લખાણ પર જાઓ

ઓથાર

વિકિપીડિયામાંથી
ઓથાર
લેખકઅશ્વિની ભટ્ટ
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકાશકનવભારત સાહિત્ય મંદિર
પ્રકાશન તારીખ
૧૯૮૪
માધ્યમ પ્રકારમુદ્રિત
પાનાં૧૧૧૫

ઓથારઅશ્વિની ભટ્ટ લિખિત ૧૯૮૪ માં[૧] પ્રકાશિત થયેલ, ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ પછી પાત્રોના ભવિષ્યને વર્ણવતી, શોકાંતિકા, રહસ્યમય ગુજરાતી નવલકથા છે. ૧૧૧૫ પૃષ્ઠો ધરાવતી આ નવલકથા બે ખંડો ધરાવે છે.[૨]

પૃષ્ઠભૂમિ[ફેરફાર કરો]

આ નવલકથા ઈ.સ. ૧૮૫૭ની ક્રાંતિની નિષ્ફળતા પછીનો કાળખંડ ધરાવે છે અને તેના પાત્રોના ભવિષ્યનું વર્ણન કરે છે. નવલકથા તેના મુખ્ય પાત્ર સેજલસિંહની આસપાસ વણેલી છે. આ નવલકથા ઐતિહાસિક પૃષ્ઠ ભૂમિ પર રચાયેલી એક શોકાંતિકા (ટ્રેજેડી), રહસ્યમયતા જેવા તત્ત્વો પણ ધરાવે છે. અશ્વિની ભટ્ટ આ પહેલાંની નવલક્થાના શીર્ષકો નાયિકાના નામથી આપતા હતા, આ નવલક્થાથી તેમણે નવલકથાને વિષવસ્તુ અધારિત નામ આપવા શરૂ કર્યા.[૨]

કથાવસ્તુ[ફેરફાર કરો]

નવલક્થાનું મુખ્ય પાત્ર સેજલસિંહ આગનો ભોગ બનતા કુરૂપ બને છે. મોટા ભાગના સ્વજનો તેને મૃત સમજે છે પણ તેનો ઘોડો તેને ઓળખી પાડે છે. સેજલસિંહનો દિવાન તેને અપ્રકટ રાખી તેની મદદ કરતો રહે છે. સેજલસિંહ સાથે તેની સંગીની સેના અને અંગ્રેજ યુવતી 'ગ્રેઈસ' પણ નવલકથાના મુખ્ય પાત્રો છે. આ બન્ને થકી તેને પુત્રો છે અને તેની જાગીર કોને મળશે તેની અંટસ નિર્માણ થાય છે. સેજલસિંહની માતા રાજેશ્વરી તેના પુત્રોને ખેરા સિંહના પુત્રો તરીકે દર્શાવે છે. નવલકથાનો કથારસ ખજાના અને સેજલસિંહના પિતાની નિષ્ઠા પર આધારિત છે. નવલક્થાના સ્થળો અને પાત્રોના નામ કલ્પિત છે પણ તેમાં ઐતિહાસિક કાલખંડને લાગતી પૃષ્ઠ ભૂમિના વર્ણનો જોતા લેખનો ઇતિહાસ-ભૂગોળનો ઊંડો અભ્યાસ જણાઈ આવે છે.[૨]

પ્રતિભાવ[ફેરફાર કરો]

આ નવલકથાની પ્રથમ બે આવૃત્તિની ત્રણ હજાર નકલોનું મુદ્રણ થયું છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Bhatt, Ashwini (1984). Othar. Vora.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ચૌધરી, રઘુવીર (1991). ગુજરાતી નવલકથા. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ.