= (મદદ)
 5. "Mutual Fund". ICICI Prudential AMC. મૂળ માંથી 2016-07-11 પર સંગ્રહિત. મેળવેલ 7-7-2016. Check date values in: |access-date= (મદદ)
 6. "Management Team". ICICI Prudential AMC. મૂળ માંથી 2016-07-08 પર સંગ્રહિત. મેળવેલ 7-7-2016. Check date values in: |access-date= (મદદ)
 7. "Nimesh Shah: Make most of volatility". MydigitalFC. 19-06-2015. મૂળ માંથી 2015-06-21 પર સંગ્રહિત. મેળવેલ 7-7-2016. Check date values in: |access-date= and |date= (મદદ)
 8. "Sankaran Naren of ICICI Prudential MF does things pre-mortem than post-mortem". Forbes India. 16-10-2012. મૂળ માંથી 2016-09-17 પર સંગ્રહિત. મેળવેલ 7-7-2016. Check date values in: |access-date= and |date= (મદદ)
 9. "About ICICI Prudential Mutual Funds". ICICI Prudential AMC. મૂળ માંથી 2016-07-08 પર સંગ્રહિત. મેળવેલ 7-7-2016. Check date values in: |access-date= (મદદ)
 10. "Nimesh Shah, MD and CEO, ICICI Prudential Asset Management Views on Current State of Market". Indian SHare Tips. મેળવેલ 7-7-2016. Check date values in: |access-date= (મદદ)
 11. "Q & A: Nimesh Shah, MD & CEO, ICICI Prudential AMC". Mutual Fund News Group. 13-10-2010. મેળવેલ 7-7-2016. Check date values in: |access-date= and |date= (મદદ)
 12. "PMS (Portfolio Management services)". ICICI Prudential AMC. મૂળ માંથી 2016-05-11 પર સંગ્રહિત. મેળવેલ 7-7-2016. Check date values in: |access-date= (મદદ)
 13. "About Real Estate Investment". ICICI Prudential AMC. મૂળ માંથી 2016-07-19 પર સંગ્રહિત. મેળવેલ 7-7-2016. Check date values in: |access-date= (મદદ)
 14. "Top Fund Houses". NDTV Profit. 18-02-2016. મૂળ માંથી 2016-06-21 પર સંગ્રહિત. મેળવેલ 7-7-2016. Check date values in: |access-date= and |date= (મદદ)

બાહ્ય લિંક્સ[ફેરફાર કરો]