લખાણ પર જાઓ

આદિલ શાહી

વિકિપીડિયામાંથી

આદિલ શાહી અથવા આદિલશાહી, શિયા મુસ્લિમ રાજવંશ હતો. તેની સ્થાપના યુસુફ આદિલ શાહે કરી હતી. આદિલશાહી સલ્તનતે બિજાપુર પર શાસન કર્યું હતું, જે ભારતના કર્ણાટકના હાલના બિજાપુર જિલ્લા પર કેન્દ્રિત છે. સલ્તનતે દક્ષિણ ભારતના દખ્ખણ ક્ષેત્રના પશ્ચિમ વિસ્તારમાં ૧૪૮૯ થી ૧૬૮૬ સુધી શાસન કર્યું. ૧૫મી સદીના અંતિમ ત્રિમાસિક ગાળામાં રાજકીય પતન થતાં પહેલાં, બિજાપુર બહમાની સલ્તનત (૧૩૪૭-૧૫૧૮)નો પ્રાંત રહ્યો હતો.

૧૨ સપ્ટેમ્બર ૧૬૮૬માં ઔરંગઝેબના વિજય પછી, આદિલશાહી સલ્તનત મુઘલ સામ્રાજ્યમાં સમાઈ ગઈ હતી.