આઈ.એન.એસ. કુરસુરા (એસ ૨૦)

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

આઈએનએસ કુરસુરા (એસ ૨૦)ભારત દેશની એક યુદ્ધ સબમરીન હતી. આ ડીઝલ તેમ જ ઈલેકટ્રીક ઊર્જા સંચાલિત કલવરી કક્ષાની ભારત દેશની પાંચમી સબમરીન હતી. આ સબમરીનને ૧૮ ડિસેમ્બર, ૧૯૬૯ના રોજ કાર્યરત કરવામાં આવી હતી અને ૩૧ વર્ષની દીર્ઘકાળની સેવાઓ પછી ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૧ના રોજ સબમરીનને તેના કાર્યમાંથી નિવૃત્ત કરવામાં આવી હતી. આ સબમરીને વર્ષ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભાગ[૧] લઈ દરિયાઈ સંત્રી તરીકે ચાવીરુપ ભૂમિકા ભજવી હતી.

હાલમાં આ સબમરીનને એક સંગ્રહાલય તરીકે આંધ્ર પ્રદેશ રાજ્યના વિશાખાપટનમ શહેર ખાતે રામકૃષ્ણ મીશન બીચ ખાતે જાહેર જનતા માટે પ્રદર્શિત કરવામાં આવેલ છે. આ એશિયા ખંડનું સૌ પ્રથમ સબમરીન સંગ્રહાલય છે.[૨]

ચિત્રદર્શન[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "નૌકાદળ સબમરીનના દુકાળનો સામનો કરી રહ્યું છે". દિવ્ય ભાસ્કર. ૧૫ ઓગસ્ટ ૨૦૧૩. મેળવેલ ૨૧ જાન્યુઆરી ૨૦૧૮.
  2. સતિષકુમાર વિશાખાપટ્ટનમ (૨૦૧૪ માર્ચ ૧૬). "જ્યારે સબમરીન બહાર નીકળે છે..." માતૃભૂમિ (મલયાલમમાં). મૂળ (સમાચારપત્ર) માંથી ૨૦૧૪-૦૩-૧૬ ૦૮:૦૫:૧૫ પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૮ જાન્યુઆરી ૨૧. Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]