લખાણ પર જાઓ

સરિતા જોશી

વિકિપીડિયામાંથી
સરિતા જોશી
જન્મ૧૭ ઓક્ટોબર ૧૯૪૧ Edit this on Wikidata
પુના Edit this on Wikidata
બાળકોPurbi Joshi, કેતકી દવે Edit this on Wikidata
પુરસ્કારો
  • પદ્મશ્રી (કળા માટે) (૨૦૨૦) Edit this on Wikidata

સરિતા જોશી (પહેલાં: ભોંસલે) (જન્મ: ૧૭ ઓક્ટોબર, ૧૯૪૧) એ ભારતીય નાટ્ય, ટેલિવીઝન અને ફિલ્મ કલાકાર છે. તેઓ ગુજરાતી નાટ્ય અને મરાઠી નાટ્ય તેમજ મરાઠી ચલચિત્ર કલાકાર પણ છે. તેઓ સ્ટાર પ્લસની ટેલિવીઝન ધારાવાહિક બા બહૂ ઔર બેબી માં ગોદાવરી ઠક્કરના પાત્ર માટે જાણીતાં છે. સરિતા જોશી આજે પણ રંગભૂમિ અને ટેલીવિઝન તથા બીજી ઈતર પ્રવૃત્તિમાં રત છે.

અંગત જીવન

[ફેરફાર કરો]

તેઓ નાટ્ય દિર્ગ્દર્શક પ્રવિણ જોશી સાથે પરણ્યા છે.[૧] તેમની પુત્રી કેતકી દવે દક્ષાના પાત્ર માટે ક્યૂૂંકી સાસ ભી કભી બહુ થી માટે જાણીતા છે. તેમની પુત્રી પૂર્વી જોશી કોમેડી સરકસનાં રજૂકર્તા માટે જાણીતા છે. શરમન જોશી તેમનો ભત્રીજો થાય છે.[૨][૩]તેઓ જાણીતી અભિનેત્રી પદમા રાણીના બહેન થાય છે.

પારિતોષિક

[ફેરફાર કરો]

૧૯૮૮માં તેઓએ ભારતની સંગીત, નૃત્ય અને નાટકની રાષ્ટ્રિય અકાદમી એવી સંગીત નાટક અકાદમી તરફથી સંગીત નાટક અકાદમી એવોર્ડ ગુજરાતી નાટકોમાં અભિનય માટે મેળવ્યો હતો.[૧][૪] તેમને ૨૦૨૨ના વર્ષનો ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત પુરસ્કાર એનાયત થયો હતો.[૫]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ "Twining". સ્ક્રિન. ૨૨ માર્ચ ૨૦૦૨. મૂળ માંથી 2008-03-02 પર સંગ્રહિત. મેળવેલ ૨૬ ઓગસ્ટ ૨૦૦૯.
  2. "કુટુંબમાં સૌ કોઇ". ઇન્ડિયા ટુડે. ૧૩ ફેબ્રુઆરી ૨૦૦૮. મેળવેલ ૧૫ મે ૨૦૧૩.
  3. "Baa, beti aur baby". MiD DAY. ૨૮ નવેમ્બર ૨૦૦૯. મેળવેલ ૧૫ મે ૨૦૧૩.
  4. "SNA: List of Akademi Awardees". સંગીત નાટક અકાદમીની વેબસાઇટ. મૂળ માંથી 2012-02-17 પર સંગ્રહિત. મેળવેલ 2015-02-11.
  5. "Padma Shri Sarita Joshi honoured". Ahmedabad Mirror. 25 June 2023. મૂળ સંગ્રહિત માંથી 23 January 2024 પર સંગ્રહિત. મેળવેલ 23 January 2024.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]