એડગર ઍલન પો

વિકિપીડિયામાંથી
એડગર ઍલન પો
એડગર ઍલન પો, ૧૮૪૯
એડગર ઍલન પો, ૧૮૪૯
જન્મ(1809-01-19)January 19, 1809
બોસ્ટન, અમેરિકા
મૃત્યુOctober 7, 1849(1849-10-07) (ઉંમર 40)
બાલ્ટીમોર, મેરીલેંડ, અમેરિકા
વ્યવસાયકવિ, લેખક, સંપાદક, વિવેચક
લેખન પ્રકારભયાનક કથાઓ, ગોથિક રોમાંસ, અપરાધ કથાઓ, જાસૂસી કથાઓ, પ્રહસન, વ્યંગ
સાહિત્યિક ચળવળરોમાંસવાદ
જીવનસાથીવર્જિનિયા ક્લેમ પો
સહી

એડગર ઍલન પો (અંગ્રેજી: Edgar Allan Poe, ૧૯ જાન્યુઆરી ૧૮૦૯ – ૭ ઓક્ટોબર ૧૮૪૯) અમેરિકન રોમાંચવાદના કવિ, લેખક, સંપાદક અને વિવેચક હતા. તેઓ પોતાની રહસ્ય અને ભયાવહ વાર્તાઓ માટે જાણીતાં છે. તેમણે જાસૂસી વાર્તાઓની શરૂઆત કરી અને વૈજ્ઞાનિક વાર્તાઓને ઉત્તેજન આપ્યું હતું. તેઓ પહેલાં અમેરિકન લેખક હતાં જેમણે માત્ર લેખન દ્વારા જ ગુજારો કરવાનો પ્રયત્ન કર્યો, પરતું તેમણે હંમેશા ગરીબી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

તેમનો જન્મ બોસ્ટન, મેસેચ્યુસિટસમાં થયો હતો. એડગર નાની ઉંમરમાં જ અનાથ થઇ ગયા હતા જ્યારે તેમના પિતા કુટુંબ છોડીને ચાલી ગયા અને તેમની માતા થોડા સમયમાં મૃત્યુ પામી. તેમનું પાલન-પોષણ વર્જિનિયાના જોન અને ફ્રાંસિસ એલને કર્યું, પરંતુ તેમણે ક્યારેય એડગરને દત્તક લીધા નહી. તેમણે વર્જિનિયા યુનિવર્સિટીમાં એક ૬ માસના સત્રનું શિક્ષણ લીધું પરંતુ પૈસાના અભાવે ભણતર અધૂરું છોડવું પડ્યું અને સૈન્યમાં ભરતી થયા. કેડેટની પરીક્ષા પાસ ન કરવાને કારણે તેમણે સૈન્ય પણ છોડવું પડ્યું. તેઓ કુટુંબથી અલગ થયા અને લેખક તરીકે જીવનની શરૂઆત કરી. ૧૮૨૭માં તેમની પ્રથમ રચના, તૈમૂરલંગ અને અન્ય કવિતાઓ (અંગ્રેજી: Tamerlane and Other Poems), પ્રકાશિત થઇ. જેમાં તેમણે તેમના નામની જગ્યાએ એ બોસ્ટેનિયન (બોસ્ટનનો એક નિવાસી) લખ્યું હતું.

ત્યારબાદ તેમણે ગદ્ય પર ધ્યાન આપ્યું અને કેટલાંક વર્ષો સુધી સાહિત્યનાં પ્રકાશનોમાં વિવેચક તરીકે કામ કર્યું. તેઓ પોતાની અનોખી વિવેચન શૈલીને કારણે ખ્યાતિ પામ્યા. આ દરમિયાન તેઓ બાલ્ટીમોર, ફિલાડેલ્ફિયા અને ન્યૂ યોર્ક વચ્ચે ઘણું ફર્યા. ૧૮૩૫માં તેમનાં લગ્ન દૂરની સંબંધી એવી ૧૩ વર્ષની વર્જિનિયા ક્લેમ સાથે થયા, પરંતુ કેટલાંક વર્ષો બાદ તેનું ક્ષય રોગને કારણે મૃત્યુ થયું. જાન્યુઆરી ૧૮૪૫માં તેમણે ધ રેવન (અંગ્રેજી: The Raven) નામની કવિતા પ્રકાશિત કરી, જે અત્યંત લોકપ્રિય બની. તેમણે પોતાનું પ્રકાશન ધ પેન્ન (અંગ્રેજી: The Penn) પ્રકાશિત કરવાની તૈયારી કરી, પરંતુ એ પહેલાં જ તેમનું મૃત્યુ થયું. તેમનું મૃત્યુ બાલ્ટીમોરમાં ૪૦ વર્ષની વયે થયું, પરંતુ મૃત્યુનું કારણ હજી સુધી ખબર પડી નથી. તેમનું મૃત્યુ દારૂના સેવન, મસ્તિકનાં સોજાં, નશીલી દવાઓ, હ્દય રોગથી લઇને ક્ષય કે હડકવાને કારણ થયેલું હોવું જોઇએ એવી અટકળો લગાવવામાં ઈતિહાસકારો દ્વારા લગાવવામાં આવી છે.

પો ની શૈલીને "ગોથિક" કહેવામાં આવે છે. તેમણે પોતાની રચનાઓમાં મુખ્યત્વે મૃત્યુ, મૃત્યુનાં ચિહ્નો, જીવિત વ્યક્તિઓનું દફન, મૃત્યુ પછીનું જીવન અને શોક વગેરે વિષયો પર રચી છે. આ સાથે તેમણે ઓગસ્ટ દ્યુપિન નામના જાસૂસની રચના કરી જે બાદમાં શેરલોક હોમ્સ અને હરક્યુલસ પ્વારો જેવા પાત્રોની પ્રેરણા બન્યું.

મુખ્ય રચનાઓ[ફેરફાર કરો]

  • ધ બ્લેક કેટ (The Black Cat)
  • ધ કાસ્ક ઓફ અમોંટિલાડો (The Cask of Amontillado)
  • એ ડિસેન્ટ ઇન્ટૂ ધ મેલસ્ટ્રોમ (A Descent into the Maelström)
  • ધ ફેક્ટ્સ ઇન ધ કેસ ઓફ મિ. વાલ્ડેમાર (The Facts in the Case of M. Valdemar)
  • ધ ફૉલ ઓફ ધ હાઉસ ઓફ અશર (The Fall of the House of Usher)
  • ધ ગોલ્ડ-બગ (The Gold-Bug)
  • લીજિયા (Ligeia)
  • ધ માસ્ક ઓફ ધ રેડ ડેથ (The Masque of the Red Death)
  • ધ મર્ડર્સ ઇન ધ રુગ મોર્ગ (The Murders in the Rue Morgue)
  • ધ ઓવલ પોટ્રેટ (The Oval Portrait)
  • ધ પિટ એન્ડ ધ પેન્ડુલમ (The Pit and the Pendulum)
  • ધ પ્રિમેચ્યોર બુરિયલ (The Premature Burial)
  • ધ પુર્લોઇંડ લેટર (The Purloined Letter)
  • ધ સિસ્ટમ ઓફ ડોક્ટર ટાર એન્ડ પ્રોફેસર ફેધર (The System of Doctor Tarr and Professor Fether)
  • ધ ટૈલ-ટેલ હાર્ટ (The Tell-Tale Heart)

કવિતાઓ

  • અલ આરાફ (Al Aaraaf)
  • એન્નાબેલ લી (Annabel Lee)
  • ધ બેલ્સ (The Bells)
  • ધ સિટી ઇન ધ સી (The City in the Sea)
  • ધ કોન્કરર વોર્મ (The Conqueror Worm)
  • ધ ડ્રીમ વિથઇન ડ્રીમ (A Dream Within a Dream)
  • અલ ડોરાડો (Eldorado)
  • યૂલાલિ (Eulalie)
  • ધ હોન્ટેડ પેલેસ (The Haunted Palace)
  • ટુ હેલન (To Helen)
  • લિનોરે (Lenore)
  • ટેમરલેન (Tamerlane)
  • ધ રેવન (The Raven)
  • ઉલાલૂમ (Ulalume)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

જીવનવૃત્તાંત[ફેરફાર કરો]

રચનાઓ[ફેરફાર કરો]