આહોમ રજવાડું
આહોમ રજવાડું અથવા આહોમ સામ્રાજ્ય એ આસામ રાજ્યવિસ્તારમાં ૬૦૦ વર્ષ (ઈ.સ. ૧૨૨૮ થી ૧૮૨૬) સુધી શાસન કરનારી રાજસત્તા હતી. તેના રાજા રુદ્રસિંહના સમયગાળામાં રાજસત્તા ખૂબ જ શક્તિશાળી અને પહોંચેલી હતી. આ સમય દરમિયાન મુઘલ રાજાઓ સાથે ભીષણ યુદ્ધ થયાં હતાં. રાજા ચક્રધ્વજસિંહના સમયના લાછિત બડફુકન નામના લડાયક સેનાપતિ તરીકે પ્રખ્યાત હતા. ઔરંગઝેબે અહીં આક્રમણ કર્યું તે સમયે મુઘલ-સામ્રાજ્ય સાથેની અથડામણોમાં આ સેનાપતિએ અગત્યની કામગીરી ભજવી હતી.
સરાઈઘાટ ખાતેનું યુદ્ધ
[ફેરફાર કરો]ઈ.સ. ૧૬૭૧ના સરાઈઘાટ ખાતેના યુદ્ધમાં લાછિત બડફુકનનું મોટું પરાક્રમ ગાજ્યું હતું. ગૌહત્તી ખાતે મુઘલોની મુખ્ય ફોજના સરદાર ફૌજખાનને પરાજિત કરી તેમને કેદી બનાવ્યા હતા. મોઘલોએ પરત આક્રમણ કરી તે સમયે શિવાજી મહારાજાની ગોરિલા-છાપામાર પદ્ધતિના યુદ્ધ દ્વારા મુઘલ દળોને મારી હટાવ્યા હતા. પરાજિત મુઘલ સેનાને ગૌહત્તીથી ભગાવી હતી. આવા પરાક્ર્મને કારણે અહીં ઇસ્લામી સત્તાનો પાયો રોપાયો ન હતો.
શાસન
[ફેરફાર કરો]આ રાજસત્તાના રાજાઓની શાસકીય વ્યવસ્થા, શસ્ત્ર-સરંજામ, ન્યાયતંત્ર વગેરે વ્યવસ્થા સંપૂર્ણપણે નિર્મિત અને જાળવવામાં આવતી હતી. આ વ્યવસ્થાના સત્તાવાર દસ્તાવેજો પણ જાળવવામાં આવેલ છે. પરિણામે આસામનો ઐતિહાસિક અભ્યાસ મોટા પ્રમાણમાં મદદરૂપ થાય છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]- મરાઠા સામ્રાજ્ય
- વિજયનગર સામ્રાજ્ય