ઉચ્ચતર માધ્યમિક શાળા
Appearance
ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે એવી શાળા કે જ્યાં માધ્યમિક શાળા પછીનો અભ્યાસ કરાવવામાં આવતો હોય. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ એટલે કે ધોરણ ૧૧ અને ૧૨નું શિક્ષણ. ગુજરાત રાજ્યના બધાં જ શહેરો અને ઘણાં ગામોમાં ઉચ્ચતર માધ્યમિક શાળાની સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ પછી લેવાતી પરીક્ષા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાય છે, જેને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા (HSC) કહે છે.
ઘણાં મોટાં શહેરોમાં ગુજરાતી સિવાયની ભાષાઓમાં શિક્ષણ આપતી ઉચ્ચતર માધ્યમની શાળાઓ પણ આવેલી છે.
આ પણ જુઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |