ઉમેદ ભવન મહેલ

વિકિપીડિયામાંથી

ઉમેદ ભવન મહેલ,એ ભારતના રાજ્ય રાજસ્થાનમાં આવેલ જોધપુર શહેરમાં આવેલ વિશ્વનું એક સૌથી મોટા નીજી નિવાસોમાંનું એક છે. આ મહેલનો અમુક ભાગ તાજ હોટેલ્સ દ્વારા વ્યવસ્થાપિત છે. આ મહેલનું નામ તેના અત્યારના માલિકના દાદા મહારાજા ઉમેદ સિંહ,પરથી રખાયું છે. આ ઈમારતમાં ૩૪૭ ઓરડાં છે અને તે જોધપુરના રાજ પરિવારનું શાહી નિવાસ છે.

ઉમેદ ભવન મહેલને તેના બાંધકામના સમયે ચિત્તર મહેલ કહેવાતો કેમકે ચિત્તર નામની ટેકરી પર આવેલો હતો, જે જોધપુરનું સૌથી ઊંચું સ્થળ છે. આ મહેલના બાંધકામ કાટે ભૂમિપુજન ૧૯૨૯માં મહારાજા ઉમેદસિંહએ કરાવ્યું અને તેનું બાંધકામ ૧૯૪૩માં પૂરું થયું.[૧]

બાંધકામ[ફેરફાર કરો]

જોધપુરની અગ્નિ દિશામાં આવેલ ચિત્તર ટેકરી પર આવેલ આ મહેલના બંધકામ માટે ૫૦૦૦ કારીગરોએ ૧૫ વર્ષ કામ કર્યું. આ મહેલના બાંધકામમાં પથ્થરોને જકડી રાખવા કોલ કે સિમેંટ વપરાઈ નથી; આના પથ્થરો કોતરેલા છે જેમાં પથ્થરના ધન અને ઋણ છેડાઓના અંતર્ગથનથી પથ્થરો એક બીજાને જકડી રાખે છે. આ પથ્થરના વહન માટે ખાસ બંધાયેલી દ્વારા તેને લવાતાં હતાં. ઉમેદ ભવન મહેલને એવી રીતે બાંધવામાં આવ્યો છે કે જેથી તેમાં દરેક સમયે ૨૩ અંશ સે. જેટલું તાપમાન જળવાયેલું રહે.

જોધપુરના ઉમેદ ભવન મહેલના બગીચા.

આ મહેલ સંકુલ ૨૬ એકરની જમીન રોકે છે તેમાં ૩.૫ એકર પર મહેલ બંધાએલો છે અને ૧૫ એકર પર બગીચા છે એદવર્ડીયન વાસ્તુકાર હેનરી લૅંચેસ્ટર દ્વારા પરિકલ્પિત આ મહેઅલ પૂર્વી અને પશ્ચિમી સંસ્કૃતિનું સંગમ છે. ઈમારતનો કેંદ્રીય ગુમ્બજ, જાજરમાન ૧૦૪ ફૂટ ઊંચુ ઘુમ્મ્ટ-મિનારો, એ પુનરુજ્જીવન કાળના વાસ્તુ શૈલિનું ઉદાહરણ છે, જ્યારે મિનારાઓ રાજપૂત શૈલિથી પ્રેરિત છે. આ પરિયોજનાનો ખર્ચ રાજાને રૂ ૯૪,૫૧,૫૬૫ આવવાનો હતો.હીરાનંદ યુ ભાટીયા આ પરિયોજનાના આવાસી ઈજનેર હતાં. આ મહેલની આંતરીક સજાવટ ની પરુયોજના લંડનના મેપલ્સને હતી પણ આ માટેનો સામાન લાવતી આગબોટને ૧૯૪૨માં જર્મનો દ્વારા ડુબાડી દેવામાં આવી. પરિણામે, રાજાએ પોલીશ આંતરીક સજાવટકાર સ્ટીફન નોર્બ્લીનને કામે લગાડ્યાં. આ મહેલની વૈભવી સોનેરી રાચરચીલું ડેકો પદ્ધતિનું છે, જેને વિદેશી ભીંતચિત્રો શોભાયમાન બનાવે છે. નવું ચિત્તર મહેલ તેના પૂર્વજ મેહરગઢ કે જેને રાવ જોધાએ બંધાવ્યો અને આજ સુધી અજેય રહ્યો છે તેની જાહોજલાલીને ને યોગ્ય તેવી ભવ્ય શ્રદ્ધાંજલી સમાન હતો.

મહેલનો ઇતિહાસ[ફેરફાર કરો]

મેહરગઢ કિલ્લો જોધપુર

મેહરગઢ રાઠોડ વંશની આત્મા હતું જેને ક્યારેય બદલશે નહીં. પણ તેમના જેવા ક્યારેય ન થાકનારા સ્થાપકો, દ્વારા અસલના નાહરગઢમાં ફરી ફરી ફેર બદલ કરતાં રહ્યાં. આમાના ઘાણાં ફેરફારો તો અસલ મોગલ શૈલિના હતાં જેનો તે સમયે સંપૂર્ણ ભારત વર્ષ પર દબદબો હતો. ઝાલર વાળી કમાન, ગુમ્બજ, ફૂલોની નક્શી, વનસ્પતિની ચિત્રકારી, પાણી ના તળાવ વિગેર. ઉમેદ સિંહનો ચિત્તર મહેલ, બીજી તરફ, રજપૂત શૈલિને ફરી પાછી લઈ આવ્યો.

આ મહેલ આટલું વૈભવી તો બનવાનું જ હતું. છેવટે તો આ મહેલ બંધાવનારાની ધમનીઓમાં રાષ્ટ્રકૂટ વંશનું લોહી વહેતું હતું જેમણે એક જ ખડકમાંથી કૈલાશનાથનું મંદિર કોતરાવ્યું હતું. વિશ્વના સંક્રમિત કાળ વચ્ચે ઉમેદ સિંહ મોટા થયાં હતો. ભારતની સૈનિક ક્રાંતિ ના કારણે ઈસ્ટ ઈંડિયા કંપની (જ્હોન કંપની) નું અભિમાન ઘવાયું હતું. બ્રિટિશ સામ્રાજ્ય કાળમાં વિદ્રોહ જાગી ઉઠ્યો હતો, અને કેમકે રજપૂતો જ્હોન કંપનીને વફાદાર રહ્યાં, આથી બ્રિટિશ ઉમરાવશાહી એ કમને આ રજવાડાઓને પોતાની મંડળીમાં શામિલ કર્યું. ઉમેદ સિંહ, જે પહેલેથી ભૂતકાળની પરંપરાથી સમંવિત હતાં,અને જેઓ બ્રિટિશ રાજાની પરંપરાની ઈટોન, રગ્બી અને વિંચેસ્ટરની કોલેજો અને અન્ય બ્રિટીશ શાળાઓમાં અભ્યાસ કર્યો. તેઓ, તે સમયના અન્ય શાસકોની જેમ, તેઓ ભણેલા અને સુસંસ્કૃત હતાં, દું ન્વયી અને સ્પ્રધાત્મક હતાં. ૧૬ વર્ષની નાની ઉમરે તેમને રાજાના પદ પર અચાનક આરુઢ થવું પડ્યું. પાંચ વર્ષ પછી, તેમને પૂર્ણ સત્તાધીશના હક્કો મળ્યાં. બ્રિટીશો અને તેમના નીમેલા કારભારી, સર પ્રતાપસિંહ, આ વચગાળાના વર્ષોમાં મારવાડમાં કાયદો અને અને નોકરશાહી લાવવાનો વિચાર રાજાના મનમાં રોપ્યો.

જોધપુરને ૨૧મી સદીમાં દોરી જનાર મુખ્ય આયોજન તરીકે મહેલનું બાંધકામ કરવું એમ નથું. તે એટલો મોટોૢ અને મહાન હોવો જોઈએ કે જે નાહરગઢનું સ્થાન લઈ શકે અને જોધપુરની ઓળખ બની શકે. ૧૯૨૪માં મહારાજા હેનરી વોગહન લાંચેસ્ટરને મળ્યાં. તેમણે ઘણાં દાયકા વિશ્વ પ્રવાસમાં અને શહેર આયોજક તરીકે ગાળ્યાં હતાં, અને તેઓ હિંદુ વાસ્તુ કળાથી પણ અજાણ ન હતાં. આ મહેલની યોજનાની ચર્ચા કરતાં, લાંચેસ્ટરે આ વખતે મોગલ શૈલિના સૌંદર્યશાસ્ત્ર વિરુદ્ધ પોતાનો મત વ્યક્ત કર્યો, તેણે દલીલ કરી કે રાજસ્થાનનું રાજ્ય મુસ્લીમ વર્ચસ્વનીચે અલ્પ સમયમાટે આવ્યો, અને તેમની પરંપરાએ મોગલ વસ્તુઓનો ખૂબ ઓછો ભાગ અપનાવ્યો હતો. ઉમેદ સિંહે જાણ્યું કે તેમને જે વ્યક્તિની શોધ હતી તે મળી ગયો હતો.

પરંપરા અને ભૂમિની સાઅંસ્કૃતિક વિરાસતને પોતાના કાર્યમાં દર્શાવવા દૃઢ સંકલ્પ એવા લાંચેસ્ટરએ પોતાના કાર્યની પ્રેરણા પામવા ભારતના પર્વત મંદિરોના પ્રવાસે નીકળ્યાં. ઉમેદ સિંહ જાણતા હતાં કે આ મહેલ તેમના પૂર્વજો માટે એક યોગ્ય શ્રદ્ધાંજલી બનશે. પણ તે કોઈ પણ રીતે એક અર્વાચીન પુરાતન મુલ્યવાન ઈમારત ન બનવું જોઈએ. ઉમેદ સિંહ ઓગણીસમી સદીની જીવન પદ્ધત્તિના આદિ હતાં અને વિકાસ તેમને પ્રિય હતો. ભલે તેમનો મહેલ પરંપરાથી પ્રેરિત હોય, પણ તે, આધુનિક વિચારસરણી ધરાવતાં રાજાની ઓળખ હતું જે વિકાસની ધારે બંધાયું હતું.

ડેકો કળા અને સહસ્ત્રાબ્દી જૂની હિંદુ વાસ્તુ શૈલિના મિશ્રણ સમો આ મહેલ આજે પણ રાઠોડ વંશની મજબુત ઓળખ બનેલું છે. કિપલિંગના શબ્દોમાં મેહર ગઢ, “દેવદૂત , પરીઓ અને મહારથીઓનું કામ છે”, જ્યારે ઉમેદ ભવન,એક અનામી કવિની શબ્દોમાં, “એક જાજરમાન, મોહક લડવૈયો છે, જેના પ્રેમાળ હાથ ફેલાયેલા છે.”

હાલની સ્થિતિ[ફેરફાર કરો]

અત્યારના મહેલના માલિક મહારાજા ગજ સિંહ છે. તેમણે મહેલને ત્રણ કાર્યાંવીત ખંડમાં વિભાજિત કર્યું છે- આરામદાયક વૈભવી હોટેલ (૧૯૭૨થી) - તાજ, રાજ પરિવારનું આવાસ, અને પ્રજા માટે ખુલ્લું એક નાનું સંગ્રહાલય જેમાં ચિત્રો, હથિયારો, તલવારો, અને જોધપુરની ધરોહર સમાન અન્ય વસ્તુઓ પ્રદર્શિત છે. આ સંગ્રહાલય ૧૦.૦૦ થી ૪.૦૦ ખુલ્લું રહે છે અને રવિવારે બંધ રહે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Umaid Bhawan Palace - Umaid Bhawan Palace Jodhpur, Umaid Bhawan Palace Jodhpur Rajasthan India". www.iloveindia.com. મેળવેલ 2020-05-09.

૨૬° 16 ૫૧° N