લખાણ પર જાઓ
ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં (કે લેખની ઉપર) ભાષાઓ કે Languages પર (કે તેની બાજુમાં રહેલા પર) ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કીબોર્ડ પસંદ કરો.

આપત્તિ સજ્જતા

વિકિપીડિયામાંથી

કટોકટી વ્યવસ્થાપન એ આફત અથવા અણધારી આપત્તિ લાવી શકે તેવા જાન-માલ હાનિકર્તા જોખમોથી સંગઠનની અતિમહત્ત્વની અસ્કયામતોનું સંરક્ષણ કરવા માટે, તથા તેમના આયોજિત જીવનકાળ પૂરતી તે ચાલુ રહે તેની ચોક્સાઈ રાખવા માટે ઉપયોગમાં લેવાતી વ્યૂહાત્મક સંગઠનકીય વ્યવસ્થાપન પ્રક્રિયાઓ સાથે કામ પાર પાડતા આંતરવિદ્યાશાખીય ક્ષેત્રનું વર્ગીય નામ છે. [] આ અસ્કયામતોને કાંતો જીવિત જણસો, નિર્જીવ વસ્તુઓ, સાંસ્કૃતિક અથવા આર્થિક એમ વિભાગવામાં આવે છે. જાન-માલ હાનિકર્તા સંકટોને તેમના કારણ મુજબ, કાંતો કુદરતી અથવા માનવ-સર્જિત તરીકે વિભાગવામાં આવે છે. આ પ્રક્રિયાઓની ઓળખમાં મદદરૂપ થવા માટે સમગ્ર વ્યૂહાત્મક વ્યવસ્થાપન પ્રક્રિયાને ચાર ક્ષેત્રોમાં વિભાજીત કરવામાં આવી છે. આ ચાર ક્ષેત્રો સામાન્ય રીતે જોખમ ઘટાડવા, સંકટને પ્રતિભાવ આપવા માટે સ્રોતોને તૈયાર કરવા, સંકટના કારણે ખરેખર નીપજેલા નુકસાનને પ્રતિભાવ આપવા અને વધુ હાનિને રોકવા (ઉ.દા. તાત્કાલિક જગ્યા ખાલી કરવી, ક્વૉરેન્ટીન (અલગ પાડવું), સામૂહિક વિશુદ્ધિકરણ, વગેરે), અને આપત્તિની ઘટના પહેલાં જે સ્થિતિ હતી તેની વધુમાં વધુ નજીક પુનઃસ્થાપિત કરવી- સાથે કામ પાર પાડે છે. આ ક્ષેત્રો ખાનગી અને જાહેર એમ બંને ક્ષેત્રોમાં હોય છે, બંને સમાન પ્રક્રિયાઓ ધરાવે છે, પણ તેમનું ફોકસ જુદું જુદું હોય છે. કટોકટી વ્યવસ્થાપન એ એક વ્યૂહાત્મક પ્રક્રિયા છે, અને કોઈ સુનિયોજિત પ્રક્રિયા નથી, આમ તે સામાન્ય રીતે સંગઠનમાં વહીવટી સ્તરે રહે છે. તેની પાસે સામાન્ય રીતે કોઈ સીધી સત્તા હોતી નથી, પણ તે સંગઠનના તમામ હિસ્સાઓ સામાન્ય ધ્યેય પર કેન્દ્રિત રહે તેની ચોક્સાઈ કરવા માટે પરામર્શક અથવા સંયોજન કાર્ય કરવાની ભૂમિકા નિભાવે છે. અસરકારક કટોકટી વ્યવસ્થાપન સંગઠનનાં તમામ સ્તરે કટોકટી યોજનાઓના સંપૂર્ણ એકીકરણ પર, અને સંગઠનના સૌથી નીચલાં સ્તરો કટોકટીની વ્યવસ્થા સંભાળવા માટે અને ઉપલાં સ્તરો પાસેથી વધારાના સ્રોતો અને સહાય મેળવી લાવવા માટે જવાબદાર છે એવી સમજણ પર નિર્ભર હોય છે.

આ કાર્યક્રમને અમલમાં મૂકનાર સંગઠનની સૌથી વરિષ્ઠ વ્યક્તિને સામાન્ય રીતે કટોકટી પ્રબંધક કહેવામાં આવે છે, અથવા જે-તે ક્ષેત્રને અનુરૂપ વ્યુત્પાદિત શબ્દપ્રયોગ (ઉ.દા. બિઝનેસ કન્ટિન્યુઇટી મૅનેજર) કરવામાં આવે છે.

આ વ્યાખ્યામાં સમાવિષ્ટ થતાં ક્ષેત્રો નીચે મુજબ છેઃ

  • નાગરિક સંરક્ષણ (યુનાઇટેડ સ્ટેટ્સમાં શીત યુદ્ધ દરમ્યાન વપરાતું હતું, જેના કેન્દ્રમાં અણુ હુમલાથી સંરક્ષણ છે)
  • નાગરિક સુરક્ષા (યુરોપિયન સંઘ સાથે વ્યાપકરૂપે વપરાતું)
  • કટોકટી વ્યવસ્થાપન (નાગરિક વસતિની તાત્કાલિક જરૂરિયાતો સંતોષવા કરતાં રાજકીય અને સલામતીના પાસાંઓ પર ભાર મૂકે છે. []
  • આપત્તિનું જોખમ ઘટાડવું (કટોકટી-ચક્રના જોખમ ઘટાડવા અને તૈયારીના પાસાં પર ધ્યાન કેન્દ્રિત કરે છે.) (નીચે સજ્જતા વિશે જુઓ)
  • માતૃભૂમિ સુરક્ષા (યુનાઈટેડ સ્ટેટ્સમાં પ્રચલિત, આતંકવાદને રોકવા પર કેન્દ્રિત. )
  • વેપાર સાતત્ય અને વેપાર સાતત્ય આયોજન (આવકના સતત ઉપર જતા પ્રવાહની ચોક્સાઈ કરવા પર કેન્દ્રિત. )
  • સરકારનું સાતત્ય

તબક્કાઓ અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓ

[ફેરફાર કરો]

પ્રબંધનનો પ્રકાર સ્થાનિક આર્થિક અને સામાજિક સ્થિતિઓ પર આધાર રાખે છે. ફ્રેડ કુની જેવા કેટલાક આપત્તિ-રાહત નિષ્ણાતોએ નોંધ્યું છે કે એક રીતે જોઈએ તો ખરેખરી વાસ્તવિક આપત્તિઓ તે માત્ર આર્થિક હોય છે.[] કુની જેવા નિષ્ણાતોએ, લાંબા સમયથી નોંધ્યું છે કે કટોકટી વ્યવસ્થાપનના ચક્રમાં માળખાંકીય સુવિધાઓ, જનજાગૃતિ, અને માનવીય ન્યાયના મુદ્દાઓનો સુદ્ધાં સમાવેશ થવો જોઈએ. કટોકટી વ્યવસ્થાપનની પ્રક્રિયા ચાર તબક્કાઓ ધરાવે છેઃ જોખમ-ઘટાડો, સજ્જતા, પ્રતિભાવ, અને રિકવરી (પુનઃપ્રાપ્તિ).

કટોકટી વ્યવસ્થાપનમાંના ચાર તબક્કાઓની ચિત્રમય રજૂઆત.

તાજેતરમાં માતૃભૂમિ સુરક્ષા વિભાગે અને એફઈએમએ(FEMA)એ ઈએમ(EM)ના પૅરેડાઈમના ભાગ રૂપે "સ્થિતિસ્થાપકતા" અને "નિવારણ" શબ્દો અપનાવ્યા છે. નિવારણ શબ્દપ્રયોગ ઑક્ટોબર 2006માં ઘડવામાં આવેલા અને માર્ચ 31, 2007થી અમલી બનેલા લિખિત કાયદા તરીકે પીકેઈએમએ(PKEMA) 2006 દ્વારા આદેશિત હતો. આ બંને શબ્દપ્રયોગોની વ્યાખ્યાઓ અલગ અલગ તબક્કાઓ તરીકે સરળતાઓથી બંધબેસતી નથી. વ્યાખ્યા પ્રમાણે, નિવારણ એ 100% જોખમ-ઘટાડો છે.[] જ્યારે સ્થિતિસ્થાપકતા એ ચારે તબક્કાઓના ધ્યેયનું વર્ણન કરે છેઃ દુર્દૈવી ઘટના અથવા પરિવર્તનમાંથી બેઠા થવાની અથવા તેની સાથે આસાનીથી ગોઠવાવાની ક્ષમતા.[]

જોખમ-ઘટાડવું

[ફેરફાર કરો]

જોખમ-ઘટાડવાના પ્રયાસો એ જોખમોને આપત્તિમાં વિકસિત જ થતા રોકવાના અથવા આપત્તિની અસરોને ઘટાડવા માટેના પ્રયત્નો છે. જોખમ-ઘટાડાનો આ તબક્કો અન્ય તબક્કાઓ કરતાં એ રીતે જુદો પડે છે કે તે જોખમ ઘટાડવા અથવા સંપૂર્ણપણે દૂર કરવા લાંબા ગાળાનાં પગલાંઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.[] જોખમ ઘટાડાની વ્યૂહનીતિઓનું અમલીકરણ જો આપત્તિ ઘટે તે પછી લાગુ કરવામાં આવે તો, એ પુનઃપ્રાપ્તિ માટેની પ્રક્રિયાઓનો ભાગ બને છે.[] જોખમ-ઘટાડવા સંબંધી પગલાંઓ માળખાકીય અથવા બિન-માળખાકીય હોઈ શકે છે. માળખાકીય પગલાંઓ પૂર માટેના તટબંધો જેવા ટૅકનોલૉજિકલ ઉપાયોનો ઉપયોગ કરે છે. બિન-માળખાકીય પગલાંઓમાં કાયદા ઘડવા, જમીન-ઉપયોગ આયોજન (ઉ.દા. ઉદ્યાનો જેવી બિનઆવશ્યક જમીનને પૂર ઝોન તરીકે વાપરવાની ડિઝાઈન), અને વીમાનો સમાવેશ થાય છે. [] જોખમ-ઘટાડવું એ જોખમોની અસરોને ઘટાડવા માટેની કિંમતના સંદર્ભે સૌથી કાર્યક્ષમ પદ્ધતિ છે અલબત્ત તે હંમેશાં સૌથી અનુકૂળ હોતી નથી. જોખમ ઘટાડવામાં સ્થળ ખાલી કરવા સંદર્ભે, નિયમનોનું (જેમ કે ફરજિયાત ખાલી કરવું) પાલન કરવાનો જે ઇનકાર કરે તેમની વિરુદ્ધ સજાઓ, અને પ્રજાને જોખમો અંગે જાણકારી આપવા બાબતેના નિયમનો પૂરાં પાડવાનો સમાવેશ થાય છે.[] જોખમ-ઘટાડવા માટેનાં કેટલાંક માળખાકીય પગલાંઓ ઇકોસિસ્ટમને હાનિકર્તા હોઈ શકે છે.

જોખમ-ઘટાડવાનું પૂર્વચિહ્ન એ જોખમોને ઓળખવા તે છે. શારીરિક જોખમ મૂલ્યાંકન એ જોખમોને ઓળખવા અને તેમના મૂલ્યાંકન સાથે સંબંધ ધરાવે છે.[] ચોક્કસ-સંકટ સંબંધિત જોખમ () એ જાન-માલ હાનિકર્તા સંકટની શક્યતા અને અસરોનું સંયોજન છે. નીચેનું સમીકરણ દર્શાવે છે કે જે-તે સંકટને તે સંકટ માટે વસતિની સંવેદનશીલતા સાથે ગુણતાં મહાઆપત્તિની પ્રતિકૃતિના જોખમને પેદા કરે છે. જેટલું વધુ જોખમ તેટલું તાકીદે તે સંકટ માટેની સંવેદનશીલતાઓને જોખમ-ઘટાડા અને સજ્જતા દ્વારા તેને લક્ષિત બનાવવું જરૂરી. જો કે, જો કોઈ સંવેદનશીલતા ન હોય તો ત્યાં કોઈ જોખમ નહીં હોય, ઉ.દા. જ્યાં કોઈ રહેતું નથી તેવા કોઈ રણમાં ધરતીકંપ થવો.

સજ્જતા (તૈયારી)

[ફેરફાર કરો]

સજ્જતા એ કુદરતી આપત્તિઓ, આતંકવાદની ઘટનાઓ, અને અન્ય માનવ-સર્જિત દુર્ઘટનાઓને અટકાવવા, તેમની સામે રક્ષણ મેળવવા, તેમને પ્રતિક્રિયા આપવા, તેમાંથી બેઠા થવા અને તેમની અસરો ઘટાડવા માટેની ક્ષમતાઓને વધારવા અને અસરકારક સંયોજન કરવા માટે આયોજન, ગોઠવણ, તાલીમ, સાધન-સજ્જતા, કસરત, મૂલ્યાંકન અને સુધારણા પ્રવૃત્તિઓનું સતત ચાલતું ચક્ર.[]

સજ્જતાના તબક્કામાં, કટોકટી પ્રબંધકો તેમના જોખમોને સંભાળવા અને તેમનો સામનો કરવા માટે કાર્યયોજના વિકસિત કરે છે અને આવી કાર્યયોજનાના અમલીકરણ માટે જરૂરી એવી આવશ્યક ક્ષમતાઓ વિકસિત કરવા માટે પગલાંઓ લે છે. સજ્જતાનાં સામાન્ય પગલાંઓમાં સમાવિષ્ટ હોય છેઃ

  • આસાનીથી સમજી શકાય તેવા શબ્દપ્રયોગો અને પદ્ધતિઓ સાથેની પ્રત્યાયન (કમ્યુનિકેશન) યોજનાઓ.
  • કટોકટી સેવાઓની યોગ્ય જાળવણી-નિભાવ અને તાલીમ, જેમાં સમુદાય કટોકટી પ્રતિભાવ ટીમો જેવા સામૂહિક માનવ સ્રોતો પણ હોઈ શકે.
  • આપતકાલીન આશ્રય સ્થાનો અને જે-તે સ્થળ ખાલી કરવાની યોજનાઓ સાથે પ્રજાને કટોકટીની ચેતવણી આપવાની પદ્ધતિઓ વિકસાવવી તથા તેને અમલમાં મૂકવી.
  • પુરવઠો ભરવો, માલસામાનની યાદી, અને સંકટ પુરવઠો અને સાધનો જાળવવા[]
  • નાગરિકોમાં તાલીમ પામેલા સ્વયંસેવકોનાં સંગઠનો વિકસાવવા. સામૂહિક કટોકટીઓમાં વ્યવસાયિક કટોકટી કાર્યકરો ઝડપથી કામના બોજા તળે દબાઈ જાય છે એટલે તાલીમ પામેલા, સુગઠિત, જવાબદાર સ્વયંસેવકો અત્યંત મૂલ્યવાન છે. સમુદાય કટોકટી પ્રતિભાવ ટીમ (કમ્યુનિટી ઇમર્જન્સી રિસપોન્સ ટીમ) જેવાં સંગઠનો અને રેડ ક્રોસ એ તાલીમ પામેલા સ્વયંસેવકોનો તૈયાર સ્રોત છે. રેડ ક્રોસના કટોકટી વ્યવસ્થાપનને કૅલિફોર્નિયા, અને ફેડરલ આપાતકાલીન પ્રબંધન એજન્સી (FEMA) એમ બંને દ્વારા ઊંચા ક્રમાંકનો મળ્યાં છે.

સજ્જતા(તૈયારી)નું બીજું પાસું હતાહત (કૅઝુઅલ્ટી) અનુમાન, અમુક પ્રકારની ઘટનામાં કેટલી જાનહાનિ અથવા જખમીઓ અપેક્ષિત હોઈ શકે તેનો અભ્યાસ તે છે. આનાથી આયોજનકર્તાઓને અમુક ચોક્કસ પ્રકારની ઘટનાને પ્રતિભાવ આપવા માટે કયા સ્રોતો તેમની પાસે હોવા જોઈએ તેનો અંદાજ મળે છે.

આયોજનના તબક્કામાંના કટોકટી પ્રબંધકો લવચીક, અને જોખમોને અને તેમના પોતપોતાના વિસ્તારોની નાજુક બાજુઓને કાળજીપૂર્વક ઓળખતાં તથા સહાયના બિનપરંપરાગત, અને વિશિષ્ટ સાધનો ઉપયોગમાં લેવા જેવી તમામ બાબતોને આવરનારા હોવા જોઈએ. વિસ્તાર મુજબ – મ્યુનિસિપલ કે ખાનગી ક્ષેત્રની કટોકટી સેવાઓ ઝડપથી ક્ષીણ થઈ શકે અને અત્યંત ખર્ચાળ સાબિત થઈ શકે. ઇચ્છિત સ્રોતો આપતાં બિન સરકારી સંગઠનોને આયોજનના શરૂઆતના તબક્કામાં જ ઓળખી લેવા ઘટે અને પદ્ધતિસર રીતે તેમનો ઉપયોગ થવો ઘટે, જેમ કે વિસ્થાપિત ઘરમાલિકોને સ્થાનિક શાળા જિલ્લા બસો થકી પરિવહન પૂરું પાડવું, પૂર પીડિતોને સ્થળ પરથી ખસેડવાની કામગીરી અગ્નિશમન વિભાગ અને બચાવ દળો વચ્ચેની પારસ્પરિક સહાય સમજણથી થાય.

પ્રતિભાવ

[ફેરફાર કરો]

પ્રતિભાવનો તબક્કો આવશ્યક કટોકટી સેવાઓને અને આપત્તિગ્રસ્ત વિસ્તારમાંના પ્રથમ પ્રતિભાવકોને કામે લગાડવાની બાબતનો સમાવેશ કરે છે. આ અગ્નિશામકો, પોલીસ અને એમ્બ્યુલન્સ દળો જેવી હાર્દરૂપ કટોકટી સેવાઓના પહેલા મોજાને મોટા ભાગે આ તબક્કામાં ગણવામાં આવે છે. જ્યારે તે એક લશ્કરી કાર્યવાહીના ભાગ રૂપે કરવામાં આવે, ત્યારે તેને આપત્તિ રાહત કામગીરી (DRO - ડિઝાસ્ટર રિલિફ ઓપરેશન) કહેવામાં આવે છે અને બિન-લડાયક સ્થળ-ખાલી-કરવાની કામગીરી (NEO - નોન- કૉમ્બટન્ટ ઇવેક્યુએશન ઓપરેશન)માં આગળ વધી શકે છે. તેમને કદાચ અનેક સહાયક કટોકટી સેવાઓનો, જેમ કે વિશેષજ્ઞ બચાવ ટીમોનો ટેકો હોઈ શકે છે.

સજ્જતાના તબક્કાના ભાગ રૂપે વિકસિત સારી એવી પૂર્વપ્રયોગ કરાયેલી કટોકટી યોજના બચાવ માટે કાર્યક્ષમ સંયોજન કરવા સક્ષમ બનાવે છે. જ્યાં જરૂરી હોય, ત્યાં શરૂઆતના તબક્કામાં જ શોધ અને બચાવ પ્રયાસો શરૂ કરવામાં આવે છે. આપત્તિગ્રસ્ત લોકોને થયેલી ઇજાઓ, બહારનું તાપમાન, અને પીડિતોને મળતા હવા અને પાણી, આપત્તિથી અસર પામેલા મોટા ભાગના તેના આઘાત પછીના 72 કલાકમાં મૃત્યુ પામશે.[૧૦]

કોઈ પણ નોંધપાત્ર આપત્તિ – કુદરતી અથવા આંતકવાદની પેદાશ – પ્રત્યેનો સંગઠન સંબંધી પ્રતિભાવ હાલની સંગઠનની કટોકટીની વ્યવસ્થાપન પ્રણાલીઓ અને પ્રક્રિયાઓ પર નિર્ભર હોય છેઃ ફેડરલ પ્રતિભાવ યોજના (FRP- ફેડરલ રિસપોન્સ પ્લાન) અને ઘટના આદેશ પ્રણાલી (ICS- ઇન્સિડન્ટ કમાન્ડ સિસ્ટમ). આ પ્રણાલીઓ એકત્રિત આદેશ (UC-યુનિફાઈડ કમાન્ડ) અને પારસ્પરિક સહાય (MA-મ્યુચ્યુઅલ એઇડ)ના સિદ્ધાંતોથી ગઠિત છે.

કોઈ આપત્તિને પ્રતિભાવ આપવામાં શિસ્ત (માળખું, સિદ્ધાંતો, પ્રક્રિયા) અને સુવ્યવસ્થિત સંકલન (સર્જનાત્મકતા, સુધારણા, અનુકૂલનક્ષમતા) એમ બંનેની જરૂર હોય છે.[૧૧] તેની સાથે યોગ્ય વાહન પર સવાર થઈ સ્થળ પર પહોંચવાની અને જેમ આગળ વધતા જાય તેમ પ્રથમ પ્રતિભાવ આપનારાઓ સૂચવે છે તેમ કોઈ આગેવાનની આવશ્યકતા અને પોતાની ટીમને એક શિસ્તબદ્ધ, ફરી ફરી કહેવાયેલા પ્રતિભાવ આયોજનો બનાવવા અને તેને અમલમાં મૂકી શકે તેવી ત્વરાથી પ્રયાસોનું સંયોજન અને પ્રબંધન કરવા ઊંચી કાર્યક્ષમ નેતૃત્વ ટીમ બનાવવી રહે છે. આના કારણે ટીમ સંદિગ્ધપણે સાચા હોય તેવા સંયોજિત, શિસ્તબદ્ધ પ્રતિભાવો સાથે આગળ વધવા અને આગળ વધતાં મળતી નવી માહિતી તેમ જ બદલાતી પરિસ્થિતિઓ અનુસાર અનુકૂલન કરવા સક્ષમ બનાવે છે.[૧૨]

રિકવરી (બેઠા થવું- ફરીથી પહેલાંની સ્થિતિ પ્રાપ્ત કરવી)

[ફેરફાર કરો]

રિકવરી તબક્કાનું લક્ષ્ય અસર પામેલા વિસ્તારને તેની પહેલાંની સ્થિતિએ પાછો સ્થાપિત કરવાનું છે. તેના હાર્દમાં તે પ્રતિભાવના તબક્કાથી જુદો પડે છે; એકવાર તાત્કાલિક જરૂરિયાતો પર ધ્યાન અપાયા બાદની સમસ્યાઓ અને નિર્ણયો સાથે રિકવરી પ્રયાસોનો સંબંધ હોય છે.[] રિકવરી પ્રયાસોમાં મુખ્યત્વે નાશ પામેલી મિલકતને ફરીથી ઊભી કરવી, ફરીથી રોજગારી ઊભી કરવી, અને અન્ય આવશ્યક માળખાકીય સુવિધાઓની સુધારણાની કામગીરી સંબંધિત પગલાંઓ સામેલ હોય છે.[] સમુદાય અને આંતરમાળખાકીય સુવિધાઓમાં રહેલાં આપત્તિ-પૂર્વેના મૂળગત જોખમો ઘટાડવાના લક્ષ્ય સાથે, "પાછું વધુ સારું બાંધવા" માટેના પ્રયાસો હોવા જોઈએ.[૩] અસરકારક રિકવરી પ્રયાસોનું એક અગત્યનું પાસું તે 'તકની બારી'[૧૩]નો ફાયદો ઉઠાવીને, જે કદાચ અન્યથા અપ્રિય હોઈ શકે તેવા જોખમ-ઘટાડવા માટેના પગલાંઓને અમલમાં મૂકવાનું છે. જ્યારે તાજેતરમાં ત્રાટકેલી આપત્તિની યાદ તાજી હોય, ત્યારે એ આપત્તિગ્રસ્ત વિસ્તારના નાગરિકો જોખમ-ઘટાડવા સંબંધેના બદલાવોને સ્વીકારે તેવી શક્યતાઓ વધુ હોય છે.

યુનાઈટેડ સ્ટેટ્સમાં, રિકવરી પ્રયાસોમાં માતૃભૂમિ સુરક્ષા અધિનિયમ 2002 દ્વારા પૂરા પડવામાં આવતા સ્રોતોનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો આદેશ રાષ્ટ્રીય પ્રતિભાવ યોજના આપે છે. [] યુનાઈટેડ સ્ટેટ્સમાં રિકવરી પ્રયાસો માટે સમવાયી સરકાર મોટા ભાગે સૌથી વધુ ટૅકનિકલ અને નાણાકીય સહાય પૂરી પાડે છે.[]

તબક્કાઓ અને વ્યક્તિગત પ્રવૃત્તિઓ

[ફેરફાર કરો]

જોખમ-ઘટાડવું

[ફેરફાર કરો]

વ્યક્તિગત ધોરણે જોખમ-ઘટાડવું એ મુખ્યત્વે અનાવશ્યક જોખમો વિશે જાણવું અને તેમને ટાળવાં તે છે. આમાં વ્યક્તિગત/પરિવારના આરોગ્ય અને વ્યક્તિગત મિલકત સંબંધિત સંભવિત જોખમોનું મૂલ્યાંકન કરવાનો સમાવેશ થાય છે.

જોખમ-ઘટાડવાનું એક ઉદાહરણ એ જોખમો પ્રત્યે ખુલ્લી હોય તેવી મિલકત, જેમ કે પૂર મેદાનમાં હોય, કે ભૂસ્ખલન અથવા જમીન બેસી જાય તેવા વિસ્તારોમાં આવેલી મિલકત ખરીદવાનું ટાળવું એ હોઈ શકે છે. જ્યાં સુધી સંકટ આવી ન પડે ત્યાં સુધી ઘરના માલિકો તેમની મિલકત આવા કોઈ જોખમ પ્રત્યે સંવેદનશીલ છે એ બાબતથી અજાણ હોય તેમ બને. જો કે, જોખમ ઓળખ અને મૂલ્યાંકન સર્વેક્ષણ માટે નિષ્ણાતોને કામ પર રાખી શકાય છે. ઓળખાયેલાં સૌથી આગળ પડતાં જોખમોને આવરતો વીમો ખરીદવો એ એક સામાન્ય પગલું છે.

ધરતીકંપ સંવેદનશીલ વિસ્તારોમાં વ્યક્તિગત માળખાકીય જોખમ-ઘટાડાનાં પગલાંઓમાં તત્ક્ષણ મિલકતને મળતો કુદરતી ગેસ પુરવઠો બંધ કરી દે તેવો ધરતીકંપ વાલ્વ નંખાવવો, મિલકતની સંરચનામાં ધરતીકંપ અનુકૂળ ફેરફારો કરાવવા અને ઘરની ધરતીકંપ સંબંધી સુરક્ષાને વધારવા મકાનની અંદરની વસ્તુઓને સુરક્ષિત રાખે છે. બીજા વિકલ્પમાં ફર્નિચર, ફ્રીજ, વોટર હીટર અને તૂટી શકે તેવી વસ્તુઓને દીવાલોના આધાર પર જડવાનો, અને સ્પિંગ તાળાવાળા કૅબિનેટનો સમાવેશ થઈ શકે. પૂર સંવેદનશીલ વિસ્તારોમાં મોટા ભાગના દક્ષિણી એશિયા વિસ્તારની જેમ, ઘરોને વાંસ/થાંભલાઓ પર બાંધી શકાય. લાંબા સમય સુધી અંધારપટ માટે સંવેદનશીલ વિસ્તારોમાં જનરેટર નંખાવવું એ શ્રેષ્ઠ માળખાકીય જોખમ-ઘટાડાના પગલાનું ઉદાહરણ બની શકે. તોફાન ભોંયરાઓનું બાંધકામ અને ફોલઆઉટ આશ્રયસ્થાનો એ વ્યક્તિગત જોખમ-ઘટાડાનાં પગલાંઓનું ઉદાહરણ છે.

જોખમ-ઘટાડામાં આપત્તિની અસરોને મર્યાદિત કરવા માટે માળખાકીય અને બિન-માળખાકીય પગલાંઓનો સમાવેશ થાય છે.

માળખાકીય જોખમ-ઘટાડાનાં પગલાંઓઃ-

આમાં મકાનના યોગ્ય લે-આઉટનો, ખાસ કરીને તેને આપત્તિ પ્રતિરોધી બનાવવાનો સમાવેશ થાય છે.

બિનમાળખાકીય જોખમ-ઘટાડાનાં પગલાંઓઃ-

આમાં મકાનના માળખાને સુધારવા ઉપરાંતનાં પગલાંઓનો સમાવેશ થાય છે.

સજ્જતા (તૈયારી)

[ફેરફાર કરો]
કટોકટી સજ્જતાની વિમાનમથક કવાયત.

સજ્જતા એ આપત્તિને ઘટતાં રોકવાનું લક્ષ્ય ધરાવે છે, જ્યારે અંગત સજ્જતા એ જ્યારે આપત્તિ ત્રાટકે ત્યારે ઉપયોગમાં લેવા માટેના સાધનો અને પ્રક્રિયાઓને તૈયાર કરવાને કેન્દ્રમાં રાખે છે, જેમ કે, આયોજન. સજ્જતાનાં પગલાંઓ અનેક રૂપમાં હોઈ શકે છે જેમાં આશ્રયસ્થાનોનું બાંધકામ, ચેતવણી ઉપકરણો નંખાવવા, જીવન-રેખા સેવાઓના બૅક અપનું સર્જન (ઉ.દા. વીજળી, પાણી, ગટર), અને જે-તે સ્થળ ખાલી કરાવવાની યોજનાઓનો પૂર્વપ્રયોગ કરવો સમાવિષ્ટ છે. જરૂરિયાત મુજબ, બે સરળ પગલાંઓ વ્યક્તિને જે-તે ઘટનાથી બહાર રહેવા અથવા સ્થળ-ખાલી કરવા માટે તૈયાર રહેવા મદદરૂપ થઈ શકે. સ્થળ-ખાલી કરવા માટે, આપત્તિ પુરવઠા કિટ તૈયાર કરી શકાય અને આશ્રયના હેતુઓ માટે પુરવઠાનો અનામત જથ્થો ઊભો કરી શકાય. અધિકારીઓ ઘણી વખત "72 કલાકની કિટ" જેવી જીવતા રહેવા માટેની કિટ તૈયાર કરવાની હિમાયત કરતા હોય છે. આ કિટમાં ખોરાક, દવાઓ, ફ્લેશલાઈટો, મીણબત્તીઓ અને પૈસા હોઈ શકે. વધુમાં, મૂલ્યવાન વસ્તુઓને સલામત વિસ્તારમાં રાખવાની ભલામણ પણ કરવામાં આવે છે.

પ્રતિભાવ

[ફેરફાર કરો]

કટોકટીના પ્રતિભાવનો તબક્કો શોધ અને બચાવ કામગીરીથી શરૂ થઈ શકે પણ તમામ કિસ્સાઓમાં તેનું ધ્યાન તરત જ આપત્તિગ્રસ્ત થયેલી વસતિની પાયાની માનવીય જરૂરિયાતો પૂરી કરવા તરફ વળશે. આ સહાય રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અને સંગઠનો દ્વારા પૂરી પાડવામાં આવી શકે. આપત્તિ સહાયનું અસરકારક સંયોજન એ ઘણી વાર ખૂબ અગત્યનું હોય છે, ખાસ કરીને જ્યારે અનેક સંગઠનો પોતાની સેવાઓ માટે આગળ આવે અને સ્થાનિક કટોકટી વ્યવસ્થાપન એજન્સી (લોકલ ઇમર્જન્સી મૅનેજમેન્ટ એજન્સી-LEMA)ની ક્ષમતા કરતાં માંગ વધુ હોય અથવા તો આપત્તિના પરિણામે તેની ક્ષમતાનો હ્રાસ થયો હોય.

અંગત ધોરણે, પ્રતિભાવ કાં તો એ જ સ્થળે આશ્રય લેવાનો અથવા તો સ્થળ ખાલી કરી જવાનો હોઈ શકે. એ-જ-સ્થળે-આશ્રય લેવાના કિસ્સામાં, પરિવારે બહારથી કોઈ સહાય વિના ઘણા દિવસો સુધી તેમના ઘરમાં જ પોતાની કાળજી રાખવાની તૈયારી રાખવી પડશે. સ્થળ-ખાલી કરવાના કિસ્સામાં, પરિવાર પોતે ઉપાડી શકે એટલો મહત્તમ પુરવઠો લઈને, બની શકે તો આશ્રય માટે એકાદ તંબુ સાથે લઈને, એ વિસ્તારને ઓટોમોબાઈલ કે પરિવહનના કોઈ અન્ય સાધન દ્વારા છોડી જાય છે. જો કોઈ યાંત્રિક પરિવહનના સાધન ઉપલબ્ધ ન હોય તો, પગે ચાલીને સ્થળથી દૂર જવાના કિસ્સામાં આદર્શ રીતે ત્રણ દિવસનો પુરવઠો અને વરસાદ-ચુસ્ત બિસ્ત્રો, તાડપત્રી અને કામળાઓનો વીંટો સાથે લેવાં એ લઘુત્તમ ગણાય.

રિકવરી (પાછા બેઠા થવું, પુનઃપ્રાપ્તિ)

[ફેરફાર કરો]

એકવાર માનવ જીવન પરનો તાત્કાલિક તોળાતો ભય શમી જાય પછી રિકવરી તબક્કો શરૂ થાય છે. ફરીથી બાંધકામ કરતી વખતે મિલકતનું સ્થાન અથવા બાંધકામ સામગ્રી વિશે વિચાર કરવો હિતાવહ છે.

ઘરમાં કેદ રહેવાના સૌથી આત્યંતિક કિસ્સાઓમાં યુદ્ધ, દુકાળ અને તીવ્ર રોગચાળો જેવા સંજોગો સમાવિષ્ટ છે અને તે એક વર્ષ કે તેથી વધુ ટકી શકે છે. ત્યારે રિકવરી એ ઘરની અંદર જ શરૂ થશે. આવી ઘટનાઓ માટેના આયોજનકર્તાઓ સામાન્ય રીતે જથ્થાબંધ ખોરાક ખરીદે છે, અને તેના માટે યોગ્ય ભંડારની જગ્યા અને તૈયાર કરવાના સાધનોની વ્યવસ્થા રાખે છે, તથા સામાન્ય જીવનના ભાગ રૂપે ખોરાક ખાય છે. એક સાદો, સંતુલિત આહાર વિટામિનની ગોળીઓ, ઘઉંનો લોટ, કઠોળ, દૂધનો પાઉડર, મકાઈ અને રાંધવાના તેલથી બનાવી શકાય છે.[૧૪] જ્યારે શક્ય હોય ત્યારે, તેમાં તૈયાર અથવા તાજાં શાકભાજી, ફળો, મસાલા અને માંસ ઉમેરવા જોઈએ.

વ્યવસાય તરીકે

[ફેરફાર કરો]

સમગ્ર કટોકટી જીવન-ચક્રમાં કટોકટી પ્રબંધકોને ટેકો આપે તેવી વિવિધ વ્યાપક વિદ્યાશાખાઓમાં તેમને તાલીમ આપવામાં આવે છે. વ્યાવસાયિક કટોકટી પ્રબંધકો સરકાર અને સમુદાય સજ્જતા (કામગીરીની નિરંતરતા / સરકારી આયોજનની નિરંતરતા) પર, અથવા ખાનગી બિઝનેસ સજ્જતા (બિઝનેસ નિરંતરતા વ્યવસ્થાપન આયોજન) પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. સ્થાનિક, રાજ્ય સ્તરના, સમવાયી અને ખાનગી સંગઠનો દ્વારા તાલીમ પૂરી પાડવામાં આવે છે અને તે જાહેર માહિતી અને પ્રસાર-માધ્યમો સાથેના સંબંધોથી લઈને ઉચ્ચ સ્તરીય બનાવ આદેશ અને આતંકવાદી બૉમ્બમારાના સ્થળનો અભ્યાસ કરવો અથવા કટોકટી દૃશ્યને નિયંત્રિત કરવું જેવી કાર્યરીતિ કુશળતાઓ સુધીની તાલીમ આપે છે.

ભૂતકાળમાં, કટોકટી વ્યવસ્થાપનના ક્ષેત્રમાં બહુધા લશ્કરી લોકો અથવા પશ્ચાદ્ ભૂમાં પ્રથમ પ્રતિભાવ આપનારાઓ રહેતા હતા. વર્તમાનમાં, આ ક્ષેત્રમાં વધુ વિવિધ પ્રકારના લોકો આવ્યા છે, જેમાં લશ્કર અને પ્રથમ પ્રતિભાવ આપનારાનો ઇતિહાસ ધરાવનારા સિવાય વિવિધ પશ્ચાદ્ભૂ સાથેના ઘણા નિષ્ણાતો આવ્યા છે. કટોકટી વ્યવસ્થાપન અથવા તેને સંબંધિત ક્ષેત્રમાં ઉપસ્નાતક અને સ્નાતકની પદવી મેળવવા ઇચ્છનારાઓ માટે શૈક્ષણિક તકો વધી રહી છે. યુએસમાં કટોકટી વ્યવસ્થાપન-સંબંધિત કાર્યક્રમો ચલાવતી 180થી વધુ શાળાઓ છે, પણ વિશેષરૂપે કટોકટી વ્યવસ્થાપનમાં માત્ર એક જ ડૉક્ટરેટ પ્રોગ્રામ છે.[૧૫]

કટોકટી વ્યવસ્થાપન સમુદાય દ્વારા, ખાસ કરીને યુનાઈટેડ સ્ટેટ્સમાં, ઊંચા વ્યાવસાયિક ધોરણોની જરૂરિયાતને ઓળખવામાં આવતાં સર્ટિફાઇડ ઇમર્જન્સી મૅનજર (CEM) અને સર્ટિફાઇડ બિઝનેસ કન્ટીન્યુઇટી પ્રોફેશનલ (CBCP) જેવા વ્યાવસાયિક પ્રમાણપત્રો વધુ સામાન્ય બની રહ્યા છે.

કટોકટી વ્યવસ્થાપનના સિદ્ધાંતો

[ફેરફાર કરો]

2007માં, FEMAના ઇમર્જન્સી મૅનેજમેન્ટ હાયર ઍજ્યુકેશન પ્રોજેક્ટના ડૉ. વાયને બ્લાનચાર્ડે, FEMAની ઇમર્જન્સી મૅનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના સુપરિન્ટેન્ડન્ટ, ડૉ. કોર્ટીઝ લોરેન્સના નિર્દેશ પર, કટોકટી વ્યવસ્થાપનના સિદ્ધાંતોની વિચારણા કરવા માટે કટોકટી વ્યવસ્થાપનના વ્યવસાયિકોના કાર્યકારી જૂથ અને તેના શિક્ષણ સાથે સંકળાયેલી વ્યક્તિઓને એકત્રિત કર્યાં. એ પ્રતીતિ સાથે આ પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી કે ભલે અસંખ્ય પુસ્તકો, લેખો અને ચર્ચાપત્રોમાં "કટોકટી વ્યવસ્થાપનના સિદ્ધાંતો"નો ઉલ્લેખ થયો છે, પણ આ વિષય પરના વિશાળ સાહિત્યમાં ક્યાંય આ સિદ્ધાંતો શું હતા તેની સહમતિ-પ્રાપ્ત સ્પષ્ટતા નહોતી. આ જૂથ કટોકટી વ્યવસ્થાપનના સિદ્ધાંતના વિકાસના માર્ગદર્શન માટે ઉપયોગમાં આવી શકે તેવા આઠ સિદ્ધાંતો પર સહમત થયું. નીચે આપવામાં આવેલો સારાંશ એ આઠ સિદ્ધાંતોને નોંધે છે અને દરેક માટે ટૂંકું વિવરણ પૂરું પાડે છે.

સિદ્ધાંતોઃ કટોકટી વ્યવસ્થાપન આ મુજબ હોવું જોઈએઃ

  1. સર્વગ્રાહી – કટોકટી પ્રબંધકોએ આપત્તિ સાથે સંબંધ ધરાવતાં તમામ જાન-માલ હાનિકર્તા જોખમો, તમામ તબક્કાઓ, તમામ અસર પામનારાઓ અને તમામ અસરો અંગે વિચારવું અને તેમને ગણનામાં લેવા જોઈએ.
  2. પ્રગતિશીલ – કટોકટી પ્રબંધકોએ ભવિષ્યની આપત્તિઓનું અનુમાન બાંધવું અને આપત્તિ-પ્રતિરોધી અને આપત્તિ-લવચિક સમુદાયો બનાવવા માટે નિવારણનાં તેમ જ તૈયારીનાં પગલાં લેવાં.
  3. જોખમથી દોરાતું – કટોકટી પ્રબંધકો અગ્રિમતાઓ અને સ્રોતો સોંપવામાં તવાયેલા જોખમ વ્યવસ્થાપન સિદ્ધાંતો(જોખમ ઓળખવું, જોખમનું વિશ્લેષણ, અને અસરનું વિશ્લેષણ)નો ઉપયોગ કરે.
  4. સંકલિત – કટોકટી પ્રબંધકો સરકારનાં તમામ સ્તરોએ અને સમુદાયના તમામ ઘટકોમાં પ્રયાસોની એકતાની ચોક્સાઈ કરે.
  5. સહયોગી – કટોકટી પ્રબંધકો વ્યક્તિઓ અને સંગઠનો વચ્ચે બૃહદ્ અને નિષ્ઠાવાન સંબંધો રચે અને જાળવે જેથી ભરોસાને પ્રોત્સાહન મળે, ટીમના વાતાવરણની હિમાયત થાય, સર્વાનુમત બંધાય, અને કમ્યુનિકેશનને પ્રોત્સાહન મળે.
  6. સંયોજિત- કટોકટી પ્રબંધકો સમાન હેતુ પ્રાપ્ત કરવા માટે પ્રસ્તુત તમામ લેવાદેવા ધરાવનારાઓની પ્રવૃત્તિઓને એક રેખામાં સંયોજિત કરે છે.
  7. લવચીક- આપત્તિના પડકારોને પહોંચી વળવા માટે કટોકટી પ્રબંધકો સર્જનાત્મક અને નાવીન્યપૂર્ણ અભિગમો લે છે.
  8. વ્યાવસાયિક – કટોકટી પ્રબંધકો વિજ્ઞાન અને જાણકારી-આધારિત અભિગમનું મૂલ્ય કરે છે; જે શિક્ષણ, તાલીમ, અનુભવ, નૈતિક અમલ, જાહેર સેવા અને સતત સુધારણા પર આધારિત હોય.

આ સિદ્ધાંતો અંગે વધુ ઊંડાણપૂર્વકનું વિવરણ પ્રિન્સિપાલ્સ ઑફ ઇમર્જન્સી મૅનેજમેન્ટ પર મળી શકશે.

તાજેતરનાં વર્ષોમાં કટોકટી વ્યવસ્થાપનની નિરંતરતાની લાક્ષણિકતા એ નવા ખ્યાલ, ઇમર્જન્સી મૅનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ્સ(EMIS)માં પરિણમી છે. કટોકટી વ્યવસ્થાપન સાથે હિતસંબંધ ધરાવનારા વચ્ચે નિરંતરતા અને આંતરકામગીરી માટે, ઈએમઆઈએસ(EMIS) સરકારના તમામ સ્તરે અને બિન-સરકારી સામેલગીરી સહિત કટોકટી આયોજનોને સંકલિત કરતું માળખું પૂરું પાડીને તથા કટોકટીઓના તમામ ચાર તબક્કાઓ માટે તમામ સંબંધિત સ્રોતો(માનવીય અને અન્ય સ્રોતો સહિત)નો ઉપયોગ કરીને કટોકટી વ્યવસ્થાપન પ્રક્રિયાને ટેકો આપે છે. આરોગ્યસંભાળના ક્ષેત્રમાં, હૉસ્પિટલો એચઆઈસીએસ (HICS- હૉસ્પિટલ ઇન્સિડન્ટ કમાન્ડ સિસ્ટમ)નો ઉપયોગ કરે છે જે તેમને દરેક વિભાગ માટે નિયત જવાબદારીઓ સાથે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત આદેશોની શૃંખલામાં માળખું અને સંગઠન પૂરું પાડે છે.[સંદર્ભ આપો]

અન્ય વ્યવસાયોમાં

[ફેરફાર કરો]

જેમ કટોકટી વ્યવસ્થાપન(આપત્તિ સજ્જતા)નું ક્ષેત્ર પરિપક્વ બનતું જોય છે તેમ આ ક્ષેત્રમાં વિવિધ પશ્ચાદ્ભૂમાંથી આવતા વ્યાવસાયિકોની સંખ્યા વધી રહી છે. સ્મૃતિ સંસ્થાઓમાંથી (ઉ.દા. મ્યૂઝિયમો, ઐતિહાસિક સોસાયટીઓ, પુસ્તકાલયો, અને આર્કાઈવ્સમાંથી) આવતા વ્યાવસાયિકો સાંસ્કૃતિક વારસો- તેમના સંગ્રહોમાંના પદાર્થો અને રૅકૉર્ડો જાળવવા માટે સમર્પિત હોય છે. 2001માં સપ્ટેમ્બર 11ના હુમલાઓ, 2005માં ચક્રવાતો અને ક્લોન આર્કાઈવ્સનું પડી ભાંગવું- આ બનાવો પછી આવેલી ઊંચી જાગરૂકતાના પરિણામે આ ક્ષેત્રોમાં તેઓ વધુ ને વધુ અગત્યના ઘટક બની રહ્યા છે.

મૂલ્યવાન રૅકૉર્જોની સફળ રિકવરી માટેની તક વધારવા, સુસ્થાપિત અને સમગ્રરૂપે ચકાસાયેલી યોજના વિકસાવવી જ રહી. આ યોજના વધુ પડતી જટીલ ન હોવી જોઈએ, ઊલટાનું પ્રતિભાવ અને રિકવરીમાં સહાય થાય તે માટે તેમાં સરળતા પર ભાર મુકાવો ઘટે. સરળતાના એક ઉદાહરણ તરીકે, કર્મચારીઓએ પ્રતિભાવ અને રિકવરીના તબક્કામાં તેઓ સામાન્ય સ્થિતિમાં કરતાં હતા તેવાં સમાન કામો કરવા જોઈએ. તેમાં જોખમ-ઘટાડવા માટેની વ્યૂહનીતિઓને, જેમ કે સંસ્થામાં છંટકાવયંત્ર (સ્પ્રિંક્લર્સ) પણ બેસાડવાને, પણ સ્થાન અપાવું જોઈએ. આ મુશ્કેલ કાર્ય માટે અનુભવી અધ્યક્ષના નેતૃત્વમાં સુઆયોજિત કમિટિનો સહકાર આવશ્યક છે.[૧૬] વ્યાવસાયિક સંસ્થાઓ જોખમને લઘુત્તમ રાખવા અને રિકવરીને મહત્તમ રાખવા માટે વપરાશમાં હોય તેવાં સાધનો અને સ્રોતો અંગે વ્યક્તિઓને અદ્યતન રાખવા માટે વાર્ષિક સંમેલનોમાં વિશેષ સત્રો રાખે છે અને નિયમિત કાર્યશાળાઓનું આયોજન કરે છે.

વ્યાવસાયિક સંસ્થાઓ અને સાંસ્કૃતિક વારસાની સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોના પરિણામે આપત્તિની પૂર્વતૈયારી માટે અને રિકવરીના આયોજનો માટે વ્યાવસાયિકોને સહાયરૂપ થઈ શકે તેવા બહુવિધ સાધનો વિકસ્યાં છે. અનેક કિસ્સાઓમાં, બહારના વપરાશકર્તાઓને આ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. મોજૂદ સંગઠનોએ બનાવેલી યોજના ટેમ્પલેટો પણ વેબસાઈટો પર ઘણી વખત ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જે આપત્તિ માટે સજ્જતા યોજના ઘડતી અથવા તેમની મોજૂદ યોજનાને અદ્યતન કરવા ઇચ્છુક કોઈ પણ કમિટિ અથવા જૂથને ઉપયોગી સાબિત થઈ શકે. અલબત્ત દરેક સંગઠને તેમની ચોક્કસ જરૂરિયાતો સંતોષે તેવી યોજના અને સાધનો રચવા પડશે, પણ આવાં સાધનોનાં કેટલાંક ઉદાહરણો આયોજનની પ્રક્રિયામાં શરૂઆત માટે ઉપયોગી નીવડી શકે. આનો સમાવેશ એક્સટર્નલ લિન્ક્સ (બાહ્ય લિંક્સ) વિભાગમાં કરવામાં આવ્યો છે.

2009માં, યુએસ(US) એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટે આપત્તિઓ થકી આહત પામતી વસતિનો અંદાજ કાઢતું એક વેબ-આધારિત સાધન બનાવ્યું. પોપ્યુલેશન એક્સપ્લોરર કહેવાતું આ સાધન, ઑક રિજ નેશનલ લેબોરેટરીએ વિકસાવેલી લેન્ડસ્કેન વસતિ માહિતીનો, વિશ્વના તમામ દેશો માટે 1 કિ.મી.2ની ગીચતાએ વસતિને વિતરિત કરવા માટે ઉપયોગ કરે છે. યુસેઇડ(USAID)ના ફ્યુઝ નેટ (FEWS NET) પ્રોજેક્ટમાં આહાર અસલામતીથી પીડાતા અને અથવા તેના માટે સંવેદનશીલ વસતિનો અંદાજ કાઢવા માટે તેનો ઉપોયગ થયો હતો; કટોકટી વિશ્લેષણ અને પ્રતિભાવ પગલાંઓની શ્રેણીમાં પોપ્યુલેશન એક્સપ્લોરરના ઉપયોગ વ્યાપક બની રહ્યો છે, જેમાં મધ્ય અમેરિકામાં પૂર દ્વારા આહત થયેલી વસતિનો અંદાજ મેળવવા અને 2009માં પ્રશાંત મહાસાગર ત્સુનામીની ઘટનામાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

2007માં, કટોકટી પ્રતિભાવમાં સહભાગી પ્રાણીઓના દાક્તરો માટેનું એક ચેકલિસ્ટ અમેરિકન વેટરિનરિ મેડિકલ અસોસિએશનની જર્નલમાં પ્રકાશિત થયું હતું, તેમાં એક વ્યવસાયીએ કોઈ કટોકટીમાં સહાય કરતાં પહેલાં પોતાની જાતને પૂછવાના પ્રશ્નોના બે વિભાગો હતાઃ સહભાગી થવા માટેની સંપૂર્ણ જરૂરિયાતોઃ શું મેં ભાગ લેવું પસંદ કર્યું છે?, શું મેં આઈસીએસ(ICS) તાલીમ લીધેલી છે?, શું મેં અન્ય આવશ્યક પૂર્વભૂમિકાના અભ્યાસક્રમોમાં ભાગ લીધો છે?, શું મેં મારી પ્રેક્ટિસ ફેલાય તેવી ગોઠવણો કરી છે?, શું મેં મારા પરિવાર માટે ગોઠવણો કરી છે?

ઘટના પૂરતી સહભાગિતાઃ શું મને ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યો છે?, શું મારી કુશળતાઓ આ મિશન માટે યોગ્ય છે?, શું હું મારા કૌશલ્યને તાજું કરવા માટે વખતસરની તાલીમ લઈ શકું અથવા આવશ્યક નવા કૌશલ્યો મેળવી શકું?, શું મારી પાસે જાતને ટકાવવા માટે ત્રણથી પાંચ દિવસનો જોઈતો પુરવઠો છે?

આ ચેકલિસ્ટ ભલે પ્રાણીઓના દાક્તરો માટે લખવામાં આવ્યું હોય, પણ તે કટોકટીમાં સહાય આપવા માટે વિચારતા કોઈ પણ વ્યવસાયીને લાગુ પડે છે.[૧૭]

આંતરરાષ્ટ્રીય સંગઠનો

[ફેરફાર કરો]

ઇન્ટરનેશનલ અસોસિએશન ઑફ ઇમર્જન્સી મૅનેજર્સ

[ફેરફાર કરો]

ઇન્ટરનેશનલ અસોસિએશન ઑફ ઇમર્જન્સી મૅનેજર્સ (IAEM) એ એક બિન-નફાકારક શૈક્ષણિક સંગઠન છે, જે આપત્તિ અને કટોકટીઓ દરમ્યાન જીવન બચાવવાના અને અસ્કયામતોનું સંરક્ષણ કરવાના ધ્યેયને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આઈએઈએમ(IAEM)નું મિશન પોતાના સદસ્યોને માહિતી, નેટવર્કિંગ અને વ્યવસાયિક તકો પૂરી પાડવાનું, અને કટોકટી વ્યવસ્થાપન વ્યવસાયને વિકસાવવાનું છે.

હાલમાં તે વિશ્વભરમાં સાત કાઉન્સિલો ધરાવે છેઃ એશિયા, કૅનેડા, યુરોપા, ઇન્ટરનેશનલ (આંતરરાષ્ટ્રીય), ઓસિનિયા(મહાસાગરીય), સ્ટુડન્ટ અને યુએસએ (USA)

આઈએઈએમ(IAEM) આ વ્યવસાય વતી નીચેના કાર્યક્રમોનું સંચાલન પણ કરે છેઃ પ્રમાણિત કટોકટી પ્રબંધક (CEM- સર્ટિફાઇડ ઇમર્જન્સી મૅનેજર) શિષ્યવૃત્તિ કાર્યક્રમ

ધ ઍર ફોર્સ ઇમર્જન્સી મૅનેજમેન્ટ અસોસિએશન (www.af-em.org and www.3e9x1.com), આઈએઈએમ(IAEM) સાથે સદસ્યતા થકી જોડાયેલું છે, તે યુએસ(US) ઍર ફોર્સ ઇમર્જન્સી મૅનેજર્સ માટે કટોકટી વ્યવસ્થાપન માહિતી અને નેટવર્કિંગ પૂરાં પાડે છે.

રેડ ક્રોસ / રેડ ક્રેસેન્ટ

[ફેરફાર કરો]

કટોકટીઓને પ્રતિભાવ આપવામાં રાષ્ટ્રીય રેડ ક્રોસ/રેડ ક્રેસેન્ટ સોસાયટીઓ ઘણી વાર મધ્યવર્તી ભૂમિકાઓ ભજવે છે. વધુમાં, જો રાષ્ટ્રીય રેડ ક્રોસ અથવા રેડ ક્રેસેન્ટ સોસાયટી દ્વારા વિનંતી કરવામાં આવી હોય તો ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ રેડ ક્રોસ અને રેડ ક્રેસેન્ટ સોસાયટીઝ (IFRC, અથવા "ધ ફેડરેશન") અસરગ્રસ્ત દેશમાં મૂલ્યાંકન ટીમો (ઉ.દા. ફિલ્ડ અસેસમેન્ટ ઍન્ડ કોઓર્ડિનેશન ટીમ- FACT સંગ્રહિત ૨૦૧૧-૦૧-૨૨ ના રોજ વેબેક મશિન – ક્ષેત્રીય મૂલ્યાંકન અને સંયોજન ટીમ) ઉતારે છે. જરૂરિયાતોનો અંદાજો મેળવ્યા પછી અસરગ્રસ્ત દેશ અથવા વિસ્તારમાં ઇમર્જન્સી રિસપોન્સ યુનિટ્સ (ERUs) સંગ્રહિત ૨૦૧૦-૧૧-૧૫ ના રોજ વેબેક મશિન કામે લગાડવામાં આવી શકે. તેઓ કટોકટી વ્યવસ્થાપનના ઢાંચામાં પ્રતિભાવ ઘટકમાં નિષ્ણાત હોય છે.

યુનાઈટેડ નેશન્સ (સંયુક્ત રાષ્ટ્રસંઘ)

[ફેરફાર કરો]

યુનાઈટેડ નેશન્સ (સંયુક્ત રાષ્ટ્રસંઘ) પ્રણાલીમાં કટોકટી પ્રતિભાવની જવાબદારી અસરગ્રસ્ત દેશમાંના નિવાસી સંયોજકની હોય છે. જો કે, જો અસરગ્રસ્ત દેશની સરકાર દ્વારા, યુએન(UN) ઑફિસ ફોર ધ કોઓર્ડિનેશન ઓફ હ્યુમાનિટેરિયન અફેર્સ (UN-OCHA) દ્વારા વિનંતી કરવામાં આવે તો, યુએન(UN) ડિઝાસ્ટર અસેસમેન્ટ ઍન્ડ કોઓર્ડિનેશન (UNDAC) ટીમની નિયુક્તિ કરીને આંતરરાષ્ટ્રીય પ્રતિભાવનું સંકલન કરવામાં આવશે.

વિશ્વ બૅન્ક

[ફેરફાર કરો]

1980થી, વિશ્વ બૅન્કે આપત્તિ વ્યવસ્થાપન સાથે સંબંધિત, US$40 બિલિયનથી વધુ રકમની, 500થી વધુ કામગીરીઓને મંજૂરી આપી છે. આમાં આપત્તિ-પછીના ફેરબાંધકામના પ્રોજેક્ટો, તેમ જ આર્જેન્ટિના, બાંગ્લાદેશ, કોલમ્બિયા, હૈતી, ભારત, મેક્સિકો, તુર્કી અને વિયેતનામ જેવા કેટલાક દેશોના નામ ગણાવીએ તો ત્યાં આપત્તિને રોકવા અને તેની અસરોને ઘટાડવાના લક્ષ્ય સાથેના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે.[૧૮]

નિવારણ અને જોખમ-ઘટાડવાના પ્રોજેક્ટોના મુખ્ય સમાન વિસ્તારોમાં સમાવિષ્ટ છે વહેલી ચેતવણીના પગલાં અને દાવાનળને પેટાવતી ખેડૂતોની કાપો અને બાળોની ખેતીપદ્ધતિને બિનપ્રોત્સાહિત કરવા શૈક્ષણિક અભિયાનો જેવાં જંગલમાં આગ રોકવાનાં પગલાં; હરિકેન માટેની વહેલી-ચેતવણી પ્રણાલીઓ; પૂર નિવારણ પદ્ધતિઓ, જે કિનારાના સંરક્ષણથી માંડીને ગ્રામ વિસ્તારોમાં અનુકૂલનનાં પગલાં રૂપે અગાસીઓને પ્રોત્સાહન; અને ધરતીકંપ-સંવેદનશીલ બાંધકામ.[૧૯]

પ્રોવેન્શન કન્સોર્ટિઅમ(ProVention Consortium)ના છત્ર નીચે કોલમ્બિયા યુનિવર્સિટી સાથેના એક સંયુક્ત સાહસમાં, વિશ્વ બૅન્કે ગ્લોબલ રિસ્ક એનાલિસિસ ઓફ નેચરલ ડિઝાસ્ટર હોટસ્પોટ્સની સ્થાપના કરી.[૨૦]

જૂન 2006માં, વિશ્વ બૅન્કે ગ્લોબલ ફેસિલિટી ફોર ડિઝાસ્ટર રિડ્ક્શન ઍન્ડ રિકવરી(GFDRR)ની સ્થાપના કરી, જે હ્યોગો ફ્રેમવર્ક ઓફ એક્શનના સમર્થનમાં, આપત્તિ જોખમ ઘટાડાને વિકાસની મુખ્ય ધારામાં લાવીને આપત્તિના નુકસાનોને ઘટાડવા માટે અન્ય સહાય દાતાઓ સાથે લાંબા ગાળાની ભાગીદારી હતી. આ સુવિધા આપત્તિ નિવારણ અને કટોકટી સજ્જતા માટે સ્થાનિક ક્ષમતાઓને વધારતા હોય તેવા વિકાસશીલ દેશોના ભંડોળ વિકાસ પ્રોજેક્ટો અને કાર્યક્રમોને મદદ કરે છે. [૨૧]

યુરોપીય સંઘ

[ફેરફાર કરો]

2001થી, ઈયુ(EU)એ કમ્યુનિટી મિકેનિઝમ ફોર સિવિલ પ્રોટેક્શનને દત્તક લીધું છે, જેણે વૈશ્વિક પટ પર નોંધપાત્ર ભૂમિકા ભજવવી શરૂ કરી છે. મિકેનેઝમની મુખ્ય ભૂમિકા મોટી કટોકટીઓમાં, કે જ્યારે તાત્કાલિક પ્રતિભાવ પગલાંઓની જરૂર હોય, ત્યાં નાગરિક સંરક્ષણ સહાય હસ્તક્ષેપોમાં સહકારને સુગમ બનાવવાની છે. આવી મોટી કટોકટીઓનો જ્યાં નિકટવર્તી ભય હોય તેવી પરિસ્થિતિઓને પણ આ લાગુ પડે છે.

મોનિટરિંગ ઍન્ડ ઇન્ફર્મેશન સેન્ટર એ મિકેનિઝમનું હાર્દરૂપ છે. તે યુરોપિયન કમિશનના ડાયરેક્ટરેટ-જનરલ ફોર હ્યુમાનિટેરિયન એડ એન્ડ સિવિલ પ્રોટેક્શનનો ભાગ છે અને દિવસના 24 કલાક ઉપલબ્ધ છે. તે દેશોને એક પ્લેટફોર્મ પર, એક-જ-જગ્યાએથી તમામ સહભાગી રાજ્યોમાંના ઉપલબ્ધ નાગરિક સંરક્ષણ સાધન-ઉપાયને સુલભ બનાવે છે. મોટી આપત્તિથી અસરગ્રસ્ત થયેલો કોઈ પણ દેશ, પછી તે યુનિયનની અંદરનો હોય કે બહારનો, તે એમઆઈસી(MIC) થકી સહાય માટે અપીલ કરી શકે છે. તે સહભાગી રાજ્યો, અસરગ્રસ્ત દેશ અને રવાના થયેલા ક્ષેત્ર નિષ્ણાતો વચ્ચે મુખ્યાલય સ્તરે કમ્યુનિકેશન હબ (પ્રત્યાયન કેન્દ્રબિંદુ) તરીકે કામ કરે છે. તે ચાલી રહેલી કટોકટીની ખરેખરી સ્થિતિ વિશે ઉપયોગી અને અદ્યતન માહિતી પણ પૂરી પાડે છે.[૨૨]

ઈન્ટરનેશનલ રિકવરી પ્લેટફોર્મ

[ફેરફાર કરો]

જાન્યુઆરી 2005માં કોબે, હ્યોગો, જાપાન ખાતે ભરાયેલું આપત્તિ ઘટાડા પરનું વિશ્વ સંમેલન (વર્લ્ડ કૉન્ફરન્સ ઓન ડિઝાસ્ટર રિડક્શન-WCDR) ખાતે ઈન્ટરનેશનલ રિકવરી પ્લેટફોર્મ(IRP)નું બીજારોપણ થયું હતું. ઈન્ટરનેશનલ સ્ટ્રેટેજી ફોર ડિઝાસ્ટર રિડક્શન (ISDR) પ્રણાલીના વિષય સંબંધી મંચ તરીકે, આઈઆરપી (IRP) હ્યોગો ફ્રેમવર્ક ફોર એક્શન(HFA) 2005-2015ના અમલીકરણમાં મુખ્ય આધારસ્તંભ છેઃ આપત્તિઓ પ્રત્યે સ્થિતસ્થાપક હોય તેવાં રાષ્ટ્રો અને સમુદાયો ઘડવા, આવતા દાયકા માટે આપત્તિ જોખમ ઘટાડવા માટેની એક વૈશ્વિક યોજના, જેને ડબ્લ્યુસીડીઆર(WCDR) ખાતે 168 સરકારોએ અપનાવી હતી.

આઈઆરપી(IRP)ની મુખ્ય ભૂમિકા આપત્તિ-પછીના બેઠા થવાના સમયગાળામાં અનુભવાતા અંતરાલો અને બંધનોને ઓળખવાની અને સાધનો, સ્રોતો, તેમ જ સ્થિતિસ્થાપક રિકવરી માટેની ક્ષમતા વિકસાવવામાં ઉદ્દીપક તરીકે સેવા આપવાની છે. આઈઆરપી (IRP) રિકવરીના સારી પ્રથાઓ પર જ્ઞાનનો આંતરરાષ્ટ્રીય સ્રોત બનવાનું લક્ષ્ય સેવે છે.[૪]

રાષ્ટ્રીય સંગઠનો

[ફેરફાર કરો]

ઑસ્ટ્રેલિયા

[ફેરફાર કરો]

ઑસ્ટ્રેલિયામાં કટોકટી વ્યવસ્થાપન માટેનું મુખ્ય સમવાયી સંયોજક અને પરામર્શક તંત્ર એ ઇમર્જન્સી મૅનેજમેન્ટ ઑસ્ટ્રેલિયા (EMA) છે. તેના પાંચ રાજ્યો અને બે પ્રાંતો દરેક તેમની પોતાની સ્ટેટ ઇમર્જન્સી સર્વિસ ધરાવે છે. ઇમર્જન્સી કોલ સર્વિસ રાષ્ટ્રીય સ્તરે રાજ્ય પોલીસ, અગ્નિશમન અને ઍમ્બ્યુલન્સ સેવાઓનો સંપર્ક કરવા માટે 000 આપાતકાલીન ટેલિફોન નંબર પૂરો પાડે છે. રાજ્ય અને સમવાયી સહકાર માટે યોગ્ય ગોઠવણો મોજૂદ છે.

કૅનેડા

[ફેરફાર કરો]

પબ્લિક સેફ્ટી કૅનેડા એ કૅનેડાની રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન એજન્સી છે. દરેક વહીવટી વિભાગ પાસે કટોકટીઓ સાથે કામ પાર પાડવા માટેના કાયદાઓ હોવા આવશ્યક છે, તેમ જ તેમની પોતાની કટોકટી વ્યવસ્થાપન એજન્સી હોવી આવશ્યક છે, જેને લાક્ષણિક રીતે "ઇમર્જન્સી મેઝર્સ ઓર્ગેનાઈઝેશન" (EMO) કહેવામાં આવે છે, અને તેનું કામ મ્યુનિસિપલ અને કેન્દ્ર સરકારનો પ્રાથમિક સહકાર મેળવવાનું છે.

પબ્લિક સેફ્ટી કૅનેડા, સમવાયી સંગઠનોના કૅનેડિયનોની રાષ્ટ્રીય સલામતી અને સુરક્ષાની ચોકસાઈ કરવાના પ્રયત્નોનું સંયોજન કરે છે તથા તેમને ટેકો આપે છે. તેઓ સરકારના અન્ય સ્તરો, પ્રથમ પ્રતિભાવ આપનારાઓ, ચોક્કસ સમુદાયિક જૂથો, ખાનગી ક્ષેત્ર (ખૂબ અગત્યના આંતરમાળખાના સંચાલકો) અને અન્ય રાષ્ટ્રો સાથે પણ કામ કરે છે.

પબ્લિક સેફ્ટી કૅનેડાનું કામ પબ્લિક સેફ્ટી એન્ડ ઇમર્જન્સી પ્રિપેર્ડનેસ એક્ટ (જાહેર સુરક્ષા અને કટોકટી સજ્જતા અધિનિયમ) મુજબની નીતિઓ અને કાયદાની વ્યાપક શૃંખલા પર નિર્ભર છે, જે પીએસ(PS)ની સત્તાઓ, ફરજો અને કામગીરીઓ સ્પષ્ટ કરે છે. અન્ય અધિનિયમો ચોક્કસ ક્ષેત્ર સંબંધિત છે જેમ કે સુધારણાઓ, કટોકટી વ્યવસ્થાપન, કાયદાની અમલબજવણી, અને રાષ્ટ્રીય સુરક્ષા.

જર્મની

[ફેરફાર કરો]

જર્મનીમાં જર્મન કાતાસ્ટ્રોફેનસુત્ઝ(Katastrophenschutz) (આપત્તિ રાહત) અને ઝિવિલત્ઝ(Zivilschutz) (નાગરિક સંરક્ષણ) કાર્યક્રમોનું નિયંત્રણ સમવાયી સરકારના હાથમાં છે. જર્મન અગ્નિશમન વિભાગના સ્થાનિક એકમો અને ટૅકનિસ્ચીસ હિલફ્સવેર્ક (ટૅકનિકલ રાહત માટેની સમવાયી એજન્સી , ટીએચડબ્લ્યુ(THW)) આ કાર્યક્રમોના ભાગ છે. જર્મન સશસ્ત્ર દળો (બનદેસવેહ્ર), જર્મન ફેડરલ પોલીસ અને 16 રાજ્ય પોલીસ દળો (લૅન્દેરપોલિઝી) તમામને આપત્તિ રાહત કામગીરીઓમાં નિયુક્તિ પામ્યા છે. જર્મન રેડ ક્રોસ[સંદર્ભ આપો] સિવાય, માનવીય સહાય માટે આગળ આવતાં સંગઠનોમાં છે જોહાનનિતેર-અનફોલહિલ્ફ,[સંદર્ભ આપો] સંત જ્હોન એમ્બ્યુલન્સ સહાયતા માટેનું જર્મન નામ; માલ્તેસેર-હિલ્ફ્સદીન્સ્ટ,[સંદર્ભ આપો] અર્બેઈતર-સમાર્ટિઅર-બુંદ,[સંદર્ભ આપો] અને અન્ય ખાનગી સંગઠનો – મોટા પાયા પરની કટોકટીઓ માટે સુસજ્જ, વિશાળ રાહત સંગઠનોનાં કેટલાંક ટાંકવા પૂરતાં નામો. 2006 મુજબ, યુનિવર્સિટી ઓફ બોન ખાતે એક સંયુક્ત અભ્યાસક્રમ "આપત્તિ નિવારણ અને જોખમ (સંબંધિત) શાસન વ્યવસ્થામાં અનુસ્નાતક (માસ્ટર્સ ઈન ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ રિસ્ક ગવર્નન્સ)" પદવી આપે છે[૨૩]

ભારતમાં કટોકટી વ્યવસ્થાપનની ભૂમિકા, ગૃહ મંત્રાલયના હાથ નીચેની સરકારી એજન્સી, નામે ભારતીય રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણના ફાળે જાય છે. તાજેતરનાં વર્ષોમાં પ્રતિભાવ અને રિકવરી પરથી વ્યૂહાત્મક જોખમ વ્યવસ્થાપન અને ઘટાડા તરફ, અને સરકાર-કેન્દ્રિત અભિગમમાંથી વિકેન્દ્રિત સામુદાયિક સહભાગિતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વિજ્ઞાન અને ટૅકનોલૉજી મંત્રાલય એક આંતરિક એજન્સીને ટેકો આપે છે, જે કટોકટી વ્યવસ્થાપનમાં શૈક્ષણિક જાણકારી અને ભૂવિજ્ઞાનીઓની નિપુણતા ઉમેરીને સંશોધનને પ્રોત્સાહન આપે છે.

ભારત સરકારે જાહેર/ખાનગી ભાગીદારીને રજૂ કરતું એક જૂથ તાજેતરમાં જ રચ્યું છે. આ જૂથને મુખ્ય નાણાકીય પીઠબળ એક વિશાળ, ભારત-સ્થિત કમ્પ્યૂટર કંપની પૂરું પાડે છે અને તે જે ઘટનાઓને આપત્તિ તરીકે વર્ણવી શકાય તે ઘટનાઓ ઉપરાંત, કટોકટી પ્રત્યેના સમુદાયોના સામાન્ય પ્રતિભાવને સુધારવાનું લક્ષ્ય રાખે છે. આ જૂથના કેટલાક શરૂઆતના પ્રયાસોમાં સમાવિષ્ટ છે પ્રથમ પ્રતિભાવ આપનારાઓને કટોકટી વ્યવસ્થાપન તાલીમ પૂરી પાડવી (ભારતમાં પ્રથમ વખત), માત્ર એક જ કટોકટી ટેલિફોન નંબર ઊભો કરવો, અને ઈએમએસ(EMS) કર્મચારીઓ, સાધનો અને તાલીમ માટે ધોરણો નિશ્ચિત કરવા. તે ત્રણ રાજ્યોમાં કામગીરી કરે છે, અલબત્ત તેને દેશભરમાં અસરકારક જૂથ બનાવવાના પ્રયાસો ચાલુ છે.

નેધરલૅન્ડ્સ

[ફેરફાર કરો]

નેધરલૅન્ડ્સમાં કટોકટી સજ્જતા અને રાષ્ટ્રીય સ્તરે કટોકટી વ્યવસ્થાપન માટે ગૃહ અને રાજ્ય સંબંધોનું મંત્રાલય જવાબદાર છે અને તે એક નેશનલ ક્રાઇસિસ સેન્ટર(NCC)નું સંચાલન કરે છે. દેશ 25 સલામતી વિસ્તારો(વેઇલિઘેઇડ્સરેગિઓ)માં વહેંચાયેલો છે. દરેક સલામતી વિસ્તાર ત્રણ સેવાઓ ધરાવે છેઃ પોલીસ, અગ્નિશમન અને અમ્બ્યુલન્સ. તમામ વિસ્તારો સંયોજિત પ્રાદેશિક બનાવ વ્યવસ્થાપન પ્રણાલી અનુસાર ચાલે છે. કટોકટી વ્યવસ્થાપન પ્રક્રિયામાં અન્ય સેવાઓ જેવી કે સંરક્ષણ મંત્રાલય, જળસમિતિ(જળસમિતિઓ), રિજ્ક્સવૉટરસ્તાત વગેરેની પણ સક્રિય ભૂમિકા હોઈ શકે છે.

ન્યૂઝીલૅન્ડ

[ફેરફાર કરો]

ન્યૂઝીલૅન્ડમાં, કટોકટી વ્યવસ્થાપનની જવાબદારી, કટોકટીના પ્રકાર અથવા જોખમ ઘટાડવાના કાર્યક્રમના આધારે સ્થાનિકથી રાષ્ટ્રીય સ્તર સુધી બદલાતી રહે છે. કોઈ ભયંકર તોફાન કદાચ કોઈ પ્રદેશ પૂરતું વ્યવસ્થાપન માગી લે, જ્યારે એક રાષ્ટ્રીય જાહેર શિક્ષણ અભિયાન કેન્દ્રીય સરકાર દ્વારા નિદર્શિત થશે. દરેક પ્રદેશમાં, સ્થાનિક સરકારો 16 નાગરિક સંરક્ષણ કટોકટી વ્યવસ્થાપન જૂથો(સિવિલ ડિફેન્સ ઇમર્જન્સી મૅનેજમેન્ટ ગ્રુપ્સ- CDEMGs)માં જોડાયેલી છે. દરેક સીડીઈએમજી (CDEMG) સ્થાનિક કટોકટી વ્યવસ્થાપન મહત્તમ શક્ય એટલું મજબૂત હોય તેની ખાતરી કરવા માટે જવાબદાર છે. કોઈ કટોકટીમાં જેવી સ્થાનિક ગોઠવણો બોજો અનુભવે કે તરત જ પહેલેથી-મોજૂદ એવી પાસ્પરિક-સહાય ગોઠવણોને સક્રિય કરવામાં આવે છે. અધિકારની રૂએ, કેન્દ્રીય સરકાર નાગરિક સંરક્ષણ અને કટોકટી વ્યવસ્થાપન મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ સિવિલ ડિફેન્સ એન્ડ ઇમર્જન્સી મૅનેજમેન્ટ - MCDEM) દ્વારા સંચાલિત નેશનલ ક્રાઇસિસ મૅનેજમેન્ટ સેન્ટર (NCMC) થકી પ્રતિભાવનું સંયોજન કરવાની સત્તા ધરાવે જ છે. આ માળખાંઓ નિયમ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યા છે,[૨૪] અને યુ.એસ.(U.S.) ફેડરલ ઇમર્જન્સી મૅનેજમેન્ટ એજન્સીના રાષ્ટ્રીય પ્રતિભાવ રૂપરેખા સાથે લગભગ સમકક્ષ એવી ધ ગાઈડ ટુ ધ નેશનલ સિવિલ ડિફેન્સ ઇમર્જન્સી મૅનેજમેન્ટ પ્લાન 2006 માં શ્રેષ્ટ રીતે સમજાવવામાં આવ્યાં છે.

પરિભાષા

[ફેરફાર કરો]

બાકીના અંગ્રેજી-ભાષી વિશ્વ કરતાં ન્યૂઝીલૅન્ડ કટોકટી વ્યવસ્થાપન માટે પોતાની અનન્ય પરિભાષા વાપરે છે.

કટોકટી વ્યવસ્થાપનના ચક્રનું વર્ણન કરવા માટે સ્થાનિક રીતે 4Rs નો શબ્દપ્રયોગ કરવામાં આવે છે. ન્યૂઝીલૅન્ડમાં ચાર તબક્કો આ રીતે જાણીતા છેઃ[૨૫]
  • રિડ્ક્શન (ઘટાડો) = મિટિગેશન (જોખમ-ઘટાડો)
  • રેડીનેસ (સજ્જતા) = પ્રિપેર્ડનેસ (સજ્જતા)
  • રિસ્પોન્સ (પ્રતિભાવ)
  • રિકવરી (પાછા બેઠાં થવું)
સ્થાનિક ધોરણે કટોકટી વ્યવસ્થાપન શબ્દનો ભાગ્યે જ ઉપયોગ થાય છે; ઘણાં સરકારી પ્રકાશનો નાગરિક સંરક્ષણ શબ્દપ્રયોગનો વપરાશ કરવો ચાલુ રાખે છે.[૨૬] ઉદાહરણ તરીકે, નાગરિક સંરક્ષણના પ્રધાન કેન્દ્ર સરકારની કટોકટી વ્યવસ્થાપન એજન્સી, એમસીડીઈએમ(MCDEM) માટે જવાબદાર છે.
સિવિલ ડિફેન્સ ઇમર્જન્સી મૅનેજમેન્ટ એ તેના પોતાનામાં એક આગવો શબ્દપ્રયોગ છે. ઘણે ભાગે સીડીઈએમ(CDEM) તરીકે સંક્ષિપ્તમાં વપરાતા આ શબ્દપ્રયોગની વ્યાખ્યા લિખિત કાયદાએ આ રીતે કરી છે- આપત્તિથી થતી હાનિને રોકવા માટે જાણકારીને વ્યવહારમાં મૂકવી તે.[૨૭]
સરકારી પ્રકાશનોમાં આપત્તિ શબ્દપ્રયોગ ભાગ્યે જ જોવા મળે છે. ન્યૂઝીલૅન્ડના સંદર્ભમાં, આપત્તિઓ વિશે એકંદર વાતચીત કરતી વખતે સામાન્ય રીતે કટોકટી અને ઘટના શબ્દપ્રયોગો જોવા મળે છે.[૨૮] જ્યારે કોઈ એવી કટોકટીનું વર્ણન કરવામાં આવતું હોય કે જેને સત્તાધિકારીઓ પાસેથી પ્રતિભાવ મળી ચૂક્યો હતો, ત્યારે બનાવ શબ્દ પણ વપરાય છે. ઉદાહરણ તરીકે, પ્રકાશનોમાં "કૅટેરબરી સ્નો બનાવ 2002"નો ઉલ્લેખ જોવા મળે છે[૨૯]

રશિયામાં આપાત સ્થિતિ મંત્રાલય (EMERCOM) અગ્નિશમન, નાગરિક સંરક્ષણ, શોધ અને બચાવ જેવાં ક્ષેત્રોમાં કાર્યરત છે, જેમાં કુદરતી અને માનવ-સર્જિત આપત્તિઓ પછીની બચાવ સેવાઓનો સમાવેશ પણ થાય છે.

યુનાઈટેડ કિંગડ્મ

[ફેરફાર કરો]

યુનાઈટેડ કિંગડ્મે 2000 યુકે(UK) ઇંધણ વિરોધ-દેખાવો, એ જ વર્ષે કારમું પૂર અને 2001 યુનાઈટેડ કિંગડ્મ ફુટ-એન્ડ-માઉથ કટોકટીમાંથી પસાર થયા પછી, કટોકટી વ્યવસ્થાપન પર પોતાનું ધ્યાન ઠેરવ્યું. તેના પરિણામે આંતરિક આકસ્મિકતા અધિનિયમ 2004(સિવિલ કન્ટિન્જન્સિસ ઍક્ટ- CCA)ની રચના થઈ, જે કેટલાંક સંગઠનોને વર્ગ 1 અને 2 પ્રતિભાવ આપનારાઓ તરીકે સ્પષ્ટ કરે છે. આ કાયદા હેઠળ કટોકટી સજ્જતા અને પ્રતિભાવ સંદર્ભે આ પ્રતિભાવકો જવાબદારીઓ ધરાવે છે. સીસીએ(CCA)નું વ્યવસ્થાપન રિજનલ રિઝિલિઅન્સ ફોરમ્સ (પ્રાદેશિક સ્થિતિસ્થાપકતા મંડળો) થકી નાગરિક આકસ્મિકતાઓ સચિવાલય દ્વારા અને સ્થાનિક સત્તામંડળના ધોરણે કરવામાં આવે છે.

કોઈ પણ પ્રતિભાવમાં સામેલ થયા હોય તેવાં સંગઠનો દ્વારા આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ સામાન્ય રીતે સ્થાનિક ધોરણે આપવામાં આવે છે. આને વ્યવસાયિક અભ્યાસક્રમો થકી દૃઢ કરવામાં આવે છે, જે ઇમર્જન્સી પ્લાનિંગ કૉલેજ ખાતે લઈ શકાય છે. વધુમાં ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતકની યોગ્યતા દેશભરમાંથી મેળવી શકાય છે- આ પ્રકારનો પહેલો કોર્સ 1994માં કોવેન્ટ્રી યુનિવર્સિટીમાં શરૂ થયો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇમર્જન્સી મૅનેજમેન્ટ એ 1996માં સ્થાપિત થયેલી એક ધર્માદા સંસ્થા છે, જે સરકાર, પ્રસાર-માધ્યમો અને વાણિજ્યિક ક્ષેત્રોને પરામર્શ સેવાઓ પૂરી પાડે છે.

કટોકટી આયોજનકર્તાઓ માટેની વ્યાવસાયિક સોસાયટી તે ઇમર્જન્સી પ્લાનિંગ સોસાયટી છે.[૩૦]

યુકે(UK)માં સૌથી મોટી કટોકટી કવાયત 20 મે 2007ના બેલફાસ્ટ, ઉત્તરી આયર્લૅન્ડ નજીક હાથ પર લેવામાં આવી હતી, તેમાં બેલફાસ્ટ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઊતરાણ વખતે વિમાન તૂટી પડવાની સ્થિતિનો સામનો કરવાનો હતો. આ ડ્રિલ(કવાયત)માં પાંચ હૉસ્પિટલો અને ત્રણ વિમાનમથકોએ ભાગ લીધો હતો, અને લગભગ 150 આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોએ તેની અસરકારકતાનું મૂલ્યાંકન કર્યું હતું.[૩૧]

યુનાઈટેડ સ્ટેટ્સ

[ફેરફાર કરો]

માતૃભૂમિ સુરક્ષા વિભાગ (DHS) હેઠળ, ફેડરલ ઇમર્જન્સી મૅનેજમેન્ટ એજન્સી (FEMA) એ કટોકટી વ્યવસ્થાપન માટેની આગેવાન એજન્સી છે. એફઈએમએ(FEMA)એ વિકસાવેલું એચએઝેડયુએસ(HAZUS) સોફ્ટવેર પૅકેજ દેશમાં જોખમ મૂલ્યાંકનમાં કેન્દ્રીય સ્થાન ધરાવે છે. એફઈએમએ(FEMA)ના કટોકટી વ્યવસ્થાપન હેતુઓ માટે યુનાઈટેડ સ્ટેટ્સ અને તેના પ્રદેશો દસમાંથી એકના ધોરણે આવરિત છે. આદિવાસી, રાજ્ય, કાઉન્ટી (પરગણું) અને સ્થાનિક સરકારો કટોકટી વ્યવસ્થાપન કાર્યક્રમો/વિભાગો વિકસાવે છે અને દરેક પ્રદેશમાં સોપાનિક માળખાં અનુસાર ચાલે છે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી કટોકટીઓને સ્થાનિક સ્તરે જ, બાજુના અધિકારક્ષેત્રો સાથેના પરસ્પર સહાય કરારોનો ઉપયોગ કરીને સુલઝાવવામાં આવે છે. જો કટોકટી આંતકવાદી સંબંધિત હોય અથવા જો તેને "રાષ્ટ્રીય ગણનાપાત્ર ઘટના" જાહેર કરવામાં આવી હોય, તો હોમલૅન્ડ સિક્યુરિટીના સચિવ નેશનલ રિસ્પોન્સ ફ્રેમવર્ક(NRF)નો આરંભ કરશે. આ યોજના હેઠળ, સ્થાનિક, કાઉન્ટી, રાજ્ય અથવા આદિવાસી વિસ્તારો સાથે સંકલિત કરીને, સમવાયી સ્રોતોની સામેલગીરીને શક્ય બનાવવામાં આવશે. રાષ્ટ્રીય બનાવ વ્યવસ્થાપન પ્રણાલી (NIMS)નો ઉપયોગ કરીને શક્ય એટલા નીચા સ્તરે વ્યવસ્થાપનને સંભાળવું ચાલુ રાખવામાં આવશે.

સિટિઝન કોર્પ્સ (નાગરિક સંગઠિત દળ) એ સ્વૈચ્છિક સેવા કાર્યક્રમોનું સંગઠન છે, સ્થાનિક ધોરણે વહીવટ પામતું અને રાષ્ટ્રીય ધોરણે ડીએચએસ(DHS) દ્વારા સંયોજન પામતું આ સંગઠન આપત્તિમાં ઘટાડો કરવા અને જાહેર શિક્ષણ, તાલીમ થકી અને છેવાડાના વિસ્તારોને આવરી લઈને વસતિને કટોકટી પ્રતિભાવ માટે તૈયાર કરવાનું લક્ષ્ય સેવે છે. કમ્યુનિટી ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમો (સમુદાય કટોકટી પ્રતિભાવ ટીમો) એ સિટિઝન કોર્પ્સ કાર્યક્રમનો ભાગ છે જે આપત્તિ સજ્જતા અને આપત્તિ પ્રતિભાવ માટેના પ્રાથમિક કૌશલ્યો શીખવે છે. જ્યારે કોઈ આપત્તિમાં રૂઢિગત કટોકટી સેવાઓ પર ખૂબ ભાર આવી જાય ત્યારે આ સ્વૈચ્છિક ટીમોને કટોકટી સહાય પૂરી પાડવા ઉપયોગમાં લેવામાં આવે છે.

યુએસ(US) કૉંગ્રેસે એશિયા-પૅસિફિક ભાગમાં આપત્તિ સજ્જતા અને સામાજિક સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવા માટેની મુખ્ય એજન્સી તરીકે આપત્તિ વ્યવસ્થાપન અને માનવીય સહાયતામાં ઉત્કૃષ્ટતા માટેના કેન્દ્ર(સેન્ટર ફોર એક્સલન્સ ઇન ડિઝાસ્ટર મૅનેજમેન્ટ એન્ડ હ્યુમનેટેરિયન આસિસ્ટન્સ-COE)ની સ્થાપના કરી છે. તેના હુકમના ભાગ રૂપે, સીઓઈ(COE) આંતરિક, વિદેશી અને આંતરરાષ્ટ્રીય સામર્થ્ય અને ક્ષમતા વિકસાવવા આપત્તિ સજ્જતા, પરિણામોના વ્યવસ્થાપન અને આરોગ્ય સલામતીમાં શિક્ષણ અને તાલીમને પ્રોત્સાહન આપે છે.

આ પણ જુઓ

[ફેરફાર કરો]
  • બ્રિટિશ લોકોપકારી એજન્સીઓનો સંઘ
  • આપત્તિ ઉત્તરદાયિત્વ પ્રોજેક્ટ (DAP - ડિઝાસ્ટર એકાઉન્ટેબિલિટી પ્રોજેક્ટ)
  • ઈન્ટરનેશનલ ડિઝાસ્ટર ઇમર્જન્સી સર્વિસ (IDES)
  • નેટહોપ (NetHope)
  • પુરવણીરૂપ કુદરતી આપત્તિ સંરક્ષણ
  • જળ સુરક્ષિતતા અને કટોકટી સજ્જતા

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. અહીં સુધી ઉપર જાઓ: ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ Haddow. Amsterdam: Butterworth-Heinemann. ISBN 0-7506-7689-2. Missing or empty |title= (મદદ)
  2. Armitage, David (2005). Strategic Forum No. 218. Institute for National Strategic Studies, National Defense University. Unknown parameter |coauthor= ignored (|author= suggested) (મદદ)
  3. Cuny, Fred C. (1983). Disasters and Development. Oxford: Oxford University Press.
  4. [૧], નિવારણની વ્યાખ્યા
  5. [૨],સ્થિતિસ્થાપકતાની વ્યાખ્યા
  6. વિલ્સન, જેમ્સ પાર્કર, "પૉલિસી એક્શન્સ ઓફ ટેક્સાસ ગલ્ફ કૉસ્ટ સિટીઝ ટુ મિટિગેટ હરિકેન ડૅમેજઃ પર્સ્પેક્ટિવ ઓફ સિટી ઓફિશિયલ્સ" (2009). અપ્લાઇડ રિસર્ચ પ્રોજેક્ટ્સ. ટેક્સાસ સ્ટેટ યુનિવર્સિટી. પત્ર 312. http://ecommons.txstate.edu/arp/312 સંગ્રહિત ૨૦૧૧-૦૮-૧૬ ના રોજ વેબેક મશિન
  7. લિન્ડેલ, એમ., પ્રાટેર, સી., અને પેરી, આર. (2006). ફન્ડામેન્ટલ્સ ઑફ ઇમર્જન્સી મૅનેજમેન્ટ. જાન્યુઆરી 9, 2009ના http://training.fema.gov/EMIWeb/edu/fem.અસ્પ[હંમેશ માટે મૃત કડી] પરથી મેળવેલ.
  8. નેશનલ પ્રિપેર્ડનેસ ગાઈડલાઇન્સ (રાષ્ટ્રીય સજ્જતા માર્ગદર્શિકાઓ), એફઈએમએ(FEMA) માતૃભૂમિ સુરક્ષા વિભાગ
  9. મહત્ત્વના વૅક્સિન(રસી) પુરવઠા સ્થળની પ્રતિકૃતિ તૈયાર કરવીઃ મધ્ય ફ્લોરિડામાં નિર્ણાયક આંતરમાળખાકીય સુવિધાઓ અને વસતિને બચાવવી સંગ્રહિત ૨૦૦૯-૦૩-૨૦ ના રોજ વેબેક મશિન પૉલ જે. માલિસ્ઝેવસ્કી (2008)
  10. Walker, Peter (1991). International Search and Rescue Teams, A League Discussion Paper. Geneva: League of the Red Cross and Red Crescent Societies.
  11. અજિલિટી એન્ડ ડિસિપ્લિનઃ ક્રિટિકલ સક્સેસ ફેક્ટર્સ ફોર ડિઝાસ્ટર રિસ્પોન્સ માં જ્હોન હૅરાલ્ડ, ધ ઍનલ્સ ઓફ ધ અમેરિકન ઍકેડમી ઓફ પોલિટિકલ એન્ડ સોશિયલ સાયન્સ 2006; 604; 256
  12. લીડિંગ થ્રુ અ ક્રાઈસિસ – ધ ન્યૂ લીડર્સ 100-અવર એક્શન પ્લાન માં જ્યોર્જ બ્રાડ્ટ, જે. વિલી એન્ડ સન્સ 2012 દ્વારા ધ ન્યૂ લીડર્સ 100-ડે એક્શન પ્લાન ની ત્રીજી આવૃત્તિના ભાગ રૂપે પ્રકાશિત થશે, હાલમાં પ્રાઈમજિનેસિસ(PrimeGenesis) વેબસાઈટ પર શ્વેતપત્ર તરીકે ઉપલબ્ધ.
  13. Alexander, David (2002). Principles of Emergency planning and Management. Harpenden: Terra Publishing. ISBN 1-903544-10-6.
  14. www.fema.gov ફેડરલ ઇમર્જન્સી મૅનેજમેન્ટ એજન્સી વેબસાઈટ
  15. Jaffin, Bob (September 17, 2008). "Emergency Management Training: How to Find the Right Program". Emergency Management Magazine. મૂળ માંથી 2009-04-23 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-15.
  16. બુચાનાન, સૅલી. "ઇમર્જન્સી પ્રિપેર્ડનેસ." પૉલ બૅન્ક્સ અને રોબેર્તા પિલેટ્ટીમાંથી. પ્રિઝરવેશન ઇશ્યુસ એન્ડ પ્લાનિંગ . શિકાગોઃ અમેરિકન લાયબ્રેરી અસોસિએશન, 2000. 159-165. ISBN 978-0-8389-0776-4
  17. આપત્તિ અને આહાર-પશુ કટોકટીના પ્રતિભાવમાં પશુચિકિત્સા વ્યાવસાયિકની સંભાળ લેવાની ફરજ. અમેરિકન વેટરિનરિ મેડિકલ અસોસિએશનની જર્નલ, ખંડ 231, નં. 2, જુલાઈ 15, 2007
  18. આપત્તિ વ્યવસ્થાપનના ઘટક ધરાવતા વિશ્વ બૅન્કના પ્રોજેક્ટોની યાદી સંગ્રહિત ૨૦૧૬-૦૪-૧૫ ના રોજ વેબેક મશિન અને વિશ્વ બૅન્ક આપત્તિ જોખમ વ્યવસ્થાપન પ્રોજેક્ટો સંગ્રહિત ૨૦૧૬-૦૪-૧૫ ના રોજ વેબેક મશિન
  19. "વિશ્વ બૅન્કના આપત્તિ જોખમ વ્યવસ્થાપન પ્રોજેક્ટો". મૂળ માંથી 2016-04-15 પર સંગ્રહિત. મેળવેલ 2011-04-05.
  20. કુદરતી આપત્તિ માટેનાં સંવેદનશીલ સ્થળો
  21. "આપત્તિ ઘટાડો અને રિકવરી (પુનઃપ્રાપ્તિ) માટેની વૈશ્વિક સવલત". મૂળ માંથી 2020-04-14 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-09.
  22. "Civil Protection - The Community mechanism for civil protection". Ec.europa.eu. મૂળ માંથી 2010-05-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-29.
  23. Marc Jansen (2010-06-29). "Startseite des Studiengangs Katastrophenvorsorge und -management". Kavoma.de. મેળવેલ 2010-07-29.
  24. નેશનલ સિવિલ ડિફેન્સ ઇમર્જન્સી પ્લાન ઓર્ડર 2005
  25. નેશનલ સિવિલ ડિફેન્સ ઇમર્જન્સી મૅનેજમેન્ટ સ્ટ્રેટેજી 2007 સંગ્રહિત ૨૦૦૮-૦૯-૧૦ ના રોજ વેબેક મશિન, પૃ. 5. આંતરિક કામગીરીઓનો વિભાગ, વેલિંગટન, ન્યૂઝીલૅન્ડ 2008. ડિજિટલ આવૃત્તિ. 3 ઑગસ્ટ 2008ના મેળવેલ. ISBN 0-478-29453-0.
  26. જુઓ કટોકટી વ્યવસ્થાપન પરની સંસદીય મીડિયા રીલિઝ સંગ્રહિત ૨૦૦૯-૦૬-૧૯ ના રોજ વેબેક મશિન,
    રિઝર્વ બૅન્ક ઑફ ન્યૂઝીલૅન્ડની કટોકટી વ્યવસ્થાપન સામગ્રી સંગ્રહિત ૨૦૦૮-૦૮-૧૦ ના રોજ વેબેક મશિન અને
    સામાજિક વિકાસ મંત્રાલયની વેબસાઈટ, જે 'કટોકટી વ્યવસ્થાપન' શબ્દની સદંતર ઉપેક્ષા કરે છે સંગ્રહિત ૨૦૧૨-૦૭-૧૪ ના રોજ archive.today, 3 ઑગસ્ટ 2008ના મેળવેલ.
  27. નાગરિક સંરક્ષણ કટોકટી વ્યવસ્થાપન અધિનિયમ 2002, s4.. 3 ઑગસ્ટ 2008ના મેળવેલ.
  28. ઉદાહરણ તરીકે, ન્યૂઝીલૅન્ડના કટોકટી વ્યવસ્થાપન માટે ક્ષમતાદાયક કાયદો, નાગરિક સંરક્ષણ કટોકટી વ્યવસ્થાપન અધિનિયમ 2002માં આપત્તિ (ડિઝાસ્ટર) શબ્દ વાપરવામાં આવ્યો નથી.
  29. 3 ઑગસ્ટના મેળવેલ. શ્રી રાહુલ જૈન અનુસાર પૂર અને કુદરતી અનિશ્ચિતતાઓને વ્યવસ્થાપનમાં સમાવવામાં આવ્યા છે, જે આપત્તિ વ્યવસ્થાપન 2008 તરીકે જાણીતું છે
  30. ઇમર્જન્સી પ્લાનિંગ સોસાયટી
  31. વિમાન તૂટી પડવાની કવાયત એનઆઈ(NI) જૂથોને ચકાસે છે, બીબીસી(BBC) ન્યૂઝ, મે 20, 2007

વધુ વાંચન

[ફેરફાર કરો]

બાહ્ય લિંક્સ

[ફેરફાર કરો]

ઢાંચો:External links