ઈન્ડિયન નેશનલ થિયેટર (આઇ.એન.ટી.)
ટૂંકું નામ | INT |
---|---|
સ્થાપના | 1944 |
સ્થાપના સ્થળ | બોમ્બે (મુંબઈ), બ્રિટીશ ભારત |
પ્રકાર | નાટ્ય સંસ્થા અને મંડળી |
હેતુ | રંગભૂમિ નિર્માણ, શિક્ષણ અને સંશોધન |
અક્ષાંશ-રેખાંશ | 18°57′27″N 72°48′28″E / 18.9575405°N 72.8078344°E |
વેબસાઇટ | www |
ઇન્ડિયન નેશનલ થિયેટર (આઇ.એન.ટી.) ઇ.સ. ૧૯૪૪માં મુંબઈ ખાતે સ્થપાયેલી એક નાટ્ય સંસ્થા છે જે ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓમાં નાટ્ય સર્જન તેને સંલજ્ઞ વિષયનાં શિક્ષણ અને સંશોધન સાથે સંકળાયેલ છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]સંસ્થાના સ્થાપક જાણીતા નાટ્યવિદ દામુભાઇ ઝવેરી હતાં. સંસ્થાની સ્થાપનામાં ૧૯૪૨ની હિંદ છોડોની ચળવળ સાથે જોડાયેલ સમાજવાદી વિચારધારા ધરાવતા યુવાનોનો મોટો ભાગ હતો. આઇ.એન.ટી. ના ઉપનામથી જાણીતી આ સંસ્થાએ તેના ઇતિહાસમાં અનેક યાદગાર નાટકો જેવાકે 'લજ્ઞની બેડી','સ્નેહના ઝેર અને 'રંગીલો રાજા' જેવા નાટકો આપ્યા હતાં. ૧૯૫૪માં રજુઆત પામેલા રંગીલો રાજાએ ગુજરાતી નાટકમાં સૌપ્રથમ વખતે સો પ્રયોગો કર્યા હતાં અને જયન્તી પટેલ (રંગલો)ને ગુજરાતભરમાં લોકપ્રિય બનાવ્યા હતાં. આ સંસ્થાએ ગુજરાતી રંગભૂમીમાં દિગ્ગજ કહી શકાય તેવા બરજોર પટેલ, દિન્યાર કોન્ટ્રાકટર, અરવિંદ ઠક્કર, પ્રવિણ જોશી અને સુરેશ રાજડા જેવા દિગ્દર્શકો આપેલ છે. પ્રવિણ જોશી અને સરિતા જોશી અને હોલીવુડમાં કામ કરતા ક્રિષ્ના શાહ જેવા કલાકારો પણ આ સંસ્થા સાથે જોડાયેલ હતાં. આઇ.ઍન.ટી. નાં અન્ય નોંધપાત્ર નાટકોમાં 'દેખ તેરી બબ્મ્બઈ', 'જેસલ તોરલ',' મોતી વેરાંણા ચોકમાં' અને 'સંતુ રંગીલી' હતાં. સંસ્થા દ્વારા પારસી રંગભૂમીમાં 'મોટા દિલનાં બાવા', 'શીરીનબાઇનું શાંતિનિકેતન' જેવા નાટકો આપેલ છે. મરાઠી ભાષાના જાણીતા લેખક પી.એલ. દેશપાંડે ની ક્રુતિ ઉપરથી 'બટાટાચી ચાલ' અને વિજય તેડુંલકરની ક્રુતિ ઉપરથી 'કન્યાદાન અને કોડું' જેવા યાદગાર નાટકો આપેલ છે. ગુજરાતી ભાષાનાં લોક્પ્રિય કાલ્પનીક પાત્રો છકો મકો અને બકોર પટેલ આધારીત પણ નાટકો બનાવ્યા હતાં.
સાંપ્રત પ્રવ્રુત્તિઓ
[ફેરફાર કરો]હાલમાં આઇ.એન.ટી. અગાઉના સમયના જેટલી નાટ્ય સર્જનમાં પ્રવૃત્ત નથી પણ લોકનાટ્યક્ષેત્રનાં શિક્ષણ અને સંશોધનને ઉત્તેજન આપવામાં યોગદાન આપે છે. સંસ્થાના નાટ્યપ્રયોગો દેશભરમાં ભજવાય છે. આઇ.ઍન.ટી. નો એક ભાગ એવી ઇમ્પ્રેસારીયો વિભાગ ઇન્ડિયન કલ્ચરર કાઉન્સીલ રીસર્ચ સંસ્થા સાથે વિદેશોમાં કાર્યક્રમો રજુ કરે છે. આ ઉપરાંત ૧૯૮૮ની સાલથી અને હાલમાં ગુજરાતી દૈનિક ગુજરાત સમાચાર સાથે આંતર કોલેજ નાટ્ય સ્પર્ધાનું આયોજન કરે છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ઇન્ડિયન નૅશનલ થિયેટર (INT) – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2021-10-31.