ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા
Appearance
ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા એટલે એવી માધ્યમિક શાળા કે જે શાળામાં અભ્યાસના સામાન્ય વિષયોની સાથે સાથે કૃષિ એટલે કે ખેતીવાડી વિષયનું પદ્ધતિસરનું શિક્ષણ પણ આપવામાં આવે છે. આ શાળાઓ પાસે પોતાની ખેતીલાયક જમીન પણ હોય છે. આ ઉપરાંત આ શાળાઓમાં વિદ્યાર્થીઓને રહેવા તેમ જ જમવા માટેની વ્યવસ્થા પણ હોય છે.
ગુજરાત રાજ્યમાં ઘણાં સ્થળોએ સરકાર દ્વારા અથવા સેવાભાવી સંસ્થાઓ દ્વારા સંચાલિત ઉત્તર બુનિયાદી શાળાઓ આવેલી છે.