ટંકારીયા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to searchટંકારીયા
—  ગામ  —

ટંકારીયાનુ

ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°52′29″N 73°00′25″E / 21.874845°N 73.0069099°E / 21.874845; 73.0069099
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
તાલુકો ભરૂચ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 15 metres (49 ft)

સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
"મુખ્ય ખેતપેદાશો" કપાસ, તુવર, શાકભાજી

ટંકારીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યદક્ષિણ ભાગમાં આવેલા ભરૂચ જિલ્લામાં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા ભરૂચ તાલુકામાં આવેલું એક ગામ છે. ટંકારીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે કપાસ, તુવર તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.

આ ગામમાં મુખ્યત્વે મુસ્લીમ વોહરા પટેલ કોમના લોકોની વસ્તી છે, જેમના પુર્વજો વેપાર કરવા માટે ધંધુકાથી અહીં આવી વસ્યા હતા. આ ગામ ભરૂચના નવાબના શાસનકાળ સમયમાં મુસ્ત્તુફાબાદ તરીકે ઓળખાતું હતું. આ સમયે અહીં જુમ્મા મસ્જિદ પણ બાંધવામાં આવી હતી, જે આજે પણ મોજુદ છે તેમ જ તેના બાંધકામમાં મુગલ શૈલીની ઝલક જોવા મળે છે.

અહીંના ઘણા લોકો ઇંગ્લેન્ડ તેમ જ આફ્રીકા, અમેરીકા જેવા દેશોમાં કમાવા જાય છે. એ પૈકી ઘણાએ પરદેશમાં જ કાયમી વસવાટ કર્યો છે. આ ગામની વસ્તી આશરે ૧૫૦૦૦ જેટલી છે, જે પૈકી મુસ્લિમો ની સંખ્યા વધારે છે. તેઓ સ્વભાવે હસમુખા, ખાવાના શોખીન અને મીલનસાર છે, તેઓ લગ્નોમાં ખુબ ખર્ચા કરે છે. આ ગામના કેટલાક લોકો શિક્ષક અને કવિ પણ છે. ગામની આસપાસ ઘણી દરગાહો તેમ જ મસ્જિદો આવેલી છે. આ ઉપરાંત અહીં કબ્રસ્તાન પણ આવેલું છે. અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ટેલીફોન એક્સચેન્જ, પોસ્ટ ઓફિસ, રમતગમતનું મેદાન, વિશાળ તળાવ પણ આવેલ છે.

ટંકારવી મહાનુભાવો[ફેરફાર કરો]

ગામની શિક્ષણ સંસ્થાઓ[ફેરફાર કરો]

  • કુમારશાળા, નાના પાદર
  • કન્યાશાળા, મોટા પાદર
  • ટંકારીયા હાઇસ્કૂલ, મોટા પાદર
  • આઇ. એન. વિદ્યાલય, મોટા પાદર
  • મોહદ્દીશ-એ-આઝમ મીશન શાળા, મોટા પાદર
  • આઇ. ટી. આઇ.

આ ઉપરાંત આ ગામ ખાતે ઘણી મદરેસા તેમ જ દારૂલ ઉલૂમ જેવી ધાર્મિક શિક્ષણ માટેની સંસ્થાઓ પણ આવેલી છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]