એશિયામાં ફૂટબોલ

વિકિપીડિયામાંથી

ફૂટબોલ એશિયામાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી રમત છે. એશિયામાં ફૂટબોલનનું સંચાલન asian football confederation કરે છે. જ્યારે વિશ્વમાં ફિફા છે. જે દર ચાર વર્ષે ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ નું આયોજન કરે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

આમ તો એશિયામાં સૌ પ્રથમ ફૂટબોલ ચીનમાં રમતો હતો જેનું નામ હતું કુજુ જે હૂબહૂ ફૂટબોલ જેવો જ હતો.

વિશ્વમાં એશિયન ટીમો નું પ્રદર્શન[ફેરફાર કરો]

ફીફા વર્લ્ડ કપમાં હંમેશા યુરોપીયન ટીમોનો જ દબદબો રહ્યો છે. ફીફા વર્લ્ડ ૧૯૯૮ માં સાઉથ કોરિયા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી પ્રથમ એશિયન ટીમ હતી.

એશિયન કપ[ફેરફાર કરો]

એશિયન કપ વિશ્વનો બીજા નંબરનો સૌથી જૂનો રમાંતો ખંડીય કપ છે.જે ૧૯૫૬ થી દર ૪ વર્ષે રમાય છે.એશિયન કપમાં કુલ ૨૪ ટીમો ૬ ગ્રુપમાં રમે છે ગ્રૂપ ટોપર અને સેકંડ નંબરની અને બેસ્ટ ૪ થર્ડ પ્લેસ ટીમો ક્વાર્ટર ફાઇનલ માં પ્રવેશે છે.જેમાંથી ૪ સેમી ફાઇનલ અને ૨ ફાઇનલ રમે છે. હવે એશિયન કપ ૨૦૨૩માં ચીન માં રમાસે.૨૦૧૯ માં કતર પ્રથમ વખત જીત્યું હતું. જાપાન સૌથી વધુ ૪ વખત જીત્યું છે.એશિયા કપ રમવા માટે કુલ ૪૬ ટીમો ક્વાલીફિકેશન રાઉન્ડ રમે છે.

એશિયન ચેમ્પિયન્સ લીગ[ફેરફાર કરો]

એશિયન ચેમ્પિયન્સ લીગ એશિયાની ટોપ કક્ષાની લીગ ટુર્નામેન્ટ છે જે એશિયાના બેસ્ટ ક્લબો વચ્ચે રમાઇ છે. જેમાંથી જીતનારી ટીમ ફિફા ક્લબ વર્લ્ડ કપ માટે ક્વાલીફાય થાય છે.આ ટુર્નામેન્ટ માં કુલ ૪૦ ટીમો તેના દેશના કુલ ક્લબ ના છેલ્લા ૪ વર્ષના પોઇન્ટ ના આધારે દરેક દેશમાંથી તેટલા ક્લબો રમે છે જેમ વધુ પોઇન્ટ તેમ વધુ ક્લબ.વધુમાં વધુ ૪ ક્લબ રમી શકે છે. એશિયન ક્લબ કપ બીજા કક્ષાની લીગ ટુર્નામેન્ટ છે.આ ટુર્નાેન્ટમાં પણ ૪૦ ટીમો જ હોય છે પરંતુ આમાં દરેક દેશને મોકો મળે છે.

એશિયન ફૂટબોલ કન્ફેડરેશન[ફેરફાર કરો]

એશિયન ફૂટબોલ કન્ફેડરેશન માં હાલ કુલ ૪૭ સભ્યો દેશ છે.જેમાં કુલ ૫ ભાગ પડે છે.

SAFF = સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન જેમાં ભારત, નેપાળ, ભૂટાન, શ્રી લંકા

, પાકિસ્તાન, બાંગ્લાદેશ, માલદીવ સમાવેશ થાય છે.

AFF = આશિયન ફૂટબોલ ફેડરેશન જેમાં બ્રુનેઇ,કમ્બોડિયા,ઓસ્ટ્રેલિયા,ઈન્ડોનેશિયા,મલેશિયા,થાઇલેન્ડ,મ્યાનમાર, ફિલિપાઈન્સ,સિંગાપુર,વિએટનામ,તિમોર લીસ્ટ.

EAFF = ઈસ્ટ ફૂટબોલ ફેડરેશન જેમાં જેમાં ચીન,ચાઇનીસ તાઇપેઇ,ગુઆમ,હોંગ કોંગ,જાપાન,સાઉથ કોરિયા,નોર્થ કોરિયા,મકાઉ,મંગોલિયા,નોર્ધન મારિયાના આઈલેન્ડ.

CAFA = સેન્ટ્રલ એશિયન ફૂટબોલ ફેડરેશન જેમાં અફઘાનિસ્તાન,ઈરાન,તજીકિસ્તાન,ઉઝબેકિસ્તાન,તુર્કમેનિસ્તાન,kyrgyzstan,

WAFA = વેસ્ટસ્ટ એશીયન ફૂટબોલ ફેડરેશન જેમાં ઓમાન,uae,સાઉદી અરેબિયા,કુવૈત,જોર્ડન,લેબનોન,બહરાઈન,પેલેસ્ટાઈન,કતર, યેમેન,સીરિયા.

ઓસ્ટ્રેલિયા એશિયન ખંડ માં ન આવતો હોવા છતાં પણ એશિયન ફૂટબોલ કન્ફેડરેશન નો ભાગ છે. જ્યારે ઇઝરાયેલ એશિયા ખંડમાં આવતો હોવા છતાં યુરોપીયન ફૂટબોલ કન્ફેડરેશન નો ભાગ છે.


સંદર્ભ[ફેરફાર કરો]

૧.[૧]એશિયન ફૂટબોલ કન્ફેડેરેશન