એરબસ એ ૩૮૦

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
એરબસ એ ૩૮૦

એરબસ એ ૩૮૦ એ એક બે માળનું, પહોળું માળખું અને ચાર એન્જીન ધરાવતું ઉતારુ વિમાન છે. જેનું ઉત્પાદન "એરબસ" નામની યુરોપિયન કંપની દ્વારા કરવામાં આવેલું છે. તે વિશ્વનું સૌથી વિશાળ ઉતારુ વિમાન છે. તેની પ્રથમ ઉડાન ૨૭મી એપ્રિલ,૨૦૦૫ના રોજ ફ્રાન્સમાં યોજાઈ હતી અને પ્રથમ વ્યવસાયીક ઉડાન ૨૫મી ઓક્ટોબર,૨૦૦૭ના દિવસે સિંગાપુર થી સિડનીની, સિંગાપુર એરલાઇન્સ સાથે યોજાઇ હતી. આ વિમાન "સુપર જમ્બો" તરીકે પણ ઓળખાય છે. આ વિમાનને એરબસ એ ૩૮૦નું મોડેલ ઘોષિત કરવામાં આવ્યું તે પહેલાં તેના વિકાસના તબક્કા દરમિયાન એરબસ એ ૩ એક્સ એક્સ (Airbus A3XX) તરીકે ઓળખાતું હતું.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]