અઝીઝ ટંકારવી

વિકિપીડિયામાંથી
(ઉમર ઉઘરાતદાર થી અહીં વાળેલું)

ઉમર અહમદ ઉઘરાતદાર (ઉપનામ: અઝીઝ ટંકારવી) ગુજરાતી વાર્તાકાર અને ગઝલકાર છે.

તેમનો જન્મ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં ૧ જૂન ૧૯૪૪ના રોજ થયો હતો. તેઓએ વિનયનના અને શિક્ષણના સ્નાતકની પદવી (બી.એ., બી.એડ.) મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. તેઓ ગુજરાત ટુડેના તંત્રી પદે પણ તેઓ રહી ચુક્યા છે.

તેઓને ધૂમકેતુ પુરસ્કાર, સંસ્કાર પુરસ્કાર, શ્રેષ્ઠ તંત્રીલેખ એવોર્ડ, શેખાદમ આબુવાલા શ્રેષ્ઠ પત્રકાર પુરસ્કાર વગેરે પુરસ્કારો મળ્યા છે.

કૃતિઓ[ફેરફાર કરો]

  • લીલોછમ સ્પર્શ, વાર્તા સંગ્રહ, ૧૯૮૪
  • સંબંધો હજીય મહેકે છે, સંપાદન, ૧૯૯૫
  • સનદ વગરનો આંબો, વાર્તાસંગ્રહ, ૧૯૯૬
  • ગઝલના દરવાજે, સંપાદન, ૧૯૯૮
  • ગઝલના ગુલમહોર, સંપાદન, ૨૦૦૦
  • ગઝલના મેઘધનુષ્ય, સંપાદન, ૨૦૦૧
  • મારા પ્રિય શેર, સંપાદન, ૨૦૦૨
  • મારી પ્રિય વાર્તા, સંપાદન, ૨૦૦૪
  • અટકળો દરિયો, વાર્તા સંગ્રહ, ૨૦૦૬
  • એક સો આઠ ગઝલો, સંપાદન, ૨૦૦૬

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]