લખાણ પર જાઓ

બકોર પટેલ

વિકિપીડિયામાંથી
બકોર પટેલ
પ્રથમ દેખાવ૧૯૩૬
છેલ્લો દેખાવ૧૯૫૫
સર્જકહરિપ્રસાદ વ્યાસ
પ્રકાશકગાંડીવ, ગાંડીવ સાહિત્ય મંદિર, સુરત
કલાકારોતનસુખ, મનસુખ, વી. રામાનુજ
ભાષાગુજરાતી
માહિતી
જાતિબકરી
લિંગપુરુષ
વ્યવસાયવેપારી
જીવનસાથીશકરી પટલાણી
અન્ય પાત્રોવાઘજીભાઈ વકીલ, હાથીશંકર ધમધમિયા, ઊંટાડિયા વૈદ
બાળકોના

બકોર પટેલ એ હરિપ્રસાદ વ્યાસ દ્વારા સર્જિત બાળસાહિત્યનું રમૂજી કાલ્પનિક પાત્ર છે, જેની વાર્તાઓ ગાંડીવ સાહિત્ય મંદિર, સુરત દ્વારા પ્રકાશિત બાળસાહિત્ય પખવાડિક ગાંડીવમાં પ્રકાશિત કરવામાં આવતી હતી. બકોર પટેલની આ રમૂજી વાર્તાઓ ૧૯૩૬માં પ્રથમ પ્રકાશિત થઈ હતી અને ૧૯૫૫ સુધી ચાલુ રહી હતી. આ વાર્તાઓમાં બકોર પટેલની પત્ની શકરી પટલાણીનો પણ સમાવેશ થાય છે. આ વાર્તાઓની સાથેના ચિત્રો સુરતના કલાકાર ભાઈઓ તનસુખ અને મનસુખ દ્વારા દોરવામાં આવતા હતા.[][]

પાત્રો અને વાર્તા

[ફેરફાર કરો]

બકોર પટેલને બકરા તરીકે મધ્યમ વયના વ્યાપારી તેમની બકરી પત્ની શકરી પટલાણી સાથે મુંબઈમાં રહેતા દર્શાવવામાં આવ્યા છે. તેમને કોઈ ભાઈ-બહેન કે બાળકો નથી. તેમના માતા-પિતા વિશે પણ કોઈ માહિતી નથી. તેમને મુંબઈથી જાપાન સાથે વેપાર કરતી પેઢી છે. ૧૯૪૦-૫૦ના દાયકામાં તેઓ ઉપરી-મધ્યમવર્ગનું જીવન ગાડી અને બંગલા સાથે જીવે છે. તેમના મિત્રોમાં વકીલ તરીકે વાઘ-વાઘજીભાઈ વકીલ; હાથી-હાથીભાઈ ધમધમિયા; ઊંટ ડોક્ટર તરીકે ઊંટડિયા ડોક્ટર; પંડિત-ટીમુ પંડિત, જિરાફ જોશી, બાંકુભાઇ અને બીજા અન્યોનો સમાવેશ થાય છે. કેટલીક વખત કેટલાંક સ્ત્રી પાત્રો તરીકે પાત્રોની પત્ની અને અન્ય પાત્રો જેવા કે ખુશાલડોશી દર્શાવવામાં આવ્યા છે.[][][]

વાર્તાઓનો કાળ મુંબઈમાં ૧૯૪૦ અને ૧૯૫૦ના દાયકાઓ છે. બકોર પટેલ એ વ્યાપાર માટે પ્રવાસ કરતાં કૌટુંબિક વ્યક્તિ તરીકે અને તેમનાં કુટુંબ અને મિત્રો સાથે સમય વ્યતિત કરતા દર્શાવવામાં આવ્યા છે. તેમની પત્ની સાથે તેમને ઉમદા સંબંધો છે. તેઓ હંમેશા નાના સાહસો ખેડે છે જેનો અંત હંમેશા ઊંધો આવે છે. તેમ છતાંય તેઓ તેમના સાહસની નિષ્ફળતાને માણે છે અને નવું સાહસ કરવા તૈયાર રહે છે. તેમનું કુટંબ અને મિત્રો તેમના સાહસોમાં સાથ આપે છે અને તેને આનંદથી માણે છે.[]

શૈલી અને ઇતિહાસ

[ફેરફાર કરો]

નટવરલાલ માળવીના માલિકીના ગાંડીવ સાહિત્ય મંદિર, સુરત દ્વારા ગુજરાતીમાં બાળકો માટેનું પખવાડિક ગાંડીવ ઓગસ્ટ,૧૯૨૫માં શરૂ કરવામાં આવ્યું હતું, જે છેક ૧૯૭૩ સુધી પ્રકાશિત થતું હતું.[]

ગાંડીવમાં હરિપ્રસાદ વ્યાસની બકોર પટેલની રમૂજી વાર્તાઓ સૌપ્રથમ ૧૯૩૬માં પ્રકાશિત થઈ હતી[] અને ૧૯૫૫ સુધી ચાલતી રહી. આ વાર્તાઓ સામાજીક પાર્શ્વભૂમિ ધરાવતી હતી અને શહેરના ઉપરી મધ્યમ વર્ગની સામાન્ય વિગતો ધરાવતી હતી. આ વાર્તાઓ મોટા અક્ષરોમાં ચિત્રો સાથે છાપવામાં આવતી હતી. આ લખાણ અને ચિત્રો સુરતના કલાકાર ભાઈઓ તનસુખ અને મનસુખ દ્વારા તૈયાર કરવામાં આવતા હતા.[][]

૧૯૯૫-૯૬ દરમિયાન આ વાર્તાઓ મોટા અક્ષરોમાં રંગીન ચિત્રો સાથે પ્રકાશિત કરવામાં આવી હતી.[] જ્યારે નવી આવૃતિમાં ચિત્રો વી. રામાનુજ દ્વારા ફરી દોરવામાં આવ્યા ત્યારે તે મૂળ ચિત્રોથી સહેજ અલગ હતા.

મહેન્દ્ર મેઘાણી દ્વારા સંપાદિત અને પિયુષ જોષી દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત વાર્તાઓ નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા ૨૦૦૯માં પ્રકાશિત કરવામાં આવી હતી.

પ્રતિભાવ અને પ્રભાવ

[ફેરફાર કરો]

આ વાર્તાઓ બાળકોમાં તેમજ મોટેરાંઓમાં લોકપ્રિય હતી. તેઓ ગુજરાતમાં હજુ પણ લોકપ્રિય છે અને ગુજરાતી ભાષામાં બાળસાહિત્યમાં એક સીમાચિહ્ન તરીકે ગણાય છે.[][][]

બકોર પટેલની સફળતાને કારણે તેના જેવું અન્ય પાત્ર ગલબો શિયાળ રમણલાલ સોની વડે સર્જવામાં આવ્યું હતું. આ વાર્તાઓએ તારક મહેતાની સમાન સામાજીક ભૂમિકા ધરાવતી શ્રેણી દુનિયાના ઊંધા ચશ્માને પણ પ્રભાવિત કર્યું છે.[]

રૂપાંતરણ

[ફેરફાર કરો]

બકોર પટેલ બાળ નાટક ઇન્ડિયન નેશનલ થિએટર, મુંબઈ દ્વારા રજૂ કરાયું હતું.[]

પુસ્તકો

[ફેરફાર કરો]
  • બકોર પટેલની વાતો
  • બકોર પટેલની કથાઓ
  • બકોર પટેલની ગમ્મતો
  • બકોર પટેલના ગોટાળા
  • બકોર પટેલના ફજેતા!
  • બકોર પટેલની રમૂજો
  • બકોર પટેલના પરાક્રમો
  • બકોર પટેલની કહાણીઓ
  • બકોર પટેલ : ઉજાણીએ
  • બકોર પટેલ : ટચકિયું!
  • બકોર પટેલ : આસમાનમાં!
  • બકોર પટેલ : માનો યા ન માનો
  • બકોર પટેલ : હસે તેનાં વસે
  • બકોર પટેલ : ધોળકું ધોળ્યું!
  • બકોર પટેલની ગરબડો
  • બકોર પટેલના છબરડા
  • બકોર પટેલ : રજનું ગજ
  • બકોર પટેલ : લ્યો લેતા જાઓ!
  • બકોર પટેલ : પાપડિયો જંગ!
  • બકોર પટેલ : ચક્કર ભમ્મર
  • બકોર પટેલ : જાગજો રે!
  • બકોર પટેલ : રણ મેદાને!
  • બકોર પટેલ : ઓડનું ચોડ!
  • બકોર પટેલ : થાય તેવા થઈએ!
  • બકોર પટેલ : ગોટમ્ પિંડમ્
  • બકોર પટેલ : તેરી બી ચૂપ...
  • બકોર પટેલ : દાક્તરના ય દાક્તર!
  • બકોર પટેલ : જે જાય દરબાર...
  • બકોર પટેલ : હરખાને બદલે...!
  • બકોર પટેલ : જેવા સાથે તેવા!
  • બકોર પટેલ : ભૂલકણા
  • બકોર પટેલ : ગમ્મત પર ગમ્મત
  • બકોર પટેલ : ચોર! ચોર!
  • બકોર પટેલ : સંપેતરાં!
  • બકોર પટેલ : આડે લાકડે!
  • બકોર પટેલ : આંધળે બહેરું!
  • બકોર પટેલ : ત્રણ ત્રેખડ!

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ કોઠારી, ઉર્વિશ (૧ માર્ચ ૨૦૦૪). "બકોર પટેલ : એકવીસમી સદીમાં". gujarati world. મેળવેલ ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૫.
  2. સુરેશ જોશી (૧૬ ઓક્ટોબર ૨૦૧૨). "વ્યાસ હરિપ્રસાદ મણિરાય". ગુજરાતી પ્રતિભા પરિચય. મેળવેલ ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૫.
  3. ૩.૦ ૩.૧ The Indian P.E.N. ૧૯૫૫. પૃષ્ઠ ૩૯૯.
  4. The Illustrated Weekly of India. Published for the proprietors, Bennett, Coleman & Company, Limited, at the Times of India Press. ઓક્ટોબર ૧૯૭૪. પૃષ્ઠ ૩૩.
  5. ત્રિવેદી, શ્રદ્ધા (૨૦૦૦). ગુજરાતી વિશ્વકોશ. ૧૩. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૨.
  6. ત્રિવેદી, શ્રદ્ધા (૨૦૦૦). ગુજરાતી વિશ્વકોશ. ૧૩. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૧૩.
  7. Aryan Path. ૧૯૪૯. પૃષ્ઠ ૨૨૦.
  8. Urmila Jhaveri (૧૦ ફેબ્રુઆરી ૨૦૧૪). Dancing With Destiny: Memoir. Partridge Publishing India. પૃષ્ઠ ૪૦. ISBN 978-1-4828-1043-1.
  9. Lal, Ananda (૨૦૦૪). The Oxford companion to Indian theatre. New Delhi: Oxford University Press. doi:10.1093/acref/9780195644463.001.0001/acref-9780195644463-e-0220. ISBN 0195644468. OCLC 56986659 – Oxford Reference વડે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]