એકનાથ

વિકિપીડિયામાંથી
એકનાથ

શ્રેષ્ઠ ભકતોમાં એકનાથજીની ગણતરી થાય છે. મહારાષ્ટ્ર રાજ્યના ‘પૈઠણ’ નામના ગામમાં સંવત 1448માં એકનાથજીનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ સૂર્યનારાયણ અને માતાનું નામ રુકિમણી દેવી હતું. એકનાથજી બાળપણથી જ દૈવીગુણો લઇને આવ્યા હતા. પૂર્વ કર્મોનુસાર ભકતો દૈવી સંપત્તિ લઇને જન્મ ધારણ કરતાં હોય છે. એકનાથજી બાળપણથી જ શ્રદ્ધાવાન, બુદ્ધિવાન તથા ઇશ્વરભકત હતા. છ વર્ષની ઉંમરે એકનાથજીના યજ્ઞોપવીત સંસ્કાર કરવામાં આવ્યા. તેઓ દરરોજ ભજન અને સત્સંગ કરતા. એક દિવસ એકનાથજીને આકાશવાણી સંભળાઇ કે આપ દેવગઢ નામના ગામમાં પ્રસ્થાન કરો. ‘જનાર્દન પંત’ના દર્શન કરો, તે તમને કòતાર્થ કરી દેશે. એકનાથજી કોઇની પણ આજ્ઞા લીધા વગર ગુરુજી પાસે જતા રહ્યા. છ વર્ષ સુધી ગુરુજીની સાચા મનથી સેવા-ચાકરી કરી.


એક દિવસ ગુરુજીએ પૈસાનો હિસાબ કરીને ભૂલ શોધવાનું કહ્યું. એકનાથજીએ એક પાઇની ભૂલ શોધી ને તેમના મનમાં ખૂબ જ આનંદ આવી ગયો. દોડતા ગુરુજી પાસે ગયા અને શોધેલી ભૂલ બતાવવા લાગ્યા. ગુરુજીએ ટકોર કરી કે, સાંસારિક ભૂલ શોધવામાં આટલો આનંદ આવે છે તો, સંસારમાં આપણાથી કેટલીય ભૂલો થાય છે, તે શોધશો ત્યારે જીવન ધન્ય બની જશે. ગુરુજીએ આદેશ આપ્યો આટલી જ લગનથી ભગવાનમાં મન લગાઓ. ગુરુજીની કૃપાથી એકનાથજીને ભગવાન દત્તાત્રેયનાં દર્શન થયાં. ગુરુજીએ કહ્યું, આજ પછી દત્તાત્રેયને તમારા ગુરુ માનજૉ. તેમની આજ્ઞા અનુસાર જીવન પસાર કરોજૉ.


દત્તાત્રેયજીએ એકનાથને ‘શ્રીકòષ્ણભકિત’ની દીક્ષા આપીને કહ્યું, જાઓ, પર્વત પર જઇને ભજન કરો. ભાગવત ધર્મનો પ્રચાર કરો. એકનાથજી નાસિક થઇને ત્ર્યંબકેશ્વર પહોંચી ગયા. ચતુ:શ્લોકી ભાગવત ઉપર વ્યાખ્યા લખી. ત્યાંથી ચિત્રકૂટ પર પહોંચીને રામજીનો સાક્ષાત્કાર કર્યો. તેમના દાદા-દાદીએ તેમના ગુરુજી પાસે જઇને લગ્ન કરવાની આજ્ઞા અપાવી. ગુરુના આદેશથી તેમણે ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો. એમનાં પત્નીનું નામ ગિરિજા હતું. જેઓ ગુણિયલ, પતિવ્રતા તથા આતિથ્યધર્મમાં શ્રેષ્ઠ હતાં. એમના પુત્રનું નામ હરિ હતું. ગંગા અને ગોદા નામે બે પુત્રીઓ હતી.એકનાથજી પણ ચાર કલાકની જ ઘ લેતા આખો દિવસ શ્રીકòષ્ણ કીર્તનમાં મસ્ત રહેતા. દરરોજ ત્રણ વાર ગોદાવરીમાં સ્નાન-સંઘ્યાપૂજા કરતાં. તેમણે અનેક નાસ્તિકોને આસ્તિક બનાવ્યા.

એકનાથને દત્ત ભગવાનના દર્શન કરાવવાનો સંકલ્પ કર્યો. એકનાથને દત્ત ભગવાનનાં દર્શન થયાં.એકવાર એકનાથ દેવગઢ પર તપ કરી રહ્યા હતા. ત્યારે એક મોટો નાગ એમના ઉપર પડયો અને શરીરે વીંટળાઇ ગયો. પછી નાગ એકનાથના શિરે ચઢીને ફેણ હલાવી નાચવા લાગ્યો. એકનાથ તો તપમગ્ન રહ્યા. નાગ દંશ દીધા વિના ત્યાંથી સરકી ગયો. તેમણે સ્થાપેલી વિઠ્ઠલનાથજીની મૂર્તિએ ચૈતન્ય સ્વરૂપ થઇ એમની પાસેથી માખણ ખાધું હતું તેવી પણ લોકવાયકા છે.એક યવન દરરોજ ગોદાવરીના કાંઠે ઉભો રહેતો અને એકનાથજી સ્નાન કરીને બહાર આવે ત્યારે તેમના પર કોગળા કરતો. એક દિવસ તો એકસો આઠ વાર કોગળા કર્યા છતાં એકનાથજી શાંત રહ્યા. એકનાથજીનું વર્તન જોઇને આ યવન તેમનો શિષ્ય બની ગયો અને તેમના શરણમાં રહેવા લાગ્યો. એક વાર એકનાથજીના પિતાનું શ્રાદ્ધ કરવા માટે સુંદર મજાની રસોઇ બનાવી હતી ત્યારે તેમના ઘર પાસેથી ‘મહાર’ જાતિના લોકો પસાર થયા. તેમને સુંદર રસોઇની સુગંધ આવી. આથી એક મહાર બોલ્યો, આપણા નસીબમાં આવું ભોજન કયાંથી? એકનાથજીએ આ વાત સાંભળી મહારોને પોતાના ઘરમાં બોલાવીને શ્રાદ્ધની રસોઇ જમાડી. રસોડું સાફ કરીને બીજી વાર રસોઇ બનાવી બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું. બ્રાહ્મણો બોલ્યા, તું ભ્રષ્ટ થઇ ગયો છે. અમે તારા ઘરની રસોઇ જમીશું નહીં. એકનાથજીએ સંકલ્પ કરીને પિતૃઓનું ઘ્યાન કર્યું તો પિતૃઓ મૂર્તિમાન બનીને સ્વયં શ્રાદ્ધ ગ્રહણ કર્યું. એક વાર મુશળધાર વરસાદમાં ચાર બ્રાહ્મણો એકનાથીજના ઘરે આવ્યા, અને કહેવા લાગ્યા અમે ભૂખ્યા છીએ. એકનાજીની પત્નીએ કહ્યું લાકડાં અને છાણાં તો પલળી ગયાં છે. રસોઇ કેવી રીતે બનશે? એકનાથજીએ પોતાનો લાકડાનો પલંગ તોડીને રસોઇ બનાવી બ્રાહ્મણોને જમાડયા. એક વાર એકનાથજી ‘પ્રયાગ’નું જળ કાવડમાં ભરીને રામેશ્વર જતા હતા. રસ્તામાં રેતાળ મેદાન આવ્યું. એક ગધેડો પાણીની તરસથી તરફડતો હતો. એકનાથજીએ અભિષેક માટેનું જળ ગધેડાને પાઇ દીધું. આથી સાથીઓ કહેવા લાગ્યા હવે તું અભિષેક શેનાથી કરીશ? એકનાથજી બોલ્યા સર્વ જીવોમાં ભગવાનનો વાસ છે. ગધેડાનો જીવ બચાવ્યો તે મારા માટે અભિષેક છે. પૈઠણ ગામમાં એક વેશ્યા રહેતી હતી. એકનાથજીનું પ્રવચન સાંભળવા માટે તે આવી એ દિવસે એકનાથજીએ ‘પીંગળા’ રાણીનું પ્રવચન કર્યું. આથી વૈશ્યાને પસ્તાવો થયો. એકનાથજીના ચરણમાં પડીને, કòષ્ણભકિતમાં લીન બની ગઇ. દસ વર્ષ પછી કòષ્ણનું કીર્તન કરતાં કરતાં વૈકુંઠમાં ગઇ. એકનાથજી દરરોજ ભજનકીર્તન કરતા. એક દિવસ ચાર ચોર આવ્યા. એકનાથજી ભજનમાં તલ્લીન હતા, આથી ચાર ચોર ઝૂંપડીમાં પેસીને ચોરી કરવા લાગ્યા પણ ચોર આંધળા થઇ ગયા. એકનાથજીના શરણમાં આવ્યા. એકનાથજીએ આંખ ઉપર હાથ ફેરવ્યો અને દેખતા થયા. એકનાથજીએ શ્રીમદ્ ભાગવતનો એકાદશ સ્કંધ, રુકિમણી વિવાહ, રામાયણ વગેરે ગ્રંથો લખ્યા છે. કહેવાય છે કે સ્વયં શ્રીરામે આવીને રામાયણ ઉપર લખવાનો આદેશ આપ્યો હતો. એકનાથજીએ મરાઠી ભાષામાં સ્વાત્મબોધ, આનંદ લહેરી, ચિંરજીવપદ જેવા ગ્રંથો પણ લખ્યા છે.


ફાગણ વદ છઠના દિવસે ગોદાવરીમાં સ્નાન કરીને ઘરે આવ્યા. આંખો બંધ કરીને સદા માટે સમાધિસ્થ બની ગયા.