હરિપ્રસાદ વ્યાસ

વિકિપીડિયામાંથી
હરિપ્રસાદ વ્યાસ
જન્મહરિપ્રસાદ મણિરાય વ્યાસ
(1904-05-25)25 May 1904
બોડકા, વડોદરા, ગુજરાત, ભારત
મૃત્યુ13 July 1980(1980-07-13) (ઉંમર 76)
સાન હોશે, કેલિફોર્નિયા, અમેરિકા
વ્યવસાયહાસ્યલેખક અને બાળસાહિત્યકાર
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણમેટ્રિક

હરિપ્રસાદ મણિરાય વ્યાસ (૨૫ મે ૧૯૦૪ – ૧૩ જુલાઈ ૧૯૮૦) ગુજરાતી હાસ્યલેખક અને બાળસાહિત્યકાર હતા.[૧]

જીવન[ફેરફાર કરો]

તેમનો જન્મ ૨૫ મે ૧૯૦૪ ના રોજ વડોદરા નજીક આવેલા બોડકા ગામમાં થયો હતો. ૧૯૨૧માં તેઓએ વડોદરામાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૨૫થી નિવૃત્તિ સુધી તેઓ ઝેનિથ લાઇફ એન્ડ ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજરના પદે રહ્યા હતા. ૧૩ જુલાઇ ૧૯૮૦ ના રોજ સાન હોશે, કેલિફોર્નિયા, અમેરિકામાં તેમનું મૃત્યુ થયું હતું.[૨][૩]

સર્જન[ફેરફાર કરો]

હરિપ્રસાદ વ્યાસે ગુજરાતી બાળસાહિત્યમાં લોકપ્રિય એવાં કેટલાંય કાલ્પનિક પાત્રો જેવાં કે બકોર પટેલ[૪], શકરી પટલાણી, વાઘજીભાઇ વકીલ, ઊંટડીયા ડોક્ટર, હાથીશંકર ધમધમિયા, ભોટવાશંકરનું સર્જન કર્યું હતું.[૫] તેઓએ ૧૯૩૬ થી ૧૯૫૫ સુધી ગાંડીવ પખવાડિકમાં બકોર પટેલની વાર્તાઓ લખી હતી.[૬] આ વાર્તાઓ પાછળથી વાર્તાસંગ્રહ તરીકે પ્રકાશિત થઇ હતી. તેમાં સર્જનમાં બકોર પટેલ (૩૦ પુસ્તકો), ભેજાબાજ ભગાભાઇ (૬ પુસ્તકો), હાથીશંકર ધમધમિયા (૬ પુસ્તકો), ભોટવાશંકરના પરાક્રમો, સુંદર સુંદર (૬ પુસ્તકો), બાલગોવિંદ, હાસ્યવિનોદ, આનંદવિનોદનો સમાવેશ થાય છે. તેમણે ચાલો ભજવીએ શ્રેણી હેઠળ ૧૦ બાળનાટકો પણ લખ્યા હતા. તેમણે કેટલાક હાસ્યનિબંધો વિવિધ શિર્ષકો હેઠળ લખ્યા હતા જેમાં હાસ્યઝરણાં, હાસ્યકિલ્લોલ, હાસ્યવસંત, કથાહાસ્ય, પત્નિની શોધમાં, આંધળે બહેરું, પોથીમાનાં રીંગણાંનો સમાવેશ થાય છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Amit Dasgupta (૧ જાન્યુઆરી ૧૯૯૫). Telling Tales: Children's Literature in India. Taylor & Francis. પૃષ્ઠ ૩૮. ISBN 978-81-224-0748-8.
  2. ૨.૦ ૨.૧ સુરેશ જાની (૧૬ ઓક્ટોબર ૨૦૧૨). "વ્યાસ હરિપ્રસાદ મણિરાય". ગુજરાતી પ્રતિભા પરિચય. મેળવેલ ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫.
  3. ગુજરાતી વિશ્વકોશ. ૧૩. અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. ૨૦૦૦. પૃષ્ઠ ૧૨.
  4. Peter Hunt (૨ સપ્ટેમ્બર ૨૦૦૩). International Companion Encyclopedia of Children's Literature. Routledge. પૃષ્ઠ ૮૦૨. ISBN 978-1-134-87993-9.
  5. The Indian P.E.N. ૧૯૫૫. પૃષ્ઠ ૩૯૯.
  6. કોઠારી, ઉર્વિશ (૧ માર્ચ ૨૦૦૪). "બકોર પટેલ : એકવીસમી સદીમાં". gujarati world. મેળવેલ ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૫.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]