લખાણ પર જાઓ

આવસ્સય-નિજ્જુત્તિ

વિકિપીડિયામાંથી

આવસ્સય-નિજ્જુત્તિ (સંસ્કૃત: આવશ્યક નિવૃત્તિ) શ્વેતાંબર જૈનોનું ધર્મશાસ્ત્ર છે. આ પુસ્તક જૈનો માટેના ષડ્-આવશ્યકનું વર્ણન છે તેવા પુસ્તક આવસ્સય-સુત્ત પર પ્રાકૃત ગાથાઓમાં લખાયેલી ટીકા છે.[]

પૃષ્ઠભૂમિ

[ફેરફાર કરો]

શ્વેતાંબર જૈનોનાં ‘મૂલસૂત્રો’માંના એક એવા આવશ્યક સૂત્રમાં દૈનિક કરવી પડતી છ આવશ્યક ધાર્મિક વિધિઓ દર્શાવી છે, તેથી તે ‘ષડ્-આવશ્યક’ નામથી પણ ઓળખાય છે.[] શ્વેતાંબર જૈનોના મતાનુસાર આશરે ઈ. સ. પૂ. ત્રીજી સદીમાં 1-2386 આર્યા-અનુષ્ટુપ છંદોમાં મિશ્રિત સળંગ પ્રાકૃત ગાથાઓવાળા આ ધર્મશાસ્ત્રની રચના ભદ્રબાહુએ કરી હતી.[]

આવશ્યક વિધિના સંકેત જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી (ઈ. પૂ. આશરે છઠ્ઠી સદી)ના સમયથી મળી આવે છે. શ્રુત પરંપરામાં હંમેશા જળવાઈ રહે તેવા આશયથી આવી છ વિધિઓના વિષયવસ્તુને સંક્ષેપમાં, આર્ષ પ્રાકૃતમાં રચાયેલી કેટલીક સંગ્રહણી-(ટૂંકી)ગાથાઓમાં સાચવીને રાખ્યાં હતાં. આ સંગ્રહણી-ગાથાઓને તથા આવશ્યક સૂત્રને સમજાવવા માટે સમયે સમયે આર્ષ પ્રાકૃતમાં વિદ્વાનોએ કેટલીક નિર્યુક્તિઓ પણ રચી.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ભટ્ટ, બંસીધર. "આવસ્સય–નિજ્જુત્તિ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2024-10-21.